Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM MODI વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિ: બ્રિટીશ સાંસદ

બ્રિટિશ સંસદ (British Parliament)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની લોકપ્રિયતાના કિસ્સા સાંભળવા મળ્યા છે. બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીની વચ્ચે બ્રિટિશ સાંસદ લોર્ડ કરણ બિલિમોરિયાએ હાઉસ ઓફ લોર્ડ્સમાં પીએમ મોદીના વખાણ કર્યા. તેમણે કહ્યું કે પીએમ મોદી પૃથ્વીના સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાંના એક છે. બિલિમોરિયાએ ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે પણ ગણાવ્યુà
04:11 AM Jan 22, 2023 IST | Vipul Pandya
બ્રિટિશ સંસદ (British Parliament)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની લોકપ્રિયતાના કિસ્સા સાંભળવા મળ્યા છે. બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીની વચ્ચે બ્રિટિશ સાંસદ લોર્ડ કરણ બિલિમોરિયાએ હાઉસ ઓફ લોર્ડ્સમાં પીએમ મોદીના વખાણ કર્યા. તેમણે કહ્યું કે પીએમ મોદી પૃથ્વીના સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાંના એક છે. બિલિમોરિયાએ ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે પણ ગણાવ્યું હતું.
થોડા દિવસો પહેલા પાકિસ્તાની મૂળના ઈમરાન હુસૈને બ્રિટિશ સંસદમાં બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી અંગે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકના મંતવ્યો પૂછ્યા હતા. તેના જવાબમાં સુનકે કહ્યું હતું કે તે આવા પાત્રાલેખન સાથે સહમત નથી.

પીએમ મોદી વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ
સાંસદ લોર્ડ કરણ બિલિમોરિયાએ 19 જાન્યુઆરીના રોજ બ્રિટિશ સંસદમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, “નાનપણમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના રેલવે સ્ટેશન પર તેમના પિતાના ટી સ્ટોલ પર ચા વેચી હતી. આજે તેઓ ભારતના વડાપ્રધાન તરીકે આ પૃથ્વી પરના સૌથી શક્તિશાળી લોકોમાંના એક છે. આજે ભારત પાસે G20નું પ્રમુખપદ છે. આજે ભારત આગામી 25 વર્ષમાં 32 અબજ યુએસ ડોલરના જીડીપી સાથે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું વિઝન ધરાવે છે.

ભારતની સરખામણી એક્સપ્રેસ ટ્રેન સાથે કરી
બ્રિટિશ સાંસદે ભારતની સરખામણી એક્સપ્રેસ ટ્રેન સાથે કરતા કહ્યું, "ઇન્ડિયન એક્સપ્રેસે સ્ટેશન છોડી દીધું છે. તે હવે વિશ્વની સૌથી ઝડપી ટ્રેન છે. સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા. યુકે તેનું સૌથી નજીકનું મિત્ર અને ભાગીદાર હોવું જોઈએ."
બીબીસી દસ્તાવેજી વિવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસીની એક ડોક્યુમેન્ટ્રીને લઈને વિવાદ વધી રહ્યો છે. ગુજરાત રમખાણો પરની આ ડોક્યુમેન્ટ્રીમાં પીએમ મોદીને જે રીતે બતાવવામાં આવ્યા છે તેની દરેક જગ્યાએ નિંદા થઈ રહી છે. આ મુદ્દો બ્રિટિશ સંસદમાં પણ ઉઠ્યો હતો. બ્રિટિશ પીએમ ઋષિ સુનકે ડોક્યુમેન્ટ્રી પર પીએમ મોદીનો બચાવ કર્યો હતો. પાકિસ્તાની મૂળના સાંસદ ઈમરાન હુસૈને આ ડોક્યુમેન્ટરીને લઈને સંસદમાં મુદ્દો ઉઠાવ્યો હતો. આના પર ઋષિ સુનકે કહ્યું કે ભારતીય વડાપ્રધાનના પાત્રને જે રીતે દર્શાવવામાં આવ્યું છે તેનાથી તેઓ સહમત નથી.
તે જ સમયે, ભારત સરકારે BBC ડોક્યુમેન્ટરી શેર કરતી ટ્વીટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે તે વીડિયોને પણ બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેમાં ડોક્યુમેન્ટરીનો વિવાદિત ભાગ શેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો--સોમાલિયામાં અમેરિકાની Air Strike, અલ-શબાબના 30 લડવૈયા ઠાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BritishMPBritishParliamentGujaratFirstIndiaLordKaranBilimoriaNarendraModi
Next Article