કાચબાની જેમ ચાલવામાં વાંધો નથી, પણ સાચી દિશામાં ચાલો-ફરહાન પેટ્ટીવાલા
યુપીએસસીના ટોપર, એન્જિનીયરીંગમાં ફર્સ્ટ અને ત્યારબાદ કોર્પોરેટ જગતમાં પણ અવ્વલ...દેશના અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટા સાથે જોડાઇને જેમણે કામ કર્યું છે અને હાલ વડાપ્રધાન કાર્યાલયમાં સલાહકાર છે તેવા સરકાર અને કૉર્પોરેટ વર્લ્ડમાં કામનો બહોળો અનુભવ ધરાવતા ફરહાન પેટ્ટીવાલા (Farhan Pettiwala) ગુજરાત ફર્સ્ટના આજે મહેમાન બન્યા હતા. તેમણે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં માઇન્ડ સેટ બદલવા અને ઇન્ટે
Advertisement
યુપીએસસીના ટોપર, એન્જિનીયરીંગમાં ફર્સ્ટ અને ત્યારબાદ કોર્પોરેટ જગતમાં પણ અવ્વલ...દેશના અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટા સાથે જોડાઇને જેમણે કામ કર્યું છે અને હાલ વડાપ્રધાન કાર્યાલયમાં સલાહકાર છે તેવા સરકાર અને કૉર્પોરેટ વર્લ્ડમાં કામનો બહોળો અનુભવ ધરાવતા ફરહાન પેટ્ટીવાલા (Farhan Pettiwala) ગુજરાત ફર્સ્ટના આજે મહેમાન બન્યા હતા. તેમણે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં માઇન્ડ સેટ બદલવા અને ઇન્ટેગ્રીટી સાથે કામ કરવાની દેશના યુવાધનને અપીલ કરી હતી. કાચબાની જેમ ચાલવામાં વાંધો નથી, પણ સાચી દિશામાં ચાલો તેવી અપીલ કરી હતી.
તેમના નામ આગળ સિદ્ધિઓનું લાંબુ લિસ્ટ
જેમના નામ આગળ સિદ્ધિઓનું લાંબુ લિસ્ટ છે. એમની સફર પણ ઘણી રસપ્રદ છે. હાલ તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં સલાહકાર છે. હિકલ લિમિટેડમાં કૉર્પોરેટ અફેયર્સના ગૃપ હેડ ફરહાન પેટ્ટીવાલા યુપીએસસીમાં ટોપ રેન્કર હતા અને આમ છતાં તેમણે દેશના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટા સાથે જોડાવાનું પસંદ કર્યું હતું.
યુપીએસસીમાં ફર્સ્ટ રેંકર
તેમના વિશે વાત કરીએ તો તેમણે પ્રાથમિક શિક્ષણ દુબઇમાં મેળવ્યું હતું અને ત્યારબાદ ભારત આવી પૂના એન્જિનીયરીંગ કોલેજમાં મિકેનીકલ એન્જિનીયરીંગમાં બી.ટેક કર્યું અને તેમાં તેઓ ફર્સ્ટ રેંકર હતા. ત્યારબાદ તેમણે યુપીએસસીની પરીક્ષા આપી અને તેમાં પણ તેઓ ફર્સ્ટ રેંકર હતા. યુપીએસસી ક્લિયર કર્યા બાદ તેમને આંદોમાન નિકોબારમાં પહેલું પોસ્ટિંગ મળ્યું હતું પણ પરિવારના દબાણને વશ થઇ તેઓ આંદોમાન નિકોબાર ગયા ન હતા.
કોર્પોરેટ વર્લ્ડમાં પ્રવેશ
ત્યારબાદ તેમણે હાવર્ડ બિઝનેસ સ્કૂલથી અભ્યાસ કર્યો અને ભારત આવી 1994માં કોર્પોરેટ વર્લ્ડમાં પ્રવેશ કર્યો. ફરહાન પેટ્ટીવાલાએ વાતચીતમાં કહ્યું કે તેમણે ભારત અને અલગ અલગ દેશોની કંપનીમાં ઘણા પ્રોજેક્ટ કર્યા તેમણે પોતાની કંપની પણ ઉભી કરી હતી. તેમની કંપની 12 વર્ષ સુધી 500 કરોડનું ટર્નઓવર ધરાવતી હતી. ત્યારબાદ તેઓ ઓસ્ટ્રેલિયા ગયા અને ઓસ્ટ્રેલિયન કંપનીમાં 3 વર્ષ સુધી એમ.ડી તરીકે રહ્યા હતા.
રતન ટાટા વિઝનરી લીડર
ત્યારબાદ તેમના જીવનમાં ટોચના ઉદ્યોગપતિ રતનટાટાનો પ્રવેશ થયો. તેમને રતન ટાટાએ બોલાવ્યો અને તેમની સાથે કામ કર્યું. રતન ટાટાના કહેવાથી ટાટા ટ્રસ્ટના સહયોગથી તેમણે હેલ્થ કેર ક્ષેત્રમાં પણ ઘણું કામ કર્યું હતું. ફરહાન પેટ્ટીવાલાએ કહ્યું કે રતન ટાટા એવા લીડર છે જે જે આઇડિયા આપે છે અને તે આઇડીયાને કઇ રીતે અમલમાં મુકી શકાય તે પણ કહે છે. તેઓ સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા રહે છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવા જ લીડર છે જે પોતાના આગવા વિઝન સાથે સતત સપોર્ટ કરતા રહે છે.
લીડર માઇક્રો મેનેજર નથી
ફહાન પેટ્ટીવાલા કહે છે કે લીડર માઇક્રો મેનેજર નથી. તેઓ લોકોને ગોલ આપે છે અને ત્યારબાદ કામ કરવાની ફ્રીડમ પણ આપે છે. સમયાંતરે માત્ર રિવ્યું કરીને ચેક બેલેન્સ કરતા રહે છે.
ક્યારેય શોર્ટ કટ ના લો
તેઓ કહે છે કે મે ઘણા દેશોમાં કામ કર્યું છે પણ મને શરુઆતમાં મને અનુભવ થયો કે વિદેશમાં ભારતીયો પ્રત્યે કોઇને વિશ્વાસ ન હતો. તમે ગમે તે ક્ષેત્રમાં હોવ પણ તમારી વિશ્વસનીયતા જાળવી રાખવી જોઇએ. ઇન્ટીગ્રીટીથી કામ કરીને સાચુ કામ કરો. ક્યારેય શોર્ટ કટ ના લો.
નવી પેઢીને સલાહ
ફરહાન પેટ્ટીવાલા આજની યુવા પેઢીને અપીલ કરતા કહે છે કે દરેકના હાથમાં આજે મોંઘો સ્માર્ટ ફોન છે પણ તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે જાતે નક્કી કરવાનું હોય છે. તમે કલાકો સુધી ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં પસાર કરો પણ ત્યારબાદ વિચાર કરો કે મે તે કલાકો દરમિયાન શું મેળવ્યું ...આ સમય ગાળા દરમિયાન અન્ય કઇ ચીજ હું કરી શકું તેનો પણ વિચાર કરવો જોઇએ.
ભારત હવે ધીમે ધીમે વેસ્ટ્રન વર્લ્ડની ટેક્સેસન પદ્ધતી તરફ જઇ રહ્યું છે
ફરહાન પેટ્ટીવાલાએ તાજેતરમાં રજૂ થયેલા બજેટ અંગે પણ પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું કે બજેટ દરેક સરકારની કવાયત છે જેમાં તે જોવાય છે કે ક્યાંકથી લઇને ક્યાંક આપવાનું છે. ભારત હવે ધીમે ધીમે વેસ્ટ્રન વર્લ્ડની ટેક્સેસન પદ્ધતી તરફ જઇ રહ્યું છે. લોકો પાસે પૈસો બચશે તો તે વાપરશે અને તેનાથી ઇકોનોમીને ફાયદો થશે.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિશે વાત કરતાં ફરહાન પેટ્ટીવાલાએ કહ્યું કે હું તેમના વિશે કોઇ કોમેન્ટ કરવા યોગ્ય વ્યક્તિ નથી. પણ ગૌતમ અદાણીએ ખુબ હાર્ડ વર્ક કર્યું છે અને ઘણા ક્ષેત્રોમાં નવી ઉંચાઇ પ્રાપ્ત કરી છે.
કાચબાની જેમ ચાલવામાં વાંધો નથી પણ સાચી દિશામાં ચાલો
ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં ફરહાન પેટ્ટીવાલાએ કહ્યું કે કાચબાની જેમ ચાલવામાં વાંધો નથી પણ સાચી દિશામાં ચાલવું જરુરી છે. આપણા દેશની દિશા સાચી દિશામાં છે અને વેપાર ઉદ્યોગ દેશના યુવાધન માટે સલામત છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.