Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ડિમ્પલ કાપડિયાનો ભત્રીજો સુરેન્દ્રનગરમાં બાઇક ચોરીમાં ઝડપાયો

સુરેન્દ્રનગર (Surendranagar) જીલ્લા પોલીસે (Police) 40 બાઇકની ચોરી કરનારી ત્રિપુટીને ઝડપી લીધી છે. આ બાઇક ચોરોમાં એક અભિનેત્રી ડિમ્પલ કાપડિયા ( Dimple Kapadia)ના ભત્રીજાનો પણ સમાવેશ થાય છે. પોલીસે સુરેન્દ્રનગર જીલ્લાના વિવિધ સ્થળોએથી બાઇક ચોરીની ઉંડી તપાસ કરતાં આ ત્રિપુટી ઝડપાઇ હતી. અલગ અલગ શહેરોમાં 40 બાઇકની ચોરીપોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં સતત બાઇક ચોરીના બનાવો બનતાà
02:28 AM Jan 03, 2023 IST | Vipul Pandya
સુરેન્દ્રનગર (Surendranagar) જીલ્લા પોલીસે (Police) 40 બાઇકની ચોરી કરનારી ત્રિપુટીને ઝડપી લીધી છે. આ બાઇક ચોરોમાં એક અભિનેત્રી ડિમ્પલ કાપડિયા ( Dimple Kapadia)ના ભત્રીજાનો પણ સમાવેશ થાય છે. પોલીસે સુરેન્દ્રનગર જીલ્લાના વિવિધ સ્થળોએથી બાઇક ચોરીની ઉંડી તપાસ કરતાં આ ત્રિપુટી ઝડપાઇ હતી. 

અલગ અલગ શહેરોમાં 40 બાઇકની ચોરી
પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં સતત બાઇક ચોરીના બનાવો બનતાં જીલ્લા એલસબીએ તપાસ શુ કરી હતી અને તપાસના આધારે પોલીસે ચોટીલાની ખોજા સોસાયટીમાં રહેતા 40 વર્ષના સીરાઝ ઉર્ફે ચીન્ટુ મનુભાઇ કાપડિયા, રાજુ મોહન ગીલાણીને ઝડપી લીધા હતા. આ બંને શખ્સોએ સુરેન્દ્રનગર,લીંબડી,  જોરાવરનગર, વાપી, રાજકોટ, જસદણ, વાંકાનેર, ધ્રોલ, ભરુચ, વિરમગામ, ધંધુકા સહિતના સ્થળોએથી 40 કરતા વધુ બાઇકની ચોરી કરી હતી. 
ચોરી કરીને અન્યને વેચી દેતા
બંને શખ્સો બાઇકની ચોરી કરીને  સાયલાના ધારાડુંગરી ગામે રહેતા રામસિંગ જકશીભાઇ બોહકીયાને વેચતા હતા જેથી પોલીસે રામસિંગને પણ ઝડપી લીધો હતો. રામસિંગ ચોરાયેલી બાઇક પર બેથી અઢી હજારનું કમિશન ચઢાવીને બજારમાં વેચી દેતો હતો

સીરાઝ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાનો ભત્રીજો
પોલીસ સુત્રોએ જણાવ્યું કે બાઇક ચોર સીરાઝ કાપડિયા ફિલ્મ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાનો ભત્રીજો થાય છે અને ડિમ્પલ સીરાઝની ફોઇ થાય છે. સીરાઝ અગાઉ અમેરિકામાં ડ્રાઇવિંગ કરતો હતો અને ત્યાં તેને દોઢ લાખ પગાર હતો. ચોટીલાની યુવતીના પ્રેમમા પાગલ સીરાઝ વતન પરત આવ્યો હતો. 
આ પણ વાંચો--છાપરી ગામની સીમમાં હત્યાના મામલો નાસતા ફરતા આરોપીને પોલીસે ધરપકડ કરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 
Tags :
BikeTheftDimpleKapadiaGujaratFirstpoliceSurendranagar
Next Article