Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'એટેક'ની સરખામણી 'કેપ્ટન અમેરિકા' સાથે થઈ રહી છે,શું જ્હોન ક્રિસ ઈવાન્સ સાથે સ્પર્ધા કરી શકશે?

જ્હોન અબ્રાહમની એક્શન, ડ્રામા સાયન્સ ફિક્શન ફિલ્મ 'અટેક' આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મમાં, જ્હોન અબ્રાહમ એક સુપર સૈનિકનું પાત્ર ભજવતો જોવા મળે છે, જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમની લાક્ષણિકતાઓ ધરાવે છે, જે માર્વેલ સિનેમેટિક યુનિવર્સનાં ટોની સ્ટાર્કની જેવી છે. તાજેતરમાં જ્હોન અબ્રાહમ અમદાવાદની મુલાકાતે આવ્યો હતો. જેમાં તેણે મિડીયા સાથે પોતાની ફિલ્મ એટે
11:59 AM Apr 01, 2022 IST | Vipul Pandya
જ્હોન અબ્રાહમની એક્શન, ડ્રામા સાયન્સ ફિક્શન ફિલ્મ 'અટેક' આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મમાં, જ્હોન અબ્રાહમ એક સુપર સૈનિકનું પાત્ર ભજવતો જોવા મળે છે, જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમની લાક્ષણિકતાઓ ધરાવે છે, જે માર્વેલ સિનેમેટિક યુનિવર્સનાં ટોની સ્ટાર્કની જેવી છે. તાજેતરમાં જ્હોન અબ્રાહમ અમદાવાદની મુલાકાતે આવ્યો હતો. જેમાં તેણે મિડીયા સાથે પોતાની ફિલ્મ એટેક અને ગુજરાત અને અમદાવાદ વિશે પણ ખુલીને વાત કરી હતી. અમદાવાદના મહેમાન બનેલા જ્હોન ઇબ્રાહિમે અમદાવાદની મહેમાનગતિ માણી હતી. સાથે જ તેણે અમદાવાદના સાયન્સસિટીની પણ મુલાકાત કરી હતી. 
આ ખાસ ઈન્ટરવ્યુમાં, જ્હોને ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતાં ઘણી વાતો શેર કરી હતી જ્હોને કહ્યું હતું કે મને ગુજરાતી લોકો, ગુજરાતી ભાષા,તેમજ ગુજરાતી ફૂડ બહુ ગમે છે. ઘણાં ઓછા લોકો જાણે છે પણ હું ગુજરાતી વાંચી પણ શકુ છું. મારી માતા પારસી હતા એટલે મને ગુજરાતી સારી રીતે આવડે છે. મારા ઘણા ગુજરાતી મિત્રો પણ છે. જેમને હું અવારનવાર મળતો હોઉ છું. મને અમદાવાદ આવવું પણ બહુ ગમે છે. આઇ લવ અમદાવાદ.  
પોતાની ફિલ્મ એટેક વિશે વાત કરતાં જ્હોને કહ્યું કે હવે જમાનો બદલાયો છે. 'એટેક' ટેક્નોલોજી સાયન્સ અને ફિક્શન સાથે ન્યુ કોન્સેપ્ટ ફિલ્મ છે. ભારતમાં માત્ર ટિપિકલ કમર્શિયલ ફિલ્મો જ ન બનવી જોઇએ પણ નવા કોન્સેપ્ટ પર પણ ફિલ્મો બનવી જોઇએ. જો દર્શકો સ્વીકારશે તો જ મેકર્સ આવી ફિલ્મો બનાવવાની હિમંત કરી શકે નહીં તો આપણને માત્ર ઘીસી પીટી ફિલ્મો જ જોવા મળશે. એક પ્રોડ્યુસર તરીકે મને ન્યુ કોન્સેપ્ટ ફિલ્મો બનાવવી ગમે છે.  એટેકમાં તમને જ્હોન સુપર સોલ્જર તરીકે જોવાં મળશે. તેથી ચોક્કસ પણે તે દર્શકોને ગમશે. કોઈપણ ફિલ્મમાં અભિનેતાની ફી સામાન્ય રીતે સમગ્ર બજેટના પચાસ ટકા જેટલી હોય છે. પરંતુ એટેકમાં આવું બન્યું નથી. અમે સમગ્ર બજેટનો 30 ટકા VFX પર ખર્ચ કર્યો છે.હળવી શૈલીમાં જ્હોને કહ્યું કે હાલમાં સોશિયલ મીડિયા પર મારા કો-સ્ટાર રકુલે મને ફીટનેસ ચેલેન્જ આપી હતી. તો હું અભિષેક બચ્ચન સહિત એવાં લોકોને ફીટનેસ ચેલેન્જ આપીશ જેઓ વર્કઆઉટ નથી કરતાં ! 
 
જ્હોન અબ્રાહમે વધુમાં જણાવ્યું હતું કે આ ફિલ્મથી  હું ખૂબ સારું ફીલ કરું છું. ઘણાં લોકો કહે છે કે આ ફિલ્મ ક્લાસ માટે છે, આ ફિલ્મ માસ માટે છે પણ હું માનું છું કે ફિલ્મ બે જ પ્રકારની હોય છે. સારી અથવા ખરાબ. આ નવા કોન્સેપ્ટ સાથેની ફિલ્મને દર્શકોનો ચોક્ક્સ આવકાર મળશે.  મારી આ ફિલ્મ નાથન કોપલેન્ડ નામના વ્યક્તિથી પ્રેરિત છે, જેમના મગજમાં એક ચિપ ઈમ્પ્લાન્ટ કરવામાં આવી હતી અને ઈલેક્ટ્રિકલ નોડ્સ બહાર ચોંટી ગયા હતા કહ્યું આ ચિપ તેમને સૂચનાઓ પણ આપતી હતી, એટેકનો સુપર સોલ્જર પણ ચીપ ઇરા સાથે વાત કરી શકે છે. મારું આ પાત્ર તેના પરથી  ડિઝાઇન થયું  છે અને આ ફિલ્મ દ્વારા અમે તેને અમારી ફિલ્મ માટે ખાસ ક્રેડિટ આપી છે.
શું ન્યુ સિનેમા લોકોનું માઇન્ડ સેટ ચેન્જ કરી શકે છે? આ સવાલનો જવાબ આપતી જ્હોને કહ્યું કે હું સ્પષ્ટપણે માનું છું કે ફિલ્મમાં લોકોએ ખરેખર મજા જ માણવી જોઇએ. તેથી જ પુષ્પા, સુર્યવંશી,RRR,ધ ક્શમીર ફાઇલ્સ બીગ સ્ક્રીન પાર સારું પ્રદર્શન કરી રહી છે. કોરોના પછી અવી ઘારણા હતી કે સિનેમા પડી ભાંગશે. પણ દર્શકોએ બીગ સ્ક્રીનને જીવંત રાખ્યું છે. લોકો ફરી સિનેમાઘરોમાં આવી રહ્યા છે. તે જ ફિલ્મોની તાકાત છે. ઘણી ફિલ્મો માત્ર કમાણી માટે નથી હોતી પણ તેની કથાવસ્તુ માટે પણ હોય છે. ગુડ ફિલ્મ વર્કસ એન્ડ બેડ્ ફિલ્મસ નોટ વર્કસ. ઘણી વાર તમારે ફિલ્મ કરતાં પહેલાં વિચારવું પડે છેે કે તમારે પૈસા જોઇએ છે કે ઇજ્જત મદ્દાસ કાફે જેવી ફિલ્મ કરવાથી ઇજ્જત ચોક્કસ મળી ભલે તે સારો બિઝનેસ ન કરી શકી. એક એક્ટર તરીકે એટેક પણ મને ઇજ્જત ચોક્કસ અપાવશે.  
ફિલ્મના ટાઇટલ વિશે વાત કરતાં જ્હોને કહ્યું કે  એટેક ટાઇટલ મને વધારે ગમ્યું. આ ફિલ્મમાં પાર્લામેન્ટ પર એટેક થાય છે તે વાત છે. ભલે મારી ઇમેજ માચોમેનની છે પણ એટેકમાં જે સોલ્જર છે તે એક ડરેલો, શાઇ અને ગભરુ માણસ છે. રકુલનું કેરેક્ટર સાયન્ટિસ્ટનું છે તેણે એક ચીપ મારા મગજમાં ફીટ કરી છે તેનું નામ ઇરા છે જે સમગ્ર ફિલ્મમાં મારી સાથે વાત કરતી હોય છે. શું જ્હોન ઓ.ટી.ટી પ્લેટફોર્મ પર કામ કરવા માંગશે આ સવાલના જવાબમાં જ્હોને જણાવ્યું હતું કે, ઓ.ટી.ટી પરનું કન્ટેન્ટ અલગ જ પ્રકારનું છે. હાલમાં તો ઓ.ટી.ટી પર જવાનો મારે કોઇ પ્લાન નથી. હું સફળ કે નિષ્ફળ માત્ર થિયેટરમાં જ રહેવાં માંગું છું.  હું એક હીરો તરીકે હાલમાં તો બીગ સ્ક્રીન ફિલ્મો માટે જ કામ કરી રહ્યો છું.  હું માનું છુ કે બોલિવુડ ઇન્ડ્સ્ટ્રીની સાથે આજે ઓ.ટી.ટીનું પણ પ્રભુત્ત્વ વધ્યું છે.
 
પશુઓ પર થતી ક્રુરતા વિશ્ વાત કરતાં જ્હોને કહ્યું કે હું ડાયહાર્ટ નેચર લવર છું પ્રાણીઓ પ્રત્યે મને આગવો લગાવ છે. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે ,તમારા દેશના પ્રાણીઓ સાથે જે રીતે વર્તન થાય છે તેનાથી તમારા દેશનું મૂલ્યાંકન થાય છે.  પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા વિષયમાં આપણે હજુ ઘણું કરવાની જરુર છે. હું શુદ્ધ શાકાહારી માણસ છું કારણકે મારાથી પ્રાણીઓ સાથેની ક્રૂરતા સહન નથી થતી. આપાણાં ત્યાં પ્રાણીઓ સાથેના ક્રૂરતા ખૂબ હળવાશથી લેવાય છે. હું માનું છું કે આ માટે વધુ કડક કાયદા બનવા જોઇએ.  જો કોઇ પ્રાણીઓ પર અત્યાચાર કરે તો તે માત્ર થોડા રુપિયા દંડ ભરીને છૂટી જાય છે. એક કૂતરાને મારવા પર માત્ર 100 રુપિયા દંડ આપીને માણસ તેની હત્યાના દોષમાંથી છૂટી જાય છે. જો ઇન્જરી થાય તો 50 રુપિયા જ દંડ થાય છે તે ખૂબ જ અશોભનીય છે. આવા ક્રાઇમને નોન બેલેબલ ક્રાઇમની ક્ષેણીમાં મુકવું જોઇએ. 
જ્હોને વધુમાં કહ્યું કે, મેં પ્રાણીઓ સાથે જોડાયેલી ફિલ્મોમાં કામ ન કરવાનો નિર્ણય લીધો છે. અને જરુર પડે ત્યાં ડિજીટલી એનિમેશનનો ઉપયોગ કરવાની તરફેણમાં છું.  ઘણીવાર ફિલ્મોના સેટ પર પ્રાણીઓ સાથે કામ કરવાનો નિર્ણય લીધો છે. કારણ કે સેટ પર પ્રાણીઓને સારી રીતે ટ્રીટ નથી કરવામાં આવતા હું ઐતિહાસિક ફિલ્મો પણ નથી કરતો કારણકે તેમાં ઘોડાઓની લડાઇમા ઘણી વાર તેમના પગમાં ઇન્જરી થાય છે.  ઘણી જૂની ફિલ્મોમાં વાધ સાથેની જે લડાઇ બતાવવામાં આવી છે તેમાં વાધના મો તેમજ  જડબામાં ટાંકા લેવામાં આવતા હતાં. વાધના નખ પણ કાપી દેવામાં આવતાં  હોય છે જેના કારણે વાધના હાથમાંથી લોહી પણ નીકળતું હતું. આપણને ફિલ્મમાં તે જોવામાં મઝા આવે છે. આપણને પ્રાણીઓની વેદના કોઇ લેવાદેવાં નથી હોતા. મને ઘણી બધી ઐતિહાસિક ફિલ્મો ઓફર થિ જે માત્ર આજ કારણે નકારી દીધી છે. હું પ્રાણીઓ સાથે થતી ક્રૂરતાનો વિરોધ કરુ છુ્ં.
જ્હોન અબ્રાહમની ફિલ્મની તુલના 'કેપ્ટન અમેરિકા' અને 'આયર્ન મૅન' સાથે થઇ રહ્યી છે. લોકો કહે છે કે જ્હોન અબ્રાહમની ફિલ્મ 'અટેક' હિન્દી સિનેમામાં 'અવંજર્સ' જેવી ફિલ્મોની શરૂઆત છે. જ્હોને કહ્યું કે કેપ્ટન અમેરિકાનું બજેટ એટેક કરતા 20 ગણું વધુ છે. બોલિવૂડની એટેકનું કુલ બજેટ 55 કરોડ છે. તેની સામે માર્વેલ સિનેમેટિક યુનિવર્સની ફિલ્મ 'કેપ્ટન અમેરિકા'નું બજેટ 1,063 કરોડ રૂપિયા હતું. હવે જો આયર્ન મેનની વાત કરીએ તો તેનું બજેટ 1062.28 કરોડ રૂપિયાની નજીક હતું. એટલે કે ક્રિસ ઈવાનની ફિલ્મનું બજેટ જોન અબ્રાહમની ફિલ્મ કરતાં 20 ટકા વધુ છે. VFX અને એનિમેશનની વચ્ચે તફાવત છે. જ્યારે સ્ટેન્ડઅલોન MCU મૂવીઝ એનિમેશન પર લગભગ $100 થી 200 મિલિયન ખર્ચે છે, જ્યારે એવેન્જર્સ મૂવીઝ પ્રતિ રીલીઝ ઓછામાં ઓછા $350 મિલિયન ખર્ચ કર્યો છે. 
Tags :
animalcurialityattakBollywoodMovieGujaratFirstjhoneabrahamahemedabadvisitjhoneintirviewJohnAbrahamrakulptreet
Next Article