Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

G20 ફાઈનાન્સ ટ્રેકની પહેલી બેઠક બેંગલુરૂમાં મળશે, આ મુદ્દાઓની થશે ચર્ચા

નાણા મંત્રાલય અને RBI યજમાની કરશેG20ની આ વખતેની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ્’ફાઇનાન્સ ટ્રેક એજન્ડા પર ચર્ચા થશેપ્રથમ G20 ફાઇનાન્સ એન્ડ સેન્ટ્રલ બેન્ક ડેપ્યુટીઝ (FCBD) મીટિંગ 13-15 ડિસેમ્બર દરમિયાન બેંગલુરૂમાં યોજાવા જઇ રહી છે. આ મીટિંગમાં ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ ફાઇનાન્સ ટ્રેક એજન્ડા પર ચર્ચાની શરૂઆત કરવામાં આવશે. આ મીટિંગની યજમાની નાણા મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સંયુક્ત રીત
g20 ફાઈનાન્સ ટ્રેકની પહેલી બેઠક બેંગલુરૂમાં મળશે  આ મુદ્દાઓની થશે ચર્ચા
  • નાણા મંત્રાલય અને RBI યજમાની કરશે
  • G20ની આ વખતેની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ્’
  • ફાઇનાન્સ ટ્રેક એજન્ડા પર ચર્ચા થશે
પ્રથમ G20 ફાઇનાન્સ એન્ડ સેન્ટ્રલ બેન્ક ડેપ્યુટીઝ (FCBD) મીટિંગ 13-15 ડિસેમ્બર દરમિયાન બેંગલુરૂમાં યોજાવા જઇ રહી છે. આ મીટિંગમાં ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ ફાઇનાન્સ ટ્રેક એજન્ડા પર ચર્ચાની શરૂઆત કરવામાં આવશે. આ મીટિંગની યજમાની નાણા મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.
પ્રથમ મિટિંગ 23 થી 25 ફેબ્રુઆરી 2023
G20 દેશોના નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેન્કના ગવર્નરોની આગેવાની હેઠળ તૈયાર થયેલો G20 ફાઇનાન્સ ટ્રેક આર્થિક અને નાણાકીય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે વૈશ્વિક આર્થિક ચર્ચાઓ અને નીતિઓના સંકલન માટે એક અસરકારક ફોરમ પૂરું પાડે છે. નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેન્કના ગવર્નરોની પ્રથમ મીટિંગ 23-25 ફેબ્રુઆરી, 2023 દરમિયાન બેંગલુરૂમાં યોજાશે. 
અન્ય દેશોના સમકક્ષોને આમંત્રિત કરાશે
G20 ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેંકના ડેપ્યુટીઓની આગામી મીટિંગની સહ-અધ્યક્ષતા આર્થિક બાબતોના વિભાગના સચિવ શ્રી અજય સેઠ અને RBIના ડેપ્યુટી ગવર્નર ડૉ. માઇકલ ડી. પાત્રા કરશે. G20ના સભ્ય દેશો તેમજ અન્ય દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના તેમના કાઉન્ટરપાર્ટ્સ એટલે કે સમકક્ષોને ભારત દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે, જેઓ પણ આ બે દિવસીય મીટિંગમાં હિસ્સો લેશે. 
મુદ્દાઓની ચર્ચા
G20 ફાઇનાન્સ ટ્રેક વૈશ્વિક અર્થતંત્રને સુસંગત મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરે છે. જેમાં વૈશ્વિક આર્થિક દ્રષ્ટિકોણ, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંરચના, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ધિરાણ, સસ્ટેનેબલ ફાઇનાન્સ, વૈશ્વિક આરોગ્ય, આંતરરાષ્ટ્રીય કરવેરા અને નાણાકીય સમાવેશ સહિત નાણાકીય ક્ષેત્રના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
એજન્ડાઓ પર ચર્ચા
બેંગલુરૂમાં આયોજિત થનારી મીટિંગમાં મુખ્યત્વે ભારતીય G20 અધ્યક્ષતા હેઠળ ફાઇનાન્સ ટ્રેક માટેના એજન્ડા પર ચર્ચાઓ કરવામાં આવશે. તેમાં, 21મી સદીના સહિયારા વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓનું પુનઃનિર્માણ, ભવિષ્યના શહેરો માટે ધિરાણ, વૈશ્વિક દેવાંઓની નબળાઈઓનું સંચાલન, નાણાકીય સમાવેશ અને પ્રોડક્ટિવિટી ગેઇન્સમાં વધારો, ક્લાઇમેટ એક્શન અને SDGs માટે ધિરાણ, અનબેક્ડ એટલે કે બિનસમર્થિત ક્રિપ્ટો એસેટ્સ માટે વૈશ્વિક સ્તરે સંકલિત અભિગમ અને આંતરરાષ્ટ્રીય ટેક્સેશન એજન્ડાને આગળ વધારવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. 
પેનલ ડિસ્કશન અને સેમિનાર
આ મીટિંગની સાથે જ, ‘21મી સદીના સહિયારા પડકારોને પહોંચી વળવા માટે મલ્ટિલેટરલ ડેવલપમેન્ટ બેન્કોને મજબૂત બનાવવી’ના વિષય પર પેનલ ડિસ્કશન યોજવામાં આવશે. ‘ગ્રીન ફાઇનાન્સિંગમાં સેન્ટ્રલ બેન્કોની ભૂમિકા’ વિષય પર સેમિનાર પણ યોજાશે.
G20ની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ્’
ભારતીય G20 અધ્યક્ષતાની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ્’ G20 ફાઇનાન્સ ટ્રેકની ચર્ચાઓને માર્ગદર્શન આપશે. ભારતના અનેક સ્થળોએ ફાયનાન્સ ટ્રેકની લગભગ 40 મીટિંગો યોજાશે, જેમાં જી-20 નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની મીટિંગો સમાવિષ્ટ છે. જી-20 ફાઇનાન્સ ટ્રેકમાં થયેલી ચર્ચાઓ આખરે જી-20 નેતાઓની ઘોષણામાં પ્રતિબિંબિત થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.