Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતીય વાયુસેના અને જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ વચ્ચે યોજાઇ સંરક્ષણ કવાયત

ભારતીય વાયુસેના (IAF) અને જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ (JASDF) વચ્ચે જાપાનમાં યોજાયેલી દ્વિપક્ષીય વાયુ સંરક્ષણ કવાયત 'વીર ગાર્ડિયન 2023'નું પ્રારંભિક સંસ્કરણ 26 જાન્યુઆરી 2023ના રોજ સંપન્ન થયું છે.IAFની ટૂકડીએ Su-30 MKI એરક્રાફ્ટ સાથે તેમાં ભાગ લીધોJASDF એ પોતાના F-2 અને F-15 એરક્રાફ્ટ સાથે આ કવાયતમાં ભાગ લીધો હતો, જ્યારે IAFની ટૂકડીએ Su-30 MKI એરક્રાફ્ટ સાથે તેમાં ભાગ લીધો હતો. IAFની ફાઇટર ટૂકડીમાં પૂરક તરીકે એક IL-78 ફ
ભારતીય વાયુસેના અને જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ વચ્ચે યોજાઇ સંરક્ષણ કવાયત
ભારતીય વાયુસેના (IAF) અને જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ (JASDF) વચ્ચે જાપાનમાં યોજાયેલી દ્વિપક્ષીય વાયુ સંરક્ષણ કવાયત 'વીર ગાર્ડિયન 2023'નું પ્રારંભિક સંસ્કરણ 26 જાન્યુઆરી 2023ના રોજ સંપન્ન થયું છે.

IAFની ટૂકડીએ Su-30 MKI એરક્રાફ્ટ સાથે તેમાં ભાગ લીધો
JASDF એ પોતાના F-2 અને F-15 એરક્રાફ્ટ સાથે આ કવાયતમાં ભાગ લીધો હતો, જ્યારે IAFની ટૂકડીએ Su-30 MKI એરક્રાફ્ટ સાથે તેમાં ભાગ લીધો હતો. IAFની ફાઇટર ટૂકડીમાં પૂરક તરીકે એક IL-78 ફ્લાઇટ રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ અને બે C-17 ગ્લોબમાસ્ટર વ્યૂહાત્મક એરલિફ્ટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને સમાવવામાં આવ્યા હતા.

બંને દેશોની વાયુસેનાઓએ જટિલ અને વ્યાપક હવાઇ દાવપેચમાં ભાગ લીધો
16 દિવસની સંયુક્ત તાલીમ દરમિયાન, બંને દેશોની વાયુસેનાઓ બહુવિધ સિમ્યુલેટેડ પરિચાલન સ્થિતિઓમાં જટિલ અને વ્યાપક હવાઇ દાવપેચમાં ભાગ લીધો હતો. આ કવાયતમાં બંને વાયુસેના દ્વારા સચોટ આયોજન અને કૌશલ્યપૂર્ણ અમલીકરણના અભિગમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. IAF અને JASDF વિઝ્યુઅલ અને વિઝ્યુઅલથી આગળના રેન્જ સેટિંગ્સમાં હવાઇ લડાઇ દાવપેચ, ઇન્ટરસેપ્શન અને વાયુ સંરક્ષણ મિશનમાં જોડાયેલા છે. ભાગ લેનારી બંને વાયુસેનાના એર-ક્રૂ પણ એકબીજાના ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરવામાં જોડાયા હતા જેથી તેઓ એકબીજાની પરિચાલન દાર્શનિકતાની ઊંડી સમજણ મેળવી શકે.
'વીર ગાર્ડિયન 2023'
'વીર ગાર્ડિયન 2023' નામની આ કવાયતે બંને દેશોની વાયુસેનાઓમાં પારસ્પરિક સમજણ વધારવાની તક પૂરી પાડી હતી. આ કવાયતમાં IAF અને JASDFના જવાનો વચ્ચે સંખ્યાબંધ પાયાના સ્તરના સંવાદો પણ જોવા મળ્યા હતા જેમાં બંને પક્ષો દ્વારા વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આનાથી કવાયતમાં ભાગ લેનારી ટૂકડીઓ એકબીજાની શ્રેષ્ઠ પ્રથાઓ વિશે અમૂલ્ય સમજણ મેળવવા અને એકબીજાની અનન્ય ક્ષમતાઓમાંથી શીખવા માટે સમર્થ બની હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.