ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જોશીમઠથી 250 કિમી દુર ભૂકંપનો આંચકો, લોકોમાં ગભરાટ

ઉત્તરાખંડ (Uttarakhand)ના જોશીમઠ (Joshimath)માં જમીનમાં અને મકાનોમાં પડેલી તિરાડો વચ્ચે ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મધરાતે 2:12 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9 માપવામાં આવી છે. જો કે રાહતની વાત એ છે કે હાલમાં આ ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી. તમને જણાવી દઈએ કે જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે અનેક ઈમારતોમાં તિરાડો પડી જવાને કારણે હંગામો મચી ગયો છે. રસ્તાઓમાં પણ અનà«
04:22 AM Jan 13, 2023 IST | Vipul Pandya
ઉત્તરાખંડ (Uttarakhand)ના જોશીમઠ (Joshimath)માં જમીનમાં અને મકાનોમાં પડેલી તિરાડો વચ્ચે ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મધરાતે 2:12 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9 માપવામાં આવી છે. જો કે રાહતની વાત એ છે કે હાલમાં આ ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી. તમને જણાવી દઈએ કે જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે અનેક ઈમારતોમાં તિરાડો પડી જવાને કારણે હંગામો મચી ગયો છે. રસ્તાઓમાં પણ અનેક જગ્યાએ મોટી તિરાડો પડી ગઈ છે.
રાત્રે 2.12 કલાકે ભૂકંપના આંચકા
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાંથી આફત હટવાનું નામ નથી લઈ રહી. ગુરુવારે રાત્રે 2.12 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર 240 કિમી દૂર હતું. જો કે આંચકો તીવ્ર ન હતો, પરંતુ આ આંચકા જોશીમઠની ડૂબતી જમીનને વધુ નુકસાન પહોંચાડે તેવી આશંકા છે.
જોશીમઠમાં સતત તિરાડો પડી રહી છે
જોશીમઠની ભૂમિ પહેલેથી જ ડૂબી રહી છે. ભૂસ્ખલનને કારણે, 760 મકાનોની ઓળખ કરવામાં આવી છે જેમાં આંશિક અથવા ગંભીર તિરાડો પડી છે. આમાંથી ઘણી ઇમારતો ગંભીર હાલતમાં છે જેના કારણે તેને તોડી પાડવી પડી છે. આવી સ્થિતિમાં, તાજેતરના ભૂકંપના આંચકા પછી, પહેલેથી જ નબળા આ મકાનોને વધુ નુકસાન થવાની આશંકા છે.

હિમ વર્ષા થતાં લોકોની સ્થિતી દયનિય
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠમાં બગડતી હવામાનની સ્થિતિને કારણે અગાઉ તિરાડો પડવાને કારણે ભારે ઠંડીએ પીડિતોની ચિંતા વધારી દીધી છે. જોશીમઠમાં બુધવારે સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને ઊંચા શિખરો પર હળવી હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી. જેના કારણે આ વિસ્તારમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને છેલ્લા કેટલાક દિવસો કરતા વધુ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

5 જિલ્લાઓ સિસ્મિક ઝોન 5 માં આવે છે
ઉત્તરાખંડના 5 જિલ્લા સિસ્મિક ઝોન 5માં આવે છે એટલે કે ભૂકંપની દૃષ્ટિએ સૌથી સંવેદનશીલ અથવા સૌથી ખતરનાક ઝોન. આ જિલ્લાઓ રૂદ્રપ્રયાગ, બાગેશ્વર, પિથોરાગઢ, ચમોલી અને ઉત્તરકાશી છે. જ્યારે, ઉધમ સિંહ નગર, નૈનીતાલ, ચંપાવત, હરિદ્વાર, પૌરી ગઢવાલ અને અલમોડા જિલ્લાઓ સિસ્મિક ઝોન 4માં સામેલ છે. આનાથી ખ્યાલ આવે છે કે ઉત્તરાખંડના પહાડોમાં દરેક હિલચાલ કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે.

ચમોલીના કર્ણપ્રયાગમાં જોશીમઠ જેવી સ્થિતિ 
હાલમાં જોશીમઠ પર ભારે સંકટ મંડરાયુ છે. 600 થી વધુ ઘરોના લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. સરકાર સતત બચાવ કાર્યમાં લાગેલી છે અને લોકોને રાહત આપવાની વાત કરી રહી છે. દરમિયાન ચમોલીના કર્ણપ્રયાગમાં જોશીમઠ જેવી સ્થિતિ છે.
જોશીમઠથી 75 કિમી દૂર કર્ણપ્રયાગની બહુગુણા કોલોનીમાં 2 ડઝનથી વધુ ઘરોમાં તિરાડો દેખાઈ છે. બહુગુણા કોલોનીના આ મકાનોમાં પ્રથમ તિરાડો લગભગ એક દાયકા પહેલા દેખાઈ હતી, પરંતુ હવે આ તિરાડો પહોળી અને લાંબી થઈ ગઈ છે.
આ પણ વાંચો--આજથી 'ગંગા'ના પાણીમાં તરશે વિશ્વનું સૌથી લાંબુ રિવર ક્રૂઝ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
earthquakeGujaratFirstJoshimathUttarakhandUttarkashi
Next Article