Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'એ લપેટ'....પતંગબાજી અને દાનપૂણ્યનો તહેવાર મકરસંક્રાતિ

આજે પતંગ સંગ આભને આંબશે ઉમંગઆજે રંગબેરંગી પતંગોથી છવાશે આકાશદાન પૂણ્યનો મહાપર્વ ઉજવવાનો ઉત્સાહબે વર્ષ બાદ કોઈ નિયંત્રણ વિના ઉત્તરાયણવિકેન્ડના કારણે ઉત્તરાયણની મજા બેવડાઈપતંગ રસિયાઓનો ઉત્સાહ આસમાનેએ કાપ્યો છે,લપેટની ચિચિયારીથી ગૂંજશે ધાબાઊંધીયુ અને જલેબીની જ્યાફત માણશે લોકોશેરડી,બોર,ચીકી,લાડુની જ્યાફત માણશે લોકોદાન-પૂણ્ય,દર્શન માટે મંદિરોમાં જામી ભીડઆજે મકસંક્રાતિ (Mak
01:37 AM Jan 14, 2023 IST | Vipul Pandya
  • આજે પતંગ સંગ આભને આંબશે ઉમંગ
  • આજે રંગબેરંગી પતંગોથી છવાશે આકાશ
  • દાન પૂણ્યનો મહાપર્વ ઉજવવાનો ઉત્સાહ
  • બે વર્ષ બાદ કોઈ નિયંત્રણ વિના ઉત્તરાયણ
  • વિકેન્ડના કારણે ઉત્તરાયણની મજા બેવડાઈ
  • પતંગ રસિયાઓનો ઉત્સાહ આસમાને
  • એ કાપ્યો છે,લપેટની ચિચિયારીથી ગૂંજશે ધાબા
  • ઊંધીયુ અને જલેબીની જ્યાફત માણશે લોકો
  • શેરડી,બોર,ચીકી,લાડુની જ્યાફત માણશે લોકો
  • દાન-પૂણ્ય,દર્શન માટે મંદિરોમાં જામી ભીડ
આજે મકસંક્રાતિ (Makar Sankranti) એટલે કે ઉતરાયણનો તહેવાર....અવનવા પતંગો (Kites)થી આજે આકાશ છવાઇ જશે અને પતંગ રસિયાઓ બે વર્ષ પછી પુરા ઉત્સાહ સાથે પતંગનો તહેવાર ઉજવવા માટે તૈયાર છે. ગુજરાતની પ્રત્યેક અગાશી પર આજે કિડિયારુ ઉભરાશે અને દરેક વ્યક્તિ પોતાના પરિવાર અને મિત્રો સાથે પતંગ ઉડાવી ઉતરાયણનો તહેવાર ઉજવી રહ્યા છે. 
 લોકોમાં ભારે ઉત્સાહ
કોરોનાકાળ બાદની ઉત્તરાયણ આવી રહી છે જેના પગલે પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વળી વાસી ઉત્તરાયણને દિવસે રવિવાર હોવાથી બે દિવસની રજાના મેળના પગલે શહેરમાં બે દિવસ પતંગોત્સવ ધમધૂમથી ઉજવાશે. લોકો બે દિવસ ધાબાઓ પર મ્યુઝિક સિસ્ટમોના તાલે જુમી ઉઠશે અને આકાશ પતંગોથી છવાયેલુ રહેશે.
આકાશ પતંગના દાવપેચથી છવાયુ
આજે આકાશમાં પતંગના દાવપેચથી છવાઇ ગયું છે. પતંગરસિયાઓ એકબીજાની પતંગના પેચ લડાવી તથા પતંગ કાપીને પુરા ઉત્સાહ સાથે ઉતરાયણનો તહેવાર ઉજવશે.  સવારથી જ એ કાપ્યો છે,લપેટની ચિચિયારીથી ધાબા ગૂંજી રહ્યા છે. ડીજે અને સ્પીકરના સહારે ગીતો સાથે અગાસીઓ પર ડાન્સની રમઝટ પણ જોવા મળી રહી છે. લોકો અવનવા વસ્ત્રો પરિધાન કરી ગોગલ્સ અને હેટ પહેરીને અગાસી પર પહોંચી ગયેલા જોવા મળી રહ્યા છે. લોકો પતંગ અને દોરી લઇને અગાસી પર પહોંચી ગયા છે.
ઉંધીયું જલેબીની જ્યાફત
ઉતરાયણના દિવસે ગુજરાતમાં ઉંધીયુ જલેબી આરોગવાનો જાણે કે રિવાજ પડી ગયો છે. લોકો અગાસી પર જ ઉંધીયુ જલેબી આરોગવાનો પ્લાન બનાવી રહ્યા છે.  લોકોને શુદ્ધ અને તાજુ ઉંધીયું અને જલેબી મળી રહે તે માટે વેપારીઓએ પણ ઉત્સાહ સાથે તૈયારીઓ કરી છે અને ઠેર ઠેર રસ્તા પર પણ ઉંધીયુ જલેબીના સ્ટોલ જોવા મળી રહ્યા છે. આજના દિવસે  શેરડી,બોર,ચીકી, મમરાના લાડુ ખાવાનો પણ જાણે કે રિવાજ છે અને તેથી અબાલવૃદ્ધ સૌ કોઇ અગાસી પર બેસી પતંગ ચગાવાની સાથે મનપસંદ ચીજો આરોગી રહ્યા છે. 
દાનપૂ્ણ્યનો પણ ભારે મહિમા
ઉતરાયણ એટલે કે મકરસંક્રાતિના તહેવારના દિવસે દાન પૂ્ણ્યનો પણ ભારે મહિમા છે અને આજના સંક્રાતિના દિવસે કરેલું દાન હજારગણું ફળ આપે છે. લોકો પોતાની શક્તિ મુજબ દાનપૂણ્ય કરી રહ્યા છે. ગાયોને ખવડાવી રહ્યા છે. ભગવાનના દર્શન માટે પણ મંદિરોમાં ભીડ જોવા મળી રહી છે. સંક્રાતિના પર્વે નદી સ્નાન અને ત્રિવેણી સ્નાનનો પણ મહિમા છે અને તેથી લોકો પવિત્ર નદીના સ્થળે જઇને સ્નાન કરવાનો પણ લ્હાવો લઇ રહ્યા છે. 
આ પણ વાંચો--લોકોને પવિત્ર પ્રેરણાઓથી છલકાવી દેનાર પ્રમુખસ્વામી મહારાજનગરનાં દર્શનનો 14 જાન્યુઆરી અંતિમ દિવસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
FestivalGujaratFirstKitesMakarSankrantiUttarayan
Next Article