Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફારુક શેખ પહેલી ફિલ્મમાં મફતમાં કામ કરવા માટે રાજી થયા હતા, બાદમાં તેમને અપાયા હતા આટલા પૈસા

બોલિવુડ (Bollywood)અભિનેતા ફારૂક શેખ (Farooq Sheikh) હવે આપણી વચ્ચે નથી. વર્ષ 2013માં આજના દિવસે તેમણે આ દુનિયાને હંમેશ માટે છોડી દીધી હતી. જો કે તે પોતાની ફિલ્મો દ્વારા હજુ પણ જીવંત છે. ફારુક શેખ તેમના અભિનય માટે જાણીતા હતા. તેમણે ફિલ્મ અને ટેલિવિઝન બંનેમાં પોતાનું આગવું સ્થાન સ્થાપિત કર્યું. ફારુખ શેખે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1973માં રિલીઝ થયેલી ફિલ્મ 'ગરમ હવા'થી કરી હતી. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમàª
ફારુક શેખ પહેલી ફિલ્મમાં મફતમાં કામ કરવા માટે રાજી થયા હતા  બાદમાં તેમને અપાયા હતા આટલા પૈસા
બોલિવુડ (Bollywood)અભિનેતા ફારૂક શેખ (Farooq Sheikh) હવે આપણી વચ્ચે નથી. વર્ષ 2013માં આજના દિવસે તેમણે આ દુનિયાને હંમેશ માટે છોડી દીધી હતી. જો કે તે પોતાની ફિલ્મો દ્વારા હજુ પણ જીવંત છે. ફારુક શેખ તેમના અભિનય માટે જાણીતા હતા. તેમણે ફિલ્મ અને ટેલિવિઝન બંનેમાં પોતાનું આગવું સ્થાન સ્થાપિત કર્યું. ફારુખ શેખે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1973માં રિલીઝ થયેલી ફિલ્મ 'ગરમ હવા'થી કરી હતી. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં ફારુકે મફતમાં કામ કર્યું હતું. પીઢ અભિનેતાએ આવું કેમ કર્યું? આવો જાણીએ...
'ગરમ હવા' દ્વારા બોલિવૂડમાં બ્રેક મળ્યો
ફારુક શેખનો જન્મ 25 માર્ચ 1948ના રોજ ગુજરાતના વડોદરા જિલ્લાના અમરોલીમાં થયો હતો. ફારુક એક્ટર બનતા પહેલા ક્રિકેટ રમતા હતા. પોતાના અભિનયના દિવસોમાં તેણે ક્રિકેટ માટે કોચિંગ પણ લીધું હતું. ફારુક શેખ બોલિવૂડમાં કરિયર બનાવતા પહેલા થિયેટરની દુનિયામાં સક્રિય હતા. થિયેટર કરતી વખતે તેમણે એટલો અદભૂત અભિનય કર્યો કે તે પછી તેમને ફિલ્મ 'ગરમ હવા' દ્વારા બોલિવૂડમાં બ્રેક મળ્યો. ફારુકને અભિનયનો એટલો શોખ હતો કે તેમને કોઈ પણ જાતની ફી લીધા વગર આ ફિલ્મમાં કામ કરવા તૈયાર થઈ ગયા હતા. જો કે, ઘણા વર્ષો પછી તેમને તેમનું મહેનતાણું પણ મળ્યું.
પહેલી કમાણી માત્ર 750 રૂપિયા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે નિર્દેશક એમએસ સથ્યુ ફિલ્મ 'ગરમ હવા' બનાવી રહ્યા હતા, ત્યારે તેઓ એવા અભિનેતાની શોધમાં હતા જે ફી વિના કામ કરવા તૈયાર હોય. જ્યારે આ વાત ફારુક શેખના કાને પહોંચી તો તેઓ તરત જ આ ફિલ્મ કરવા માટે રાજી થઈ ગયા. જો કે, બાદમાં ફારૂક શેખને તેની મહેનતની કમાણી પાંચ વર્ષ પછી મળી. ફારુક શેખની આ પહેલી કમાણી માત્ર 750 રૂપિયા હતી. આ ફિલ્મ પછી તેમણે 1977માં 'શતરંજ કે ખિલાડી', 1979માં 'નૂરી', 1981માં 'ચશ્મે બદ્દૂર', 1983માં 'કિસી સે ના કહેના'માં પણ કામ કર્યું.
દીપ્તિ નવલ સાથે ખૂબ જ હિટ જોડી
ફારુક શેખની જોડી 80ના દાયકામાં એક્ટ્રેસ દીપ્તિ નવલ સાથે ખૂબ જ હિટ રહી હતી. બંનેએ સાથે ઘણી ફિલ્મો કરી. જેમાં 'ચશ્મે બદ્દૂર', 'સાથ સાથ', 'કિસી સે ના કહેના', 'કથા', 'રંગ-બિરંગી'નો સમાવેશ થાય છે. આ બંનેની છેલ્લી ફિલ્મ 'લિસન અમાયા' હતી, જે વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. ફારુક શેખનું આ વર્ષે 28 ડિસેમ્બરે દુબઈમાં હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.