Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગૃહ મંત્રી અમિત શાહના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ

ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરવામાં આવ્યું છે. આ વિમાન અગરતલા જઈ રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે પ્લેનને ડાયવર્ટ કરવામાં આવ્યું છે. ખરાબ વિઝિબિલિટીના કારણે બની ઘટનાકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું વિમાન ખરાબ વિઝિબિલિટીના કારણે બુધવારે રાત્રે અગરતલાના મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર ઉતરી શક્યું ન હતું. ATC સૂત્રોએ જણાàª
01:10 AM Jan 05, 2023 IST | Vipul Pandya
ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરવામાં આવ્યું છે. આ વિમાન અગરતલા જઈ રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે પ્લેનને ડાયવર્ટ કરવામાં આવ્યું છે. 

ખરાબ વિઝિબિલિટીના કારણે બની ઘટના
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું વિમાન ખરાબ વિઝિબિલિટીના કારણે બુધવારે રાત્રે અગરતલાના મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર ઉતરી શક્યું ન હતું. ATC સૂત્રોએ જણાવ્યું કે વિમાનને ગુવાહાટી ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું. તેમનું પ્લેન ગુવાહાટીમાં લેન્ડ થઈ ગયું છે અને તેમણે ત્યાં રાત વિતાવી હતી. અમિત શાહ બુધવારે રાત્રે અગરતલા પહોંચવાના હતા અને બીજા દિવસે પૂર્વોત્તર રાજ્યમાં બે રથયાત્રાને લીલી ઝંડી આપવાના હતા.

ભાજપના નેતાઓએ આ માહિતી આપી 
બીજેપી નેતાઓએ કહ્યું હતું કે શાહ રાજ્યની રાજધાની અગરતલાથી લગભગ 190 કિમી દૂર ઉત્તર ત્રિપુરામાં ધર્મનગરની પ્રથમ મુલાકાત લે તેવી સંભાવના છે, જ્યાં તેઓ પ્રથમ રથયાત્રાને લીલી ઝંડી આપશે. બાદમાં, તેઓ બીજી રથયાત્રાને લીલી ઝંડી આપવા માટે બાંગ્લાદેશ સરહદ નજીક દક્ષિણ ત્રિપુરામાં સબરૂમની મુલાકાત લેશે. આ પછી કેન્દ્રીય ગૃહમંત્રી ત્રિપુરાથી રવાના થશે.

ત્રિપુરામાં ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે
મુખ્યમંત્રી માણિક સાહા અને માહિતી અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુશાંત ચૌધરી સોમવારે રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ પહેલા પાર્ટીની મેગા રેલીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ધર્મનગર અને સબરૂમની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ત્રિપુરામાં ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે બે રથયાત્રાના ભાગરૂપે અનેક જાહેર સભાઓ અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 12 જાન્યુઆરીએ કાર્યક્રમના સમાપન દિવસે હાજર રહે તેવી શક્યતા છે.
આ પણ વાંચો--કેન્દ્ર સરકારે જનતાને નવી ભેટ આપવાનો કર્યો નિર્ણય, 8 લાખ પરિવારોને મફતમાં મળશે આ સુવિધા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AMITSHAHEmergencylandingGujaratFirst
Next Article