Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'બાહુબલી'ના ફેન્સ થઈ શકે છે નિરાશ, જાણો કેવો છે પોનીયિન સેલ્વન પાર્ટ-1?

આજે મણિરત્નમની બહુ ચર્ચિત ફિલ્મ  Ponniyin Selvan Part-1 તમામ થિયેટરોમાં રીલિઝ થઇ છે. જેને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. PS1 પેન ઇન્ડિયા ફિલ્મ છે, તો જાણો આ ફિલ્મમાં શું ખાસ છે. Ponniyin Selvan 1 Review મુજબ  'Baahubali'ના ચાહકો ચોક્કસ નિરાશ થઈ શકે છે, જાણો કેવી છે Ponniyin Selvan Part-1ફિલ્મ- પોનીયિન સેલવાન ભાગ-1ડિરેક્ટરઃ મણિરત્નમમુખ્ય કલાકારો: ઐશ્વર્યા રાય બચ્ચન, વિક્રમ, જયમ રવિ, શોભિતા ધુલીપાલા, પ્રકાશ રાજ અને કાર્તàª
09:26 AM Sep 30, 2022 IST | Vipul Pandya
આજે મણિરત્નમની બહુ ચર્ચિત ફિલ્મ  Ponniyin Selvan Part-1 તમામ થિયેટરોમાં રીલિઝ થઇ છે. જેને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. PS1 પેન ઇન્ડિયા ફિલ્મ છે, તો જાણો આ ફિલ્મમાં શું ખાસ છે. Ponniyin Selvan 1 Review મુજબ  'Baahubali'ના ચાહકો ચોક્કસ નિરાશ થઈ શકે છે, જાણો કેવી છે Ponniyin Selvan Part-1

ફિલ્મ- પોનીયિન સેલવાન ભાગ-1
ડિરેક્ટરઃ મણિરત્નમ
મુખ્ય કલાકારો: ઐશ્વર્યા રાય બચ્ચન, વિક્રમ, જયમ રવિ, શોભિતા ધુલીપાલા, પ્રકાશ રાજ અને કાર્તિ
મણિરત્નમની ફિલ્મ પોનીયિન સેલવાન પાર્ટ-1 આજે રિલીઝ થઈ ગઈ છે. ઐશ્વર્યા રાય બચ્ચન અને વિક્રમ ઉપરાંત, ફિલ્મમાં જયમ રવિ, શોભિતા ધુલીપાલા, પ્રકાશ રાજ અને કાર્તિ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા ચોલ સામ્રાજ્ય અને તેમના રાજાઓ પર આધારિત છે. મણિરત્નમે આ વાર્તાને બે ભાગમાં વહેંચી છે. તમને જણાવી દઈએ કે તમિલની સાથે આ ફિલ્મ હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પણ રિલીઝ થઈ છે. સોશિયલ મીડિયા પર ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
 
શું છે ફિલ્મના વાર્તા: 
વાર્તા મુખ્યત્વે વંથિયાથેવન (કાર્થી) પર કેન્દ્રિત છે, જેને પિતા સુંદરા ચોલા (પ્રકાશ રાજ) અને તેની બહેન કુન્ધવી (ત્રિશા)ને મહત્વપૂર્ણ સંદેશા પહોંચાડવાનું કામ અદિતા કારીકલન (વિક્રમ) દ્વારા સોંપવામાં આવ્યું છે. સંદેશા અનુસાર, રજવાડાઓ દ્વારા સામ્રાજ્યને પતન કરવા માટે યોજનાઓ બનાવવામાં આવી રહી છે. ચોલ સામ્રાજ્યની કીર્તિને કલંકિત કરવા માટે શું દુષ્ટ યોજનાઓ છે અને કોણ આ બધું કરી રહ્યું છે તે શોધવાની તે વંથિયાથેવનની ફરજ બની જાય છે. વાર્તા આગળ વધે છે અને તે જાહેર થાય છે કે ચોલ વંશને પછાડવાના પ્રયાસો પાછળ નંદિની (ઐશ્વર્યા રાય) મુખ્ય સૂત્રધાર છે. પરંતુ નંદિનીને બદલા પાછળ રાજકુમારીનું રહસ્ય છે તે જોવા આ ફિલ્મ જોવી પડે. 


ફિલ્મમાં ઘણા બધા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે
મણિરત્નમની બહુપ્રતિક્ષિત ફિલ્મ પોનીયિન સેલ્વન રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ જોયા પછી આવેલા દર્શકો અને વિવેચકો સોશિયલ મીડિયા પર તેના વિશે લખી રહ્યા છે. અત્યાર સુધીનો પ્રતિસાદ જબરદસ્ત રહ્યો છે. મોટાભાગના લોકોએ લખ્યું છે કે મણિરત્ન કલ્કી કૃષ્ણમૂર્તિની નવલકથાને ખૂબ સારી રીતે સ્ક્રીન પર લાવ્યા છે. ફિલ્મમાં ઘણા બધા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે જે દર્શકોને અંત સુધી જકડી રાખશે. ફિલ્મમાં ઐશ્વર્યા રાય નંદિનીના રોલમાં છે. તેની એક્ટીંગના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. તે જ સમયે, એઆર રહેમાનને આઉટસ્ટેન્ડિંગ  મ્યુઝિસિયન પણ કહેવામાં આવી રહ્યું છે.

લોકોએ 4 થી 5  સ્ટાર આપ્યા
એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના ટ્રેકર રમેશ બાલાએ ફિલ્મને 4.5 સ્ટાર આપ્યા છે. ફર્સ્ટ હાફ પછી તેમણે ઐશ્વર્યા રાયના જોરદાર વખાણ કર્યા છે. તેમણે લખ્યું છે કે માત્ર ઐશ્વર્યા રાયની સુંદરતા અને ક્ષમતા જ નંદિનીની ભૂમિકા ભજવી શકી હોત. તેમણે ઐશ્વર્યા રાય અને ત્રિશા કૃષ્ણનના  લૂકના પણ વખાણ કર્યા છે. બંનેની એક્ટિંગને લઈને ઘણી પોઝિટિવ ટ્વીટ્સ પણ છે. સોશિયલ મીડિયા પર વાયરલ ટ્વીટમાં આખી કાસ્ટની પ્રશંસા કરવામાં આવી છે. ઘણા લોકોએ ફિલ્મને 4 થી 5 સ્ટાર આપ્યા છે.

ક્લાઈમેક્સ ટેન્શન વધારશે
કાર્તિની એક્ટિંગ અને વન લાઇનર્સ હેડલાઇન્સમાં છે. તેને શો સ્ટીલર કહેવામાં આવી રહ્યું છે. આ સાથે જ લોકોએ ચિયાન વિક્રમના વખાણ પણ કર્યા છે. ફિલ્મનો ક્લાઈમેક્સ સસ્પેન્સ હોવાનું કહેવાય છે. જે બાદ લોકોનું મન પીએસનો બીજો ભાગ જોવા આતુર છે. અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ પણ ટ્વીટ કરીને ફિલ્મના વખાણ કર્યા છે. તેમણે લખ્યું, PS1 એપિક છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો. હું તેને ફરીથી જોવા જઈશ. અમે આવી વધુ ઐતિહાસિક અને પિરિયોડિક ફિલ્મો જોવા માટે આતુર છીએ. સિનેમા અને વાર્તા શ્રેષ્ઠ રીતે દર્શાવાઇ છે, ફિલ્મમાં એક્ટીંગ, સિનેમેટોગ્રાફી અને સંગીત પણ ઉત્તમ છે.
 
આ પણ વાંચો- 
Tags :
AshivaryaRAYBachhanEntertainmentNewsGujaratFirstManiRatnamFilmPonniyinSelvanPonniyinSelvanRiview
Next Article