Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુપ્ત નવરાત્રીમાં મા અંબાના દર્શન કરવા અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji ) ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠો મા આદ્યશક્તિ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ખાતે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અંબાજી મંદિર પર 358 સુવર્ણ નાના મોટા સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિર ને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.આજથà«
09:29 AM Jan 22, 2023 IST | Vipul Pandya
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji ) ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠો મા આદ્યશક્તિ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ખાતે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અંબાજી મંદિર પર 358 સુવર્ણ નાના મોટા સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિર ને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.આજથી મહા મહિનાની ગુપ્ત નવરાત્રી (Gupta Navratri)નો  પ્રથમ દિવસ હોઈ અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
નવચંડી યજ્ઞનું આયોજન
અંબાજી મંદિર ખાતે ભક્તો વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે મહા નવરાત્રી,ચૈત્ર નવરાત્રી,અષાઢ નવરાત્રી અને આસો નવરાત્રીએ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને માતાજીની જય જય કાર બોલાવતા હોય છે.આજે અંબાજી મંદિરની હવનશાળામાં ઘણા ભક્તોએ નવચંડી યજ્ઞ કરાવ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી માઈ ભક્તોને કોઈ પણ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ટ્રસ્ટ  તરફથી કરાઈ હતી.

ગુપ્ત નવરાત્રીમાં દશ મહાવિદ્યાની વિશેષ પુજા થાય છે
આજથી દેશભરમાં ગુપ્ત મહા મહિનાની નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે આ નવરાત્રીમાં શક્તિની સાધનાનું ઘણું મોટું મહત્વ છે.સનાતન ધર્મ મા આ નવરાત્રીને સૌથી પવિત્ર માનવામાં આવે છે.ચૈત્ર અને આસો માસ સિવાયની મહા અને અષાઢ માસની નવરાત્રીને ગુપ્ત નવરાત્રી થી ઓળખવામાં આવે છે.ગુપ્ત નવરાત્રીમાં દશ મહાવિદ્યા ની વિશેષ પુજા થાય છે.એકમ થી નવમ સુધી માં અંબા, માં દુર્ગાની વિશેષ પુજા અર્ચના અને શણગાર કરાય છે.માતાજીના અલગ અલગ નવ રૂપોને વિશેષ રીતે શણગારવામાં આવે છે અને તેમની આરાધના કરાય છે.જે ભક્તો આ ગુપ્ત નવરાત્રીમાં માતાજીની આરાધના કરે છે તેમને માતાજી વિશેષ ફળ આપે છે.

સાત સમંદર પારથી ઓસ્ટ્રેલીયા અને અમેરીકાથી ભક્તો આવ્યા
અંબાજી મંદિર ખાતે આજે વહેલી સવારથી માતાજીના ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને મંદિર પરીસર મા બોલ મારી અંબે જયજય અંબે નો નાદ કરતા જોવા મળ્યા હતા.આ નવરાત્રીને દક્ષિણ ભારતમા  દેવી શ્યામલા નવરાત્રીથી ઓળખવામાં આવે છે.આજે અંબાજી મંદિર ખાતે દેશ વિદેશના ભક્તો દર્શન કરવા આવ્યા હતા અને ચાચર ચોકમાં ભક્તો મોટી સંખ્યામા માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા. છેક સાત સમંદર પાર થી ઓસ્ટ્રેલીયા અને અમેરીકા થી ભક્તો હવન કરવા આવ્યા હતા અને માતાજીના આશીર્વાદ લીધા હતા. ચંદ્રાબેન દેસાઈ પરીવાર અને શુશીલા બેન મોદી પરીવારે પણ અંબાજી મંદિર ખાતે પોતાના પરીવાર સાથે માતાજીના ગુપ્ત નવરાત્રીના પ્રથમ દિવસે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. 

અંબાજી મંદિર હવનશાળાના નિલેશ ભાઈ શાસ્ત્રીએ જણાવ્યો ગુપ્ત નવરાત્રીનો મહિમા 
અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજે પણ ગુપ્ત નવરાત્રીનું વિશેષ મહિમા જણાવ્યું છે તો અંબાજી મંદિરની હવનશાળામાં હવન કરતા શાસ્ત્રી નિલેશભાઈ એ પણ જણાવ્યું કે ગુપ્ત નવરાત્રીએ ભક્તોએ  માતાજીની આરાધના કરવી જોઈએ અને ભક્તોએ  આ નવરાત્રિમાં માતાજીની આરાધના કરવાથી વિશેષ ફળ મળે છે.માતાજીને રોજે રોજ અલગ અલગ રૂપની નવ દિવસ સુધી પુજા અર્ચના કરવી જોઈએ અને હવન કરવાથી માતાજીના જાપ કરવાથી માતાજી ભક્તો પર પ્રસન્ન થાય છે.
અમેરીકાની બહેને નવચંડી યજ્ઞ કરાવ્યો 
અમેરીકાના ફ્લોરીડા ખાતે વર્ષોથી સ્થાઈ થયેલા મીનલ બેન પટેલે જણાવ્યું હતું કે હું મૂળ ગુજરાતી છુ અને આણંદ પાસેના નરસંડા ગામની વતની છુ અને છેલ્લા 32 વર્ષથી અમેરીકા ખાતે સ્થાઈ થઇ છુ.આજે મે પ્રથમ ગુપ્ત નવરાત્રીએ નવચંડી યજ્ઞ કરાવ્યો છે.હું અમેરીકા હોઉ તો પણ માતાજીને રોજ યાદ કરી આરાધના કરું છું અને માતાજીએ મારા તમામ કાર્ય પુરા કરેલ છે. 

શિકાગો અમેરીકાથી પણ ભક્ત દર્શન કરવા આવ્યા 
અનીલ પંડયા મૂળ ડુંગરપુર રાજસ્થાનના રહેવાસી છે અને છેલ્લા 25 વર્ષથી અમેરીકાના શિકાગો  ખાતે સ્થાઈ થયેલા છે અને તેમના 2 બાળકો હાલ અમેરીકા મા કંપની મા સારા હોદા પર છે  અને તેમને હાલ પોતાનું નવું મકાન વડોદરા ખાતે બનાવેલ છે.અનિલભાઈએ જણાવ્યું હતું કે અમે વર્ષમાં એક વખત અમેરીકાથી માતાજીના દર્શન કરવા આવીયે છીએ.અંબાજી માતાજીએ અમારી તમામ મનોકામના પૂર્ણ કરી છે.  

 ઓસ્ટ્રેલીયા થી પરીવાર અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યો 
સનિ શાહ એડિલેડ 16 વર્ષથી ઓસ્ટ્રેલીયા ખાતે સ્થાઈ થયેલા છે અને મૂળ ગુરુકુળ અમદાવાદ ના રહેવાસી છુ અને તેમણે જણાવ્યું હતું કે આજે અમે મારા 2 બાળકો અને પત્ની સાથે આજે અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યા છીએ અને અંબાજી માતાજી અમને ખુબ સારા આશીર્વાદ આપેલ છે અને અમે ઓસ્ટ્રેલીયા ખાતે પણ માતાજીની આરાધના કરીયે છીએ. 
આ પણ વાંચો--આજથી માતાજીની આરાધના માટે 'ગુપ્ત નવરાત્રી' શરુ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AmbajiGujaratFirstGuptaNavratriMaaAmba
Next Article