Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

15 વર્ષની ઉંમરે 'તમન્નાએ' મેળવી હતી સફળતા, આજે તે કરોડોની માલીક

સાઉથ અને બોલિવૂડની અભિનેત્રી તમન્ના ભાટિયાનો આજે જન્મદિનતમન્નાએ તમિલ સિનેમા, તેલુગુ, કન્નડ અને હિન્દી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છેતમન્ના ભાટિયાનો આજે તેનો 32મો જન્મદિવસતમન્ના ભાટિયા (Tamanna Bhatia) સાઉથ અને બોલિવૂડ (Bollywood)ની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તેના અભિનયના આજે લાખો લોકો દિવાના છે. સાઉથની ફિલ્મોમાં ખ્યાતિ મેળવ્યા બાદ તમન્નાએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાના અભિનયનો જાદુ ફેàª
15 વર્ષની ઉંમરે  તમન્નાએ  મેળવી હતી સફળતા  આજે તે કરોડોની માલીક
  • સાઉથ અને બોલિવૂડની અભિનેત્રી તમન્ના ભાટિયાનો આજે જન્મદિન
  • તમન્નાએ તમિલ સિનેમા, તેલુગુ, કન્નડ અને હિન્દી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે
  • તમન્ના ભાટિયાનો આજે તેનો 32મો જન્મદિવસ
તમન્ના ભાટિયા (Tamanna Bhatia) સાઉથ અને બોલિવૂડ (Bollywood)ની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તેના અભિનયના આજે લાખો લોકો દિવાના છે. સાઉથની ફિલ્મોમાં ખ્યાતિ મેળવ્યા બાદ તમન્નાએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાના અભિનયનો જાદુ ફેલાવ્યો છે. તમન્નાએ તમિલ સિનેમા, તેલુગુ, કન્નડ અને હિન્દી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. તમન્નાએ ખૂબ જ નાની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન તેણે તેના જીવનમાં ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો, પરંતુ હિંમત હાર્યા વિના તમન્નાએ તેનું નામ શ્રેષ્ઠ અભિનેત્રીઓની યાદીમાં સામેલ કર્યું. તમન્ના ભાટિયા આજે તેનો 32મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર ચાલો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

13 વર્ષની ઉંમરે ઓફર મળી
તમન્ના ભાટિયાનો જન્મ 21 ડિસેમ્બર, 1989ના રોજ મુંબઈમાં થયો હતો. તમન્નાની શરૂઆતનું શિક્ષણ માણક જી કૂપર એજ્યુકેશનલ ટ્રસ્ટ સ્કૂલ, જુહુમાં થયું હતું. 13 વર્ષની ઉંમરે તમન્નાએ તેની શાળાના વાર્ષિક ઉત્સવમાં ભાગ લીધો હતો. તે દરમિયાન તેને તેની પ્રથમ ફિલ્મની ઓફર મળી હતી, જે બાદ તે મુંબઈ આવી ગઈ હતી. તમન્ના એક વર્ષ સુધી મુંબઈના પૃથ્વી થિયેટરનો ભાગ રહી હતી. તમન્નાએ વર્ષ 2005માં રિલીઝ થયેલા અભિજીત સાવંતના આલ્બમના ગીત 'લફ્ઝોન મેં'માં પણ કામ કર્યું હતું. થોડા સમય માટે તેણે મોડેલિંગ અને કેટલીક ટીવી જાહેરાતોમાં પણ કામ કર્યું.

તમન્નાની પહેલી ફિલ્મ
તમન્ના ભાટિયાએ 15 વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમની પ્રથમ ફિલ્મનું નામ હતું 'ચાંદ સા રોશન ચેહરા.' હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. આ પછી તમન્નાએ કેટલાક વીડિયો આલ્બમમાં પણ કામ કર્યું. ઉપરાંત, તેણે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો. તમન્નાએ વર્ષ 2005માં આવેલી ફિલ્મ 'શ્રી'માં કામ કર્યું હતું. આ વખતે તેના નસીબે તેનો સાથ આપ્યો અને ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. આ પછી તમન્નાએ એક પછી એક હિટ ફિલ્મો આપી અને પોતાના શાનદાર અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધું. ત્યારબાદ તે સાઉથની મોટી સ્ટાર તરીકે ઉભરી આવી.

બોલિવૂડમાં પણ દબદબો
તમન્નાએ વર્ષ 2013માં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. તેણે બોલિવૂડ એક્ટર અજય દેવગન સાથે ફિલ્મ 'હિમ્મતવાલા'માં કામ કર્યું હતું. આ પછી તે અક્ષય કુમાર સાથે ફિલ્મ 'એન્ટરટેનમેન્ટ'માં જોવા મળી હતી. તમન્નાને બ્લોકબસ્ટર ફિલ્મ 'બાહુબલી'થી ખાસ ઓળખ મળી હતી. આમાં તેણે અભિનેતા પ્રભાસની સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. દર્શકોએ અભિનેત્રીના કામની પ્રશંસા પણ ખૂબ કરી.

તમન્ના નેટ વર્થ
તમન્ના સાઉથની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમન્ના ભાટિયા એક ફિલ્મ માટે 1.5 થી 2 કરોડ રૂપિયા ફી લે છે. બીજી તરફ, તમન્નાની નેટવર્થ એટલે કે કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર, તેની પાસે 15 મિલિયન એટલે કે લગભગ 110 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.