Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપના કાર્યકર પર હુમલો એ રાજકારણનું વરવું દ્રશ્ય : મંત્રી જગદીશ પંચાલ

અમદાવાદ શહેરના ગોમતીપુર વોર્ડના ભાજપના યુવા મોરચાના પ્રમુખ પવન તોમર પર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હુમલો કરતાં પવન તોમરને શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલ બુધવારે શારદાબેન હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ઘાયલ કાર્યકરના ખબર અંતર પુછીને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર  કર્યા હતા. ગોમતીપુર વોર્ડના ભાજપના યુવા મોરચાના પ્રમુખ પવ
ભાજપના કાર્યકર પર હુમલો એ રાજકારણનું વરવું દ્રશ્ય   મંત્રી જગદીશ પંચાલ
અમદાવાદ શહેરના ગોમતીપુર વોર્ડના ભાજપના યુવા મોરચાના પ્રમુખ પવન તોમર પર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હુમલો કરતાં પવન તોમરને શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલ બુધવારે શારદાબેન હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ઘાયલ કાર્યકરના ખબર અંતર પુછીને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર  કર્યા હતા. 
ગોમતીપુર વોર્ડના ભાજપના યુવા મોરચાના પ્રમુખ પવન તોમર સાથે  આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મંગળવારે સાંજે મારામારી કરી હતી જેમાં પવન તોમર ઘાયલ થયા હતા જેથી તેમને સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં આઇસીયુમાં  દાખલ કરાયા હતા. ભાજપે આરોપ લગાવ્યો હતો કે આપના કાર્યકરોએ ભાજપના કાર્યકર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં આપના 6 કાર્યકરો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘટનાની 307ની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ બનાવમાં સાહિલ ઠાકોર સહિત 6 લોકોની ધરપકડ કરાઇ હતી.
ઘટના બાદ ગુજરાત સરકારના મંત્રી જગદીશ પંચાલ બુધવારે   શારદાબેન હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ઘાયલ કાર્યકરના ખબર અંતર પુછ્યા હતા. અમદાવાદના મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષ બારોટ પણ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. 
મંત્રી જગદીશ પંચાલે કહ્યું કે  રાજકારણનું વરવું દ્રશ્ય જોવા મળ્યું છે.  તેમણે આરોપ લગાવ્યો કે કેજરીવાલના ગુંડાઓ અને અર્બન નક્સલીઓએ આ કૃત્ય કર્યું છે અને ગુજરાતની જનતા આ અર્બન નક્સલીઓને ક્યારેય માફ નહિ કરે. તેમણે આરોપ લગાવતાં વધુમાં કહ્યું કે હાર ભાળી ગયેલા કેજરીવાલના ગુંડાઓએ 8 ઇંચ જેટલા ખંઝરથી વાર કર્યો છે પણ  10 દિવસ બાદ અમારો આ કાર્યકર ફરીથી જનતાની સેવામાં કાર્યરત થશે. 
Advertisement
Tags :
Advertisement

.