Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભૂપેન્દ્ર પટેલ સરકાર આજથી એક્શનમાં, મુખ્યમંત્રી સહિત મંત્રીઓએ સંભાળ્યો ચાર્જ

સોમવારે શપથ લીધા બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સહિત તેમના મંત્રીમંડળના સભ્યોએ મંગળવારે પોતાને ફાળવાયેલી ઓફિસોમાં પહોંચ્યા હતા અને પૂજા કરીને કાર્યભાર સંભાળ્યો હતો.  કમુરતા પહેલા રાજ્યના પ્રધાનમંડળના તમામ સભ્યો આજે પોતાનો કાર્યભાર સંભાળી રહ્યા છે. મુખ્યમંત્રીએ સતત બીજી વાર કાર્યભાર સંભાળ્યોસવારે 10.30 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે
05:44 AM Dec 13, 2022 IST | Vipul Pandya
સોમવારે શપથ લીધા બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સહિત તેમના મંત્રીમંડળના સભ્યોએ મંગળવારે પોતાને ફાળવાયેલી ઓફિસોમાં પહોંચ્યા હતા અને પૂજા કરીને કાર્યભાર સંભાળ્યો હતો.  કમુરતા પહેલા રાજ્યના પ્રધાનમંડળના તમામ સભ્યો આજે પોતાનો કાર્યભાર સંભાળી રહ્યા છે. 
મુખ્યમંત્રીએ સતત બીજી વાર કાર્યભાર સંભાળ્યો
સવારે 10.30 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે વિશેષ પૂજા વિધી પણ કરી હતી. ગુજરાતની જનતાએ ચૂંટણીમાં પ્રચંડ વિજય અપાવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે શુભ મૂહુર્તમાં સંભાળ્યો ચાર્જ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજીવાર મુખ્યમંત્રીપદનો કાર્યભાર મંગળવારે તા. 13મી ડિસેમ્બરે સવારે શુભ મૂહુર્તમાં વિધિવત સંભાળ્યો છે. મુખ્યમંત્રીશ્રી કાર્યાલયમાં શ્રી ભૂપેન્દ્ર પટેલે સીમંધર સ્વામીની મૂર્તિ તથા પૂજ્ય દાદા ભગવાનના શ્રીચરણોમાં ભાવપૂષ્પ અર્પણ કરીને રાજ્યનું જનસેવા દાયિત્વ આજથી સંભાળી લીધું છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીશ્રીઓ પણ પૂજન-અર્ચનમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળે સહુજન હિતાય-સહુજન સુખાયની ખેવના તેમ જ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ધ્યેયમંત્ર સાથે આજે મંગળવાર તા. 13મી ડિસેમ્બરથી જ પોતાના પદભાર સંભાળ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ નવનિયુક્ત સૌ મંત્રીશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે તેવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી.
તમામ મંત્રીઓને સોંપાઇ ચેંબર
આ ઉપરાંત સરકારના સિનિયર મંત્રી ઋશિકેષ પટેલ, જગદીશ પંચાલ તથા બળવંતસિંહ રાજપૂત પણ આજે જ ચાર્જ સંભાળી રહ્યા છે. સોમવારે તમામ મંત્રીઓને ચેંબર સોંપાઇ ચુકી છે.  

પૂજા કરીને મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો
મંગળવારે સવારે પંચાયત અને કૃષિ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી  બચુ ખાબડ પણ  સ્વર્ણિમ સંકુલ 2 ખાતે પહોંચ્યા હતા અને પૂજા વિધી બાદ કાર્યભાર સંભાળ્યો હતો. આ સાથે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ પણ ચાર્જ સંભાળી રહ્યા છે. આ સાથે જ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગના  રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ પણ પૂજા કરીને કાર્યભાર સંભાળ્યો હતો. 

હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓની બોલાવી બેઠક 
બીજી તરફ ચાર્જ સભાળ્યા બાદ પહેલા દિવસથી જ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એક્શનમાં આવ્યા છે.  હર્ષ સંઘવીએ પહેલા દિવસે જ પોલીસ ડિપાર્ટમેન્ટની બેઠક બોલાવી છે. ટ્રાફિક વિભાગના અધિકારીઓ સાથે ગૃહમંત્રી બેઠક કરી રહ્યા છે અને શહેરોમાં ટ્રાફિકની સમસ્યાઓના ઉકેલ સંદર્ભે  તેઓ ચર્ચા કરશે. 

મંત્રીઓએ સંતોના આશિર્વાદથી સંભાળી જવાબદારી
ઉપરાંત કૃષિ મંત્રી રાઘવજી પટેલ, મંત્રી કુંવરજી બાવળીયા પણ ચાર્જ સંભાળી રહ્યા છે. રાજ્ય કક્ષા ના મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ ચાર્જ સંભાળી રહ્યા છે. રાજ્ય કક્ષા ના મંત્રી ભીખુસિંહ પરમાર પણ ચાર્જ સંભાળી રહ્યા છે. મંત્રીઓ સંતોના આશિર્વાદ અને પરિવારજનોની હાજરીમાં મંત્રી તરીકેનો ચાર્જ સંભાળી રહ્યા છે. વન પર્યાવરણ,પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા પણ ચાર્જ સંભાળી રહ્યા છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--મા બહુચરના આશિર્વાદ હવે વરસશે જગતના તાત પર, જાણો નવતર પ્રયોગ વિશે
Tags :
BhupendraPatelBhupendraPatelGovernmentChiefMinisterGujaratFirst
Next Article