શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 400 પોઇન્ટ તૂટ્યો
બુધવારે શેર બજાર (Stock Market)ખુલતાં જ સેન્સેક્સ (Sensex)માં 400 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો. શેરબજારને યુએસ ફ્યુચર્સ તરફથી કોઈ સપોર્ટ મળી રહ્યો નથી. ઓટો સેક્ટરમાં 1 ટકાથી વધુનો ઘટાડો છે અને નાણાકીય શેરો પણ તૂટ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો શેરબજારની શરૂઆતમાં આજે બીએસઈનો 30 શેરો વાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 397.39 પોઈન્ટ અથવા 0.70 ટકાના ઘટાડા સાથે 56,710 પર ટ્રેડિંગ ખુલ્યો હતો તથા એનએસઈનો 50 શેરવાળો
Advertisement

બુધવારે શેર બજાર (Stock Market)ખુલતાં જ સેન્સેક્સ (Sensex)માં 400 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો. શેરબજારને યુએસ ફ્યુચર્સ તરફથી કોઈ સપોર્ટ મળી રહ્યો નથી. ઓટો સેક્ટરમાં 1 ટકાથી વધુનો ઘટાડો છે અને નાણાકીય શેરો પણ તૂટ્યા છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો
શેરબજારની શરૂઆતમાં આજે બીએસઈનો 30 શેરો વાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 397.39 પોઈન્ટ અથવા 0.70 ટકાના ઘટાડા સાથે 56,710 પર ટ્રેડિંગ ખુલ્યો હતો તથા એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 136.85 પોઈન્ટ અથવા 0.80 ટકાના ઘટાડા સાથે 16,870 પર ખુલ્યો છે.
સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ
સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 4 શેર જ તેજીના લીલા નિશાનમાં છે અને બાકીના 26 શેરોમાં ઘટાડાનું લાલ નિશાન જોવા મળ્યું છે. બીજી તરફ નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 9 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે 41 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આજના શેરોમાં વધારો
પાવરગ્રીડ, સન ફાર્મા, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ અને એમએન્ડએમના શેરમાં આજના વધતા સેન્સેક્સ શેરોમાં તેજી રહી હતી. વિપ્રો પણ હવે ગ્રીન માર્કમાં આવી ગયું છે. પાવરગ્રીડ, સન ફાર્મા, ડૉ. રેડ્ડીઝ લેબ્સ સાથે સિપ્લા અને આઈશર મોટર્સ નિફ્ટીમાં ટોપ ગેઇનર છે.