Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રિષભ પંત વિશે આવ્યું મોટું અપડેટ, આજે જ મુંબઇ ખસેડાશે

ભારતીય ટીમના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) વિશે એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. હવે તેને સારવાર માટે દેહરાદૂનથી મુંબઈ (Mumbai) ખસેડવામાં આવશે. સમાચાર અનુસાર, રિષભ પંતને આજે 4 જાન્યુઆરીએ જ મુંબઈ રીફર કરવામાં આવશે.DDCA દ્વારા નિર્ણયરિષભ પંતને લઈને આ મોટું અપડેટ દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) દ્વારા આપવામાં આવ્યું છે. ડીડીસીએના ડાયરેક્ટર શ્યામ શર્માએ આ જાણકારà«
રિષભ પંત વિશે આવ્યું મોટું અપડેટ  આજે જ મુંબઇ ખસેડાશે
ભારતીય ટીમના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) વિશે એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. હવે તેને સારવાર માટે દેહરાદૂનથી મુંબઈ (Mumbai) ખસેડવામાં આવશે. સમાચાર અનુસાર, રિષભ પંતને આજે 4 જાન્યુઆરીએ જ મુંબઈ રીફર કરવામાં આવશે.
DDCA દ્વારા નિર્ણય
રિષભ પંતને લઈને આ મોટું અપડેટ દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) દ્વારા આપવામાં આવ્યું છે. ડીડીસીએના ડાયરેક્ટર શ્યામ શર્માએ આ જાણકારી આપી છે. હાલમાં રિષભ પંતની દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પંત દુબઇ ગયો હતો
 ઈજાના કારણે ઋષભ પંતને શ્રીલંકા સામેની T20 અને ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો નથી. બીસીસીઆઈએ રિષભ પંતને રિહેબ માટે બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) જવા કહ્યું હતું. પરંતુ તે પહેલા તે ક્રિસમસ મનાવવા દુબઈ ગયો હતો. અહીં તેણે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી.
દેશ પરત ફર્યા બાદ અકસ્માત
ત્યારબાદ  રિષભ પંત  દેશમાં પરત ફર્યો અને પોતાની કારમાં દિલ્હીથી પોતાના હોમ ટાઉન રૂરકી જઈ રહ્યો હતો. દરમિયાન, 30 ડિસેમ્બરની વહેલી સવારે રિષભ પંતની કારને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટના રૂરકી નજીક ગુરુકુલ નરસન વિસ્તારમાં થઈ હતી. રિષભ પંત કારમાં એકલો હતો અને પોતે ડ્રાઇવ કરી રહ્યો હતો. પંતે કહ્યું કે તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો. આ પછી કારમાં ભીષણ આગ લાગી હતી.

રિષભ પંતને ક્યાં ઈજા થઈ?
ઘટના બાદ કેટલાક લોકોએ રિષભ પંતને રૂડકીની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યારબાદ અહીંથી પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.  ત્યારથી તેની ત્યાં સારવાર ચાલી રહી છે. પંતને માથા, પીઠ, પગ, ઘૂંટણ અને પગની ઘૂંટીમાં ઈજા થઈ છે. પંત પર સર્જરી પણ કરાઇ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.