Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સફેદ રફલ ગાઉનમાં 'ફેરી પ્રિન્સેસ' ઉર્વશી રૌતેલાની સુંદરતાથી ચાહકો દંગ

ખૂબસૂરત ઉર્વશીએ આ વખતે કાન્સના રેડ કાર્પેટ પર પદાર્પણ કર્યું છે. રેડ કાર્પેટ પર ઉર્વશી રૌતેલા ગ્લેમરસ વ્હાઇટ કલરના ગાઉનમાં જોવા મળી હતી. આ લુકમાં કાન્સ 2022 ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસથી જ બોલિવૂડ સુંદરીઓનો દબદબો છે. બી ટાઉન અભિનેત્રીએ તેની સુપર સ્ટાઇલિશ અને સિઝલિંગ લૂકમાં એક પછી એક કાન્સના રેડ કાર્પેટ પર ધમાલ મચાવી દીધી. દીપિકા પાદુકોણ બાદ હવે બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી ઉરà
07:24 AM May 18, 2022 IST | Vipul Pandya
ખૂબસૂરત ઉર્વશીએ આ વખતે કાન્સના રેડ કાર્પેટ પર પદાર્પણ કર્યું છે. રેડ કાર્પેટ પર ઉર્વશી રૌતેલા ગ્લેમરસ વ્હાઇટ કલરના ગાઉનમાં જોવા મળી હતી. આ લુકમાં કાન્સ 2022 ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસથી જ બોલિવૂડ સુંદરીઓનો દબદબો છે. 
બી ટાઉન અભિનેત્રીએ તેની સુપર સ્ટાઇલિશ અને સિઝલિંગ લૂકમાં એક પછી એક કાન્સના રેડ કાર્પેટ પર ધમાલ મચાવી દીધી. દીપિકા પાદુકોણ બાદ હવે બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો લુક પણ સામે આવ્યો છે. ખૂબસૂરત ઉર્વશીએ આ વખતે કાન્સના રેડ કાર્પેટ પર પદાર્પણ કર્યું છે. 
રેડ કાર્પેટ પર ઉર્વશી રૌતેલા ગ્લેમરસ વ્હાઇટ કલરના ગાઉનમાં જોવા મળી હતી.આ એક ઑફ શોલ્ડર રફલ ગાઉનમાં ઉર્વશી કોઈ પરીથી ઓછી દેખાઈ રહી નથી. અભિનેત્રીએ સ્ટાઇલિશ ઇયર રિંગ્સ અને બ્રેસલેટ સાથે તેના રેડ કાર્પેટ લુકને કમ્પલિટ કર્યો સાથે જ લાલ લિપસ્ટિક ઉર્વશીના ચાર્મમાં વધારો કર્યો
ઉર્વશીનો ડ્રેસ જેટલો સ્ટાઈલિશ છે, તેનો મેકઅપ પણ એટલો જ સુંદર હતો. અભિનેત્રીએ સફેદ આઉટફિટ સાથે લાલ લિપસ્ટિક લગાવીને તેના મેકઅપને બોલ્ડ લુક આપ્યો હતો. ગ્લોઈંગ બેઝ, કાજલ, આઈલાઈનર, મસ્કરા અને બ્લશર સાથે ઉર્વશીતેના મેકઅપને ગ્લેમ ટચ આપ્યો. સાથે વાળનો બન તેના દેખાવમાં વધારાનો ચાર્મ ઉમેરી રહ્યો છે. 
કાન્સના રેડ કાર્પેટ પરથી ઉર્વશીના ઘણા વીડિયો અને ફોટા ઇન્ટરનેટ પર છવાયેલા છે. ઉર્વશીના ફોટા ઘણા અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યા છેઉર્વશી રૌતેલાના કાન્સ રેડ કાર્પેટ લુકએ ચાહકોને દંગ કરી દીધા છે. ફેન્સ અભિનેત્રીના વખાણ કરતા થાકતા નથી.
Tags :
cans2022cansfilmfestival2022GujaratFirsturvasirotalawhitelook
Next Article