Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘૂમટો પાઘડી ને કૅપ

'કમાલ છે! વરહોથી બાયડીનો ચહેરો જોયો નથી?' લખુભાની વાત જમાદારને શંકાસ્પદ લાગી. 'ઘૂમટો તાઈણે રાખતી ઈ હમઝાયું. રાતેય તું કંઈ તાયણતો નો'તો?' કેપ, કેપ્રી અને ક્રોપ ટોપમાં સજ્જ એક બાઈ પોલીસથાણાના બારણે ખમચાઈને ખોડંગાઈ ગઈ. જમાદારની નજર ખેંચાણી. 'બોલો બુન!'લખુભા કૂતુહલવશ પાછળ વળ્યાં. એમનું મગજ ચકરાવે ચડ્યું. 'મંગળા? ના હોય આવા લૂગડાં એને દીઠેય નો'તા ગમતાં.''કદકાઠી આમના જેવી. ફોટું? એનો પટારો ખંખે
ઘૂમટો પાઘડી ને કૅપ
"કમાલ છે! વરહોથી બાયડીનો ચહેરો જોયો નથી?" લખુભાની વાત જમાદારને શંકાસ્પદ લાગી. "ઘૂમટો તાઈણે રાખતી ઈ હમઝાયું. રાતેય તું કંઈ તાયણતો નો'તો?" 
કેપ, કેપ્રી અને ક્રોપ ટોપમાં સજ્જ એક બાઈ પોલીસથાણાના બારણે ખમચાઈને ખોડંગાઈ ગઈ. જમાદારની નજર ખેંચાણી. "બોલો બુન!"
લખુભા કૂતુહલવશ પાછળ વળ્યાં. એમનું મગજ ચકરાવે ચડ્યું. 'મંગળા? ના હોય આવા લૂગડાં એને દીઠેય નો'તા ગમતાં.'
"કદકાઠી આમના જેવી. ફોટું? એનો પટારો ખંખેરી જોઉં. બસ.. એને શોધી કાઢો." લખુભાએ પાઘડી ઉતારી જમાદારની સામે મૂકી.
"આમનું પતાવો. હું આ બેઠી." ઘોઘરા અવાજે બોલી એ બાઈ વટભેર બાજુએ ગરકી ગઈ.
Advertisement
Tags :
Advertisement

.