Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે U20નો પ્રારંભ કર્યો

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે જી20 (G-20)ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. ભારત માટે જી20ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના નેતૃત્વ હેઠળ ગુજરાતે યુનેસ્કો
09:25 AM Feb 09, 2023 IST | Vipul Pandya
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે જી20 (G-20)ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. ભારત માટે જી20ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના નેતૃત્વ હેઠળ ગુજરાતે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદ ખાતે છઠ્ઠી U20 ની યજમાની કરી. ગુરુવારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે U20નો પ્રારંભ કર્યો હતો.
35થી વધુ આંતરરાષ્ટ્રીય સહભાગી શહેરો આ બેઠકમાં હિસ્સો લઇ રહ્યા છે
છઠ્ઠી U20 બેઠક શહેરો વચ્ચે એકતા સ્થાપિત કરવા માટેનું આહ્વાન કરે છે, જેનો ઉદ્દેશ શહેરો વચ્ચેના સહયોગને વધુ ગાઢ બનાવવાનો અને સામૂહિક રીતે એવા કોમન સોલ્યુશન એટલે કે સમાન ઉકેલો શોધવાનો છે, જે જી20ના સમગ્ર ઉદ્દેશોને અનુરૂપ હોય. આ બેઠક એવા 6 પ્રાથમિકતા ધરાવતા મુદ્દાઓને હાઇલાઇટ કરે છે, જે ગ્લોબલ એજન્ડાઓ પર પ્રતિક્રિયા આપવા માટે શહેરી સ્તરની કાર્યવાહીઓને પ્રેરિત કરવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ વર્ષે અન્ય પ્રતિનિધિઓની સાથે 35થી વધુ આંતરરાષ્ટ્રીય સહભાગી શહેરો આ બેઠકમાં હિસ્સો લઇ રહ્યા છે.
વિનાશક ભૂકંપના મૃતકોને શ્રદ્ધાંજલિ 
છઠ્ઠી U20ના પ્લેનરી સેશનમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. આ સેશનમાં માનનીય કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપસિંઘ પુરીએ પણ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. સત્રની શરૂઆત સિરિયા અને તુર્કીમાં આવેલા વિનાશક ધરતીકંપને કારણે જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપીને કરવામાં આવી હતી. 
U20 એ સમાવેશી અને ટકાઉ અર્થતંત્ર માટે એક સમૃદ્ધ મંચ બની રહેશે
માનનીય મુખ્યમંત્રીશ્રીએ તેમના સંબોધન દરમિયાન કહ્યું, ‘માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અને માર્ગદર્શન હેઠળ ગુજરાત સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું રોલ મોડલ બન્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં U20ની યજમાની કરવી એ અમારા માટે સૌભાગ્યની વાત છે. મને વિશ્વાસ છે કે U20 એ સમાવેશી અને ટકાઉ અર્થતંત્ર માટે એક સમૃદ્ધ મંચ બની રહેશે.’ ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિ જેવી સમૃદ્ધ સંસ્કૃતિ રહેલી છે. રાજ્યમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા આવેલી છે. 
ઇ-ગવર્નન્સને પ્રાથમિકતા
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે માનનીય પીએમ શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોને પગલે ગુજરાતના શહેરોએ જાહેર માળખાકીય સુવિધાઓમાં સંશોધન અને ઇ-ગવર્નન્સને પ્રાથમિકતા આપી છે. તેના પરિણામે અમદાવાદમાં BRTS, મેટ્રો રેલ પ્રોજેક્ટ, ડિજિટલ ગવર્નન્સ, અર્બન કનેક્ટિવિટી વગેરે જેવા પ્રોજેક્ટ્સનો સફળતાપૂર્વક અમલ થયો છે. એટલું જ નહીં, ગુજરાતના શહેરોમાં નાગરિક સુવિધા કેન્દ્રો અને બીયુ પરમિશન સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવી છે. આજે, રાજ્ય પાસે ગિફ્ટ સિટી છે – જે માનનીય વડાપ્રધાનશ્રીની સાકાર થયેલી કલ્પના છે.

ઇઝ ઓફ લિવિંગમાં સતત વધારો 
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, અમે નવીન પ્રોજેક્ટ્સ દ્વારા ગુજરાતમાં ઇઝ ઓફ લિવિંગમાં સતત વધારો કરી રહ્યા છીએ અને મને આશા છે કે G20 ની થીમને કેન્દ્રમાં રાખીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને વધારવા માટે U20માં થનારી ચર્ચાઓમાં આ પ્રકારના વિચારોની ચર્ચા કરવામાં આવશે.
અમદાવાદમાં થનારી ચર્ચાઓ વૈશ્વિક શહેરોની આર્થિક ક્ષમતાને વેગ આપશે
પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંઘ પુરીએ કહ્યું, ‘આ સમિટ જ્યારે વસુધૈવ કુટુંબકમની થીમનો પડઘો પાડી રહી છે, ત્યારે મને ખાતરી છે કે અમદાવાદમાં થનારી ચર્ચાઓ વૈશ્વિક શહેરોની આર્થિક ક્ષમતાને વેગ આપશે. પરંતુ, આપણે તે સસ્ટેનેબલ રીતે કરવું જોઇએ. આપણે જળ સુરક્ષા, શાસન અને આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને પરંપરાગત પ્લાનિંગ મોડલ પર પુનર્વિચાર કરવો જોઈએ. ક્લાઇમેટ ફાઇનાન્સને વેગ આપવા માટે વ્યાપક માળખાગત વિકાસ અને નાણાકીય સાધનોને કન્સેપ્ચ્યુઅલાઇઝ કરવાની જરૂર છે. U20, એ ગ્લોબલ પીયર લર્નિંગ માટે એક મહાન તક છે અને એક વિઝનરી રોડમેપ બનાવવા માટેનું પ્લેટફોર્મ છે. ’
અમદાવાદમાં યજમાની એ શહરીકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે
પોતાના વિશેષ સંબોધનમાં ભારતના જી20 માટેના શેરપા શ્રી અમિતાભ કાંતે જણાવ્યું કે, ‘હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માનું છું કે તેઓએ ખૂબ જ ડિટેઇલિંગ અને પરફેક્શન સાથે G20 તેમજ U20 માટેની વ્યવસ્થાઓ કરી છે. U20 કાર્યક્રમની અમદાવાદમાં યજમાની એ શહરીકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.’
શહેરો વિકાસમાં કેન્દ્રીય ભૂમિકા ભજવશે
તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી દાયકામાં શહેરો વિકાસમાં કેન્દ્રીય ભૂમિકા ભજવશે. કોઈપણ રાષ્ટ્રના વિકાસ માટે આયોજનબદ્ધ, નવીન અને સસ્ટેનેબલ શહેરીકરણ જરૂરી છે. શહેરી વિકાસ અને સંચાલનમાં વ્યવસાયિકતા અને ટેકનોલોજીનો ઉપયોગ વધારવો જોઈએ. શહેરોનો વૈજ્ઞાનિક ઢબે વિકાસ કરવાની જરૂર છે.
શહેરોમાં લોકો કેન્દ્રિત વિકાસ હોવો જોઈએ
ભારતના શેરપાએ જણાવ્યું હતું કે, શહેરોમાં લોકો કેન્દ્રિત વિકાસ હોવો જોઈએ, શહેરનું આયોજન લોકો માટે થવું જોઈએ મોટર કાર માટે નહીં. શહેરી વિકાસમાં લોકોની ભાગીદારી મહત્વપૂર્ણ છે. ગ્રામીણ વિસ્તારના લોકો રોજગારી અને પોતાનું જીવનધોરણ વધુ સારું કરવા માટે શહેરોમાં આવે છે. શહેરો માટે પાણીનું રિસાયક્લિંગ અને મેનેજમેન્ટ જરૂરી છે. પાણીના મુદ્દે રાજકીય ઈચ્છાશક્તિ વધારવી જોઈએ.
વડાપ્રધાનનો આભાર
અમદાવાદના મેયર શ્રી કિરિટ પરમારે કહ્યું, ‘અમદાવાદને U20 મીટિંગની યજમાની કરવાની તક આપવા બદલ હું માનનીય વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરું છું.’ગુજરાતના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, ભારત સરકારના શહેરી ગૃહ નિર્માણ મંત્રાલયના સચિવ શ્રી મનોજ જોષી, ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી, G-20 જૂથના દેશોના પ્રતિનિધિઓ અને શેરપાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો--આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ યોગ સત્રમાં હિસ્સો લઇને U20 સંમેલનનો આરંભ કર્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AhmedabadBhupendraPatelG-20G-20Summit2023GujaratFirstInternationalDelegatesNarendraModiU20ConventionU20Summit
Next Article