Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત સ્થાપના દિવસની સરકારી કર્મી-પેન્શનરો આપવામાં આવી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

પહેલી મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ. આજે રાજ્યકક્ષાની ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પાટણમાં કરવામાં આવી હતી. સામાન્ય રીતે રાજ્યના તહેવારોની ઉજવણી પાટનગરમાં થતી હોય છે પરંતુ કોઈ પણ રાષ્ટ્રીય પર્વો ની  પાટનગરના બદલે અન્ય સ્થાનો પાર કરવાનો નિર્ણય દેશના હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો. જેને પરિણામે ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પાટ
ગુજરાત સ્થાપના દિવસની સરકારી કર્મી પેન્શનરો આપવામાં આવી ભેટ  મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
પહેલી મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ. આજે રાજ્યકક્ષાની ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પાટણમાં કરવામાં આવી હતી. સામાન્ય રીતે રાજ્યના તહેવારોની ઉજવણી પાટનગરમાં થતી હોય છે પરંતુ કોઈ પણ રાષ્ટ્રીય પર્વો ની  પાટનગરના બદલે અન્ય સ્થાનો પાર કરવાનો નિર્ણય દેશના હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો. જેને પરિણામે ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પાટણ ખાતે કરવામાં આવી હતી. આ ક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. પાટણમાં મુખ્યમંત્રીના હસ્તે રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યુ છે. પાટણની મુલાકાતે પહોંચેલા ભૂપેન્દ્ર પટેલે અહીં શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત પાટણ  જિલ્લાના નાગરિકોને 369 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. આ સાથે મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યુ છે કે, પહેલી એપ્રિલની અસરથી રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
એરિયર્સની રકમ 2 હપ્તામાં આપશે
પાટણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્ય સરકારના કર્મીઓ માટે મોટી જાહેરાત કરતા કહ્યું કે, રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત કર્મચારીઓ, પેન્શનર્સ સહિત 9 લાખ જેટલા કર્મચારીઓને 1 જુલાઇ 2021ની અસરથી મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. સરકારે તારીખ 1 જુલાઈ, 2021ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ 3 ટકા વધારાથી જે દસ મહિનાની એરિયર્સની રકમ 2 હપ્તામાં આપશે. પેમનો પ્રથમ હપ્તો મે-2022 અને બીજો હપ્તો જૂન-2022ના પગાર સાથે આપવામાં આવશે. 
વિકાસને આપ્યો વેગ 
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના નાગરિકોને રૂપિયા 369 કરોડના 429 વિકાસ કામોની ભેટ આપવામાં આવી છે. આ કામોમાં પાટણના નાગરિકોને રૂપિયા 264 કરોડના પાણી કામોનો પણ સમાવેશ થાય છે. તેના પગલે પાટણ જિલ્લાના ચાર તાલુકા સહિત કાંકરેજ તાલુકના ખાતમુહૂર્ત નાગરિકોને પણ પાણીના કામોની વિશેષ ભેટ આપી છે. મુખ્યમંત્રીના હસ્તે વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણથી જિલ્લાના અનેક ગામોના 3.22 લાખથી વધુ લોકોને સીધો લાભ મળશે. . 332.61 કરોડના 172  વિકાસ કામોના ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું જયારે  રૂ. 36.32 કરોડના ખર્ચે 257 વિકાસ કામોના લોકાર્પણ કરવામાં આવ્યું છે. 
રિજીયોનાલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ

ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે પાટણ ખાતે રિજીયોનાલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ અત્યાધુનિક વિજ્ઞાન કેન્દ્ર પાટણની ઓળખ બનશે તથા પાટણ સહિત ઉત્તર ગુજરાતના વિજ્ઞાનમાં રસ ધરાવતા યુવાનોને અત્યંત ઉપયોગી નીવડશે. ગુજરાતના લોકોને વિજ્ઞાન તરફ આગળ વધરવા કદમ ભર્યું છે. 
રાજ્યનું પ્રથમ સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટર પાટણમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ રિજયોનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટરમાં ડાયનાસોર ગેલેરી આકર્ષણ કેન્દ્ર બન્યા છે. અહીં મુવીગ અને નોઈઝ કરતા ડાયનાસોર બાળકો અને પાટણના પ્રવાસે આવતા લોકોમાં ખૂબ આકર્ષણ જમાવશે. પાટણ ઉપરાંત રાજ્યમાં સાત અન્ય રીજીયોનલ સાયન્સ સેન્ટર બનવા જઇ રહ્યા છે. આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં તમામ મોટાં શહેરોમાં આઠ નવા પ્રાદેશિક સાયન્સ સેન્ટર બનશે. જે અંતર્ગત આ પ્રકારનું રાજ્યનું પ્રથમ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના સ્થાપના દિવસે પાટણમાં કરવામાં આવ્યું છે. અંદાજે 85 કરોડના ખર્ચે તૈયાર થયેલા રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં અલગ અલગ 5 ગેલેરી ઊભી કરવામાં આવી છે. જેમાં ડાયનાસોર ગેલેરી , ઓપ્ટિક્સ ગેલેરી, હાઇડ્રોપીનોકસ ગેલેરી, નોબલ પ્રાઈઝ ગેલેરી, હ્યુમન સાયન્સ ગેલેરીતૈયાર કરવામાં આવી છે. 
Advertisement
Tags :
Advertisement

.