મનોવ્યાપાર
'સુંદર જગહ! ચાચા રુકતે હૈ. ચિંતન, પિક્ચર લઈએ?''અહીં સુંદરતા છે, તો લોહિયાળ ઈતિહાસ પણ છે!''હજારો વર્ષ જૂનું મંદિર છેને અહીં? ત્યાં લઈ જશો ચાચા?'બગીચા, નદી, ઝાડ, ફૂલનાં નામ ઉત્સાહથી બતાવતા ડ્રાઈવરનાં મોંએથી જવાબમાં માત્ર મૌન મળ્યું. પ્રિયાએ ચિંતન તરફ સૂચક નજર કરી. ચિંતને ગૂગલમેપ ચાલુ કર્યો, ટેક્સી વિરુદ્ધ દિશામાં વળી. 'ચાચા યે ગલત રાસ્તા હૈ.'જવાબ હતો, 'ઉધર આજ ખતરા હૈ!'ઝાડીમાં ફાયરિંગનાં અવà
"સુંદર જગહ! ચાચા રુકતે હૈ. ચિંતન, પિક્ચર લઈએ?"
"અહીં સુંદરતા છે, તો લોહિયાળ ઈતિહાસ પણ છે!"
"હજારો વર્ષ જૂનું મંદિર છેને અહીં? ત્યાં લઈ જશો ચાચા?"
બગીચા, નદી, ઝાડ, ફૂલનાં નામ ઉત્સાહથી બતાવતા ડ્રાઈવરનાં મોંએથી જવાબમાં માત્ર મૌન મળ્યું. પ્રિયાએ ચિંતન તરફ સૂચક નજર કરી. ચિંતને ગૂગલમેપ ચાલુ કર્યો, ટેક્સી વિરુદ્ધ દિશામાં વળી.
"ચાચા યે ગલત રાસ્તા હૈ."
જવાબ હતો, "ઉધર આજ ખતરા હૈ!"
ઝાડીમાં ફાયરિંગનાં અવાજે ટેક્સીની ગતિ વધી. ચાર આંખો વચ્ચે ડર ઘૂંટાયો.
Advertisement