Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'કમરનો દુખાવો' હવે બની ગયો છે માથાનો દુખાવો?

કમરમાં દુખાવો થવાના કારણો:એક જ જગ્યા પર બેસી રહેવું.વધુ વજનવાળો સામાન ઉપાડવોખોટી રીતે ઉંઘવું વગેરે..લાંબો સમય કે કલાકો સુધી એક જ જગ્યાએ બેસવાથી કમરમાં દુખાવો થવા લાગે છે. જો કે, કમરમાં દુખાવો થવાના ઘણા કારણ હોય છે, પરંતુ જ્યારે આ દુખાવો જ્યારે વધી જાય છે ત્યારે તેની સીધી અસર તમારા કામ પર પણ પડે છે. મોટાભાગના લોકો કમરમાં દુખાવાને કારણે અનેક દવાઓનું સેવન કરે છે. જેનાથી અમુક સમય સુધી દ
 કમરનો દુખાવો  હવે બની ગયો છે માથાનો દુખાવો
કમરમાં દુખાવો થવાના કારણો:
  • એક જ જગ્યા પર બેસી રહેવું.
  • વધુ વજનવાળો સામાન ઉપાડવો
  • ખોટી રીતે ઉંઘવું વગેરે..
લાંબો સમય કે કલાકો સુધી એક જ જગ્યાએ બેસવાથી કમરમાં દુખાવો થવા લાગે છે. જો કે, કમરમાં દુખાવો થવાના ઘણા કારણ હોય છે, પરંતુ જ્યારે આ દુખાવો જ્યારે વધી જાય છે ત્યારે તેની સીધી અસર તમારા કામ પર પણ પડે છે. મોટાભાગના લોકો કમરમાં દુખાવાને કારણે અનેક દવાઓનું સેવન કરે છે. જેનાથી અમુક સમય સુધી દુખાવો ઓછો થાય છે. પરંતુ તેની સાઈડ ઈફેક્ટ્સ પણ છે. એવામાં ડાયટ પર સરખું ધ્યાન આપવાથી કમરના દુખાવામાં આરામ મળી શકે છે. આવો જાણીએ.
Back Pain - Synapse Pain & Spine Clinic
  • જો તમે લાંબા સમયથી પીઠના દુખાવાથી પરેશાન છો તો તમને બ્રોકોલી, કોબીજ, પાલક વગેરે લીલાં શાકભાજી તમારા ડાયટમાં એડ કરવા જોઈએ. જેમાં વિટામિન એ, સી અને કે હોય છે. જે સોજાને ઘટાડવામાં મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે લીલાં શાકભાજીનું સેવન કરવાથી શરીર સારું રહે છે. આ ઉપરાંત તમે ગાજર, ખાંડ બીટને તમારા ડાયટમાં એડ કરી શકો છો.
  • ફળ ખાવાથી અનેક પ્રકારના આરોગ્યના લાભ મળે છે. એવામાં જો લોકો કમરમાં દુખાવાની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે તો તેમણે રસવાળા ફળ ખાવા જોઈએ. જેમ કે સફરજન, અનાનસ, ચેરી, દ્રાક્ષ, નારંગી વગેરે. તેથી રસવાળા ફળનું સેવન કરો. 
The pain is back, when I was doing just spine | BDJ Student
  • દૂધમાં હળદર નાખીને પીવું જોઈએ. હળદરવાળું દૂધ આરોગ્ય માટે ખૂબ ગુણકારી હોય છે. હળદરના સેવનથી શરીરના સોજા ઘટી જાય છે. જેનાથી પીઠના દુખાવામાંથી રાહત મળે છે. હળદર એન્ટીઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. તેથી જો તમે લાંબા સમય સુધી કમરના દુખાવાથી પરેશાન છો તો તમે હળદરવાળું દૂધ પી શકો છો. 
Advertisement
Tags :
Advertisement

.