વાયુ પ્રદૂષણના કારણે દરેક વ્યક્તિ પોતાના જીવનના 2.2 વર્ષ ગુમાવી રહ્યો છે, સંશોધનમાં ખુલાસો
કોરોના મહામારીએ દુનિયા આખીને મુશ્કેલીમાં મુકી હતી અને હજુ પણ તેવી સંભાવના રહેલી છે. એક સમય હતો કે જ્યારે એવું લાગતું હતું કે કોરોના વાયરસ માનવજાત સામેનો સૌથી મોટો ખતરો છે. જો કે હવામાનશાસ્ત્રીઓના મતે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ તેનાથી પણ મોટો ખતરો છે. પૃથ્વીનું તાપમાન દર વર્ષે 1.5 ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે. 2021માં યુનિવર્સિટી ઓફ શિકાગોના રિપોર્ટ પ્રમાણે વાયુ પ્રદૂષણને
04:28 PM May 02, 2022 IST
|
Vipul Pandya
કોરોના મહામારીએ દુનિયા આખીને મુશ્કેલીમાં મુકી હતી અને હજુ પણ તેવી સંભાવના રહેલી છે. એક સમય હતો કે જ્યારે એવું લાગતું હતું કે કોરોના વાયરસ માનવજાત સામેનો સૌથી મોટો ખતરો છે. જો કે હવામાનશાસ્ત્રીઓના મતે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ તેનાથી પણ મોટો ખતરો છે. પૃથ્વીનું તાપમાન દર વર્ષે 1.5 ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે. 2021માં યુનિવર્સિટી ઓફ શિકાગોના રિપોર્ટ પ્રમાણે વાયુ પ્રદૂષણને કારણે લગભગ દરેક વ્યક્તિ પોતાના જીવનના 2.2 વર્ષ ગુમાવી રહ્યો છે.
2019માં વાયુ પ્રદૂષણથી ભારતમાં 17 લાખ મોત
વિશ્વમાં બીજા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતના મોટા શહેરોમાં પણ વાયુ પ્રદૂષણને કારણે નાની ઉંમરે લોકોના મોતમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. ડિસેમ્બર 2020માં ICMR દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં 2019માં વાયુ પ્રદૂષણને કારણે 17 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. જે દેશમાં કુલ મૃત્યુના 18 ટકા છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે છેલ્લા બે દાયકામાં ભારતમાં પ્રદૂષણના પીએમ 2.5 રજકણોના કારણે થતા મૃત્યુમાં 2.5 ગણો વધારો થયો છે. 1990માં તેના કારણે 2,79,500 મૃત્યુ થયા હતા, જે વર્ષ 2019 સુધીમાં વધીને 9,79,900 થઈ ગયા છે. ગ્રીન થિંક ટેન્ક સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (CSE)ના ડેટા પર વિશ્વાસ કરવામાં આવે તો ભારતમાં 16.7 લાખ મૃત્યુ પ્રદૂષણ અને પ્રદૂષણ સંબંધિત રોગોને કારણે થાય છે.
દુનિયાની 99% વસ્તી વાયુ પ્રદૂષણથી પ્રભાવિત
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અહેવાલ પ્રમણે વિશ્વની લગભગ 99% વસ્તી વાયુ પ્રદૂષણના જોખમનો સામનો કરી રહી છે. જેના કારણે નાની ઉંમરે હૃદયરોગ, સ્ટ્રોક, ક્રોનિક પલ્મોનરી ડિસીઝ, કેન્સર અને ન્યુમોનિયા સહિતના રોગોનું જોખમ વધી જાય છે. WHOના રિપોર્ટ પ્રમાણે દક્ષિણ એશિયાના શહેરોમાં વાયુ પ્રદૂષણને કારણે નાની ઉંમરમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક વર્ષમાં 24 હજાર લોકો અકાળ મૃત્યુનો શિકાર બની રહ્યા છે. તો ભારતના 8 શહેરો મુંબઈ, બેંગ્લોર, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નાઈ, સુરત, પુણે અને અમદાવાદમાં કુલ એક લાખ આ પ્રકારના કેસ સામે આવ્યા છે.
પ્રદૂષણો માટે મોટા શહેરો જવાબદાર
યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ અને યુનિવર્સિટી કોલેજ લંડન (UCL)ના સંશોધન મુજબ, વિશ્વના ઝડપથી વિકસતા ઉષ્ણકટિબંધીય શહેરોમાં 14 વર્ષમાં લગભગ 1,80,000 લોકો વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ પામ્યા છે. આ સાથે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ક્લાઇમેટ ચેન્જ અને પ્રદૂષણને કારણે વિશ્વભરમાં 2030 થી 205 ની વચ્ચે દર વર્ષે 2,50,000 મોતનો વધારો થશે તેવી આગાહી કરી છે. પ્રદૂષણનું સૌથી મોટું કારણ શહેરો અને નગરોમાં મોટી સંખ્યામાં વધતી વસ્તી છે. એક કરોડથી વધુની વસ્તી ધરાવતા શહેરો, કોંક્રિટથી બનેલી ત્યાંની મોટી ઇમારતો અને મકાનો તથા વાહનો આજે વિશ્વભરના CO2 ઉત્સર્જનના 75 ટકા માટે જવાબદાર છે.
Next Article