Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MCD ચૂંટણી માટે પ્રચાર પડઘમ થયા શાંત

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના 250 વોર્ડમાં યોજાનારી ચૂંટણી (Election) માટેનો આજે શુક્રવારે સાંજે 5 વાગે  ચૂંટણી પ્રચાર પૂરો થઈ ગયો છે. MCD માટે ચૂંટણી પ્રચારમાં ભાજપ, AAP અને કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડમાં 4 ડિસેમ્બરે મતદાન થશે.  MCD ચૂંટણીના પરિણામો 7 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.પ્રચારના છેલ્લા દિવસે AAP-BJPએ પોતાની તાà
01:21 PM Dec 02, 2022 IST | Vipul Pandya
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના 250 વોર્ડમાં યોજાનારી ચૂંટણી (Election) માટેનો આજે શુક્રવારે સાંજે 5 વાગે  ચૂંટણી પ્રચાર પૂરો થઈ ગયો છે. MCD માટે ચૂંટણી પ્રચારમાં ભાજપ, AAP અને કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડમાં 4 ડિસેમ્બરે મતદાન થશે.  MCD ચૂંટણીના પરિણામો 7 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રચારના છેલ્લા દિવસે AAP-BJPએ પોતાની તાકાત બતાવી
શુક્રવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપ-આપએ તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. આજે બીજેપી વતી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય મંત્રી મિનાક્ષી લેખી અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બીજેપી ઉમેદવારોના પક્ષમાં દિલ્હીના વિવિધ વિસ્તારોમાં રોડ શો કર્યા હતા. આ સાથે AAP તરફથી ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે સીએમ અરવિંદ કેજરીવાલે ટાઉનહોલમાં વેપારીઓ સાથે કેજરીવાલ કાર્યક્રમમાં વાત કરી હતી. 
બીજી તરફ, દિલ્હીના શિક્ષણ વિભાગે એમસીડી ચૂંટણીને લઈને 3 ડિસેમ્બરે તમામ સરકારી શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરી છે.

મતદાન મથકો પર 30,000 સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે
MCD ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.  દિલ્હીમાં 4 તારીખે યોજાનારી એમસીડી ચૂંટણી માટે પોલીસે દક્ષિણ અને પશ્ચિમ ક્ષેત્રના 7 જિલ્લાઓમાં સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.  MCD ચૂંટણી માટે વિવિધ મતદાન મથકો પર 30,000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. આ સાથે, મહત્વપૂર્ણ બૂથ/સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કર્મચારીઓને વધુ તૈનાત કરવામાં આવશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--આફતાબે શ્રદ્ધાનો મોબાઇલ મુંબઇના દરિયામાં ફેંક્યો હતો
Tags :
DelhiElectionGujaratFirstMCDMCDElection
Next Article