Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલ સહિતના આરોપીઓ સામે ચાર્જશીટ

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ચાર્જશીટ રજૂ કલમ 308, 304, 336, 338 અને 114 મુજબ ગુન્હો1262 પેજની ચાર્જશીટ આરોપીમાં જયસુખ પટેલનું નામ સામેલમોરબીની ઝુલતા પુલ (Morbi, Morbi Suspension Bridge) દુર્ઘટનામાં પોલીસે અદાલતમાં 1262 પાનાની ચાર્જશીટ (Charge sheet) રજૂ કરી છે. આ ચાર્જશીટમાં ઓરેવા ગૃપના એમડી જયસુખ પટેલનું પણ નામ છે. ગત 30 ઓક્ટોબરે મોરબીનો નવો બનાવાયેલો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. આરોપીઓ સામે કલમ 308, 304, 336, 338 અને 114 મુજબ ગુન્હો નોંધàª
06:57 AM Jan 27, 2023 IST | Vipul Pandya
  • મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ચાર્જશીટ રજૂ 
  • કલમ 308, 304, 336, 338 અને 114 મુજબ ગુન્હો
  • 1262 પેજની ચાર્જશીટ 
  • આરોપીમાં જયસુખ પટેલનું નામ સામેલ
મોરબીની ઝુલતા પુલ (Morbi, Morbi Suspension Bridge) દુર્ઘટનામાં પોલીસે અદાલતમાં 1262 પાનાની ચાર્જશીટ (Charge sheet) રજૂ કરી છે. આ ચાર્જશીટમાં ઓરેવા ગૃપના એમડી જયસુખ પટેલનું પણ નામ છે. ગત 30 ઓક્ટોબરે મોરબીનો નવો બનાવાયેલો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. આરોપીઓ સામે કલમ 308, 304, 336, 338 અને 114 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. 
ગોઝારી દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં પોલીસે મોરબી સેસન્સ કોર્ટમાં આરોપીઓ સામે 1262 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. 30 ઓક્ટોબરે સર્જાયેલી આ ગોઝારી દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. દુર્ઘટના બાદ સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરાઇ હતી. પોલીસે તાબડતોબ કાર્યવાહી કરીને 9 આરોપીને ઝડપી લીધા હતા પણ પોલીસ મુખ્ય આરોપી ઓરેવા ગૃપના એમડી જયસુખ પટેલને પકડી શકી ન હતી.
જયસુખ પટેલે આગોતરા જામીન અરજી પણ કરેલી છે
દુર્ઘટના બાદ ઓરેવા ગૃપના એમડી જયસુખ પટેલ ફરાર થઇ ગયા હતા અને હજી સુધી તેઓ પોલીસ પકડથી દુર છે. જયસુખ પટેલ સામે કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને જયસુખ પટેલે આગોતરા જામીન અરજી પણ કરેલી છે જેમાં મુદત પડી છે. 1લી ફેબ્રુઆરીએ તેનો ચુકાદો આવશે.

પુલના રિનોવેશનના 5 દિવસ પછી જ પુલ તૂટી પડ્યો હતો. 
ઉલ્લેખનિય છે કે મોરબીમાં 30 ઓક્ટોબરે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના મેઇન્ટેનન્સ અને મેનેજમેન્ટની જવાબદારી ઓરેવા ગૃપની પાસે હતી. જયસુખ પટેલે જ આ પુલનું ઉદ્ઘાટન કરી દીધુ હતું. પુલના રિનોવેશનના 5 દિવસ પછી જ પુલ તૂટી પડ્યો હતો. 
આ પણ વાંચો--રાજ્યમાં કોલ્ડ વેવ વચ્ચે માવઠાની આગાહી, આ વિસ્તારમાં પડી શકે વરસાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AccidentChargeSheetGujaratFirstjaysukhpatelmorbiMorbiSuspensionBridgeOrewaGrouppolice
Next Article