Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં બનશે ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકાર

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં ભાજપના ચૂંટાયેલા ભાજપના 156 ધારાસભ્યોએ આજે ગાંધીનગર કમલમ ખાતે મળેલી બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી કરી હતી. તેમના નામનો પ્રસ્તાવ મુકાયા બાદ ધારાસભ્યોએ સર્વાનુમતે ભૂપેન્દ્ર પટેલના નામના પ્રસ્તાવને સમર્થન જાહેર કર્યું હતું. હવે રાજ્યના 18માં મુખ્યમંત્રી à
07:12 AM Dec 10, 2022 IST | Vipul Pandya
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં ભાજપના ચૂંટાયેલા ભાજપના 156 ધારાસભ્યોએ આજે ગાંધીનગર કમલમ ખાતે મળેલી બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી કરી હતી. તેમના નામનો પ્રસ્તાવ મુકાયા બાદ ધારાસભ્યોએ સર્વાનુમતે ભૂપેન્દ્ર પટેલના નામના પ્રસ્તાવને સમર્થન જાહેર કર્યું હતું. હવે રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલ ફરી એક વાર શપથ લેશે. 
કોર કમિટિની બેઠક મળી
શનિવારે સવારે ગાંધીનગરમાં કમલમ ખાતે સૌ પ્રથમ કોર કમિટીની બેઠક મળી હતી જેમાં  કેન્દ્રીય નિરિક્ષકો રાજનાથસિંહ, બી.એસ.યેદીયુરપ્પા અને અર્જુન મુંડા દ્વારા કોર કમિટી સમક્ષ મુખ્યમંત્રી તરીકે નામ મુકવામાં આવ્યું હતું.  કોર કમિટી બેઠક બાદ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. 
ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ 
ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી  તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મુકાયો હતો. વિધાનસભા દળની બેઠકમાં cm પદ  માટેનો પ્રસ્તાવ કનુભાઇ દેસાઈએ મુક્યો હતો  જેને ધારાસભ્યો પુર્ણેશ મોદી, શંકર ચૌધરી, રમણ પાટકર અને  મનીષા વકીલે ટેકો જાહેર કર્યો હતો. આ સાથે શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે સોમવારે શપથ લેશે.

બપોર બાદ બંને અગ્રણી દિલ્હી જશે
બપોર બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્હી જશે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા સહિતના કેન્દ્રીય નેતૃત્વને મળશે અને નવા મંત્રી મંડળ અંગે ચર્ચા કરશે.

12 ડિસેમ્બરે ગાંધીનગરમાં લેશે શપથ
ગાંધીનગર હેલીપેડ મેદાન ખાતે સોમવારે 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે.તેમની સાથે તેમનું મંત્રી મંડળ પણ શપથ લેશે. 
17માં મુખ્યમંત્રી બન્યા હતા
શ્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલે આ પહેલાં ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ ગુજરાત રાજ્યના ૧૭મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત અમદાવાદની મેમનગર નગરપાલિકાના સભ્ય તરીકે કરી હતી અને વર્ષ ૨૦૧૭માં તેઓ ઘાટલોડિયા સીટ પરથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
વિવિધ જવાબદારી નિભાવી
શ્રી પટેલ વર્ષ ૧૯૯૫-૯૬માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત થયા અને ત્યારબાદ તેમને વર્ષ ૧૯૯૯માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે તેમણે વર્ષ ૧૯૯૯-૨૦૦૦ અને ૨૦૦૪-૨૦૦૬ના સમયગાળા દરમિયાન પોતાની જવાબદારીઓ નિભાવી.
વર્ષ ૨૦૦૮-૨૦૧૦ દરમિયાન તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકેની જવાબદારીઓ નિભાવી. ત્યારબાદ વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૫ દરમિયાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે થલતેજ વિસ્તારના વોર્ડ કોર્પોરેટર તરીકે સેવાઓ આપી. આ સમય દરમિયાન ભૂપેન્દ્રભાઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યા.
AUDAના ચેરમેન પણ હતા
વર્ષ ૨૦૧૫માં શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના ચેરમેનપદની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી. ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં તેઓ ઘાટલોડીયા બેઠક પરથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ૧,૧૭,૦૦૦ મતોથી ઘાટલોડીયા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટાયા.
અનેક પ્રવૃત્તિમાં સામેલ
૧૫ જૂલાઈ, ૧૯૬૨ના રોજ અમદાવાદમાં જન્મેલા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેક્નિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. કોલેજકાળથી જ તેઓ સામાજિક કાર્યો અને સેવાઓમાં સતત કાર્યરત રહ્યા છે. ઉપરાંત, મેમનગર ખાતે સંઘ પરિવાર દ્વારા સંચાલિત પંડિત દીનદયાલ લાયબ્રેરીમાં પણ સક્રિય સભ્ય છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની તેમની આ નવી ભૂમિકા દરમ્યાન શ્રી પટેલ ગુજરાતની વિકાસયાત્રાને આગળ લઇ જવા માટે અને રાજ્યમાં સુશાસનને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
શ્રી પટેલ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જેવી સંસ્થાઓના ટ્રસ્ટી પણ છે. પ્રકૃતિએ તેઓ આધ્યાત્મિક છે અને પૂ. શ્રી દાદા ભગવાન દ્વારા સ્થાપિત કરવામાં આવેલ અક્રમ વિજ્ઞાન ફાઉન્ડેશનના ફોલોઅર છે. પોલિટિક્સ ઉપરાંત, શ્રી ભૂપેન્દ્ર પટેલ ક્રિકેટ અને બેડમિંટન જેવા સ્પોર્ટ્સમાં પણ ઊંડો રસ ધરાવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો---કોણ હશે ગુજરાતનો 18મો 'નાથ', આજે થશે પસંદગી
Tags :
BhupendraPatelChiefMinisterGujaratFirst
Next Article