Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એશિયાના સૌથી મોટા એર શો 'એરો ઈન્ડિયા 2023'નો આજથી પ્રારંભ, PM MODIએ કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ સોમવારે બેંગ્લોરમાં એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઈન્ડિયા 2023 (Aero India 2023)ની 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવા બેંગ્લોર પહોંચ્યા છે. આ વર્ષના એરો ઈન્ડિયા શોની થીમ 'ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ' છે. આ એરો ઈન્ડિયા 2023 નો ઉદ્દેશ્ય વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી કરીને સ્વદેશી ટેક્નોલોજી અને એક્સચેન્જ ટેકનોલોજીનું પ્રદર્શન કરવાનો છે.એર ચીફ વીઆર ચૌધરી ઉદઘાટન સમારોહમા
એશિયાના સૌથી મોટા એર શો  એરો ઈન્ડિયા 2023 નો આજથી પ્રારંભ  pm modiએ કર્યું ઉદ્ઘાટન
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ સોમવારે બેંગ્લોરમાં એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઈન્ડિયા 2023 (Aero India 2023)ની 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવા બેંગ્લોર પહોંચ્યા છે. આ વર્ષના એરો ઈન્ડિયા શોની થીમ 'ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ' છે. આ એરો ઈન્ડિયા 2023 નો ઉદ્દેશ્ય વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી કરીને સ્વદેશી ટેક્નોલોજી અને એક્સચેન્જ ટેકનોલોજીનું પ્રદર્શન કરવાનો છે.

એર ચીફ વીઆર ચૌધરી ઉદઘાટન સમારોહમાં ગુરુકુલ રચનાનું નેતૃત્વ કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરફોર્સ બેઝ યેલાહંકા ખાતે એરો ઈન્ડિયા મેગા શોનું ઉદ્ઘાટન કરવા બેંગલુરુ પહોંચ્યા હતા. એર ચીફ વીઆર ચૌધરી ઉદઘાટન સમારોહમાં ગુરુકુલ રચનાનું નેતૃત્વ કર્યુ અને ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી.
આ ઇવેન્ટ એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રે નવી તકો ઊભી કરશે:PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ શોમાં ભારત અને વિદેશના પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. તેણે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમાં ભારતીય MSME, સ્વદેશી સ્ટાર્ટઅપ્સ અને વિશ્વની જાણીતી કંપનીઓ પણ છે.પીએમ મોદીએ કહ્યું, આ ઈવેન્ટ બીજા કારણથી પણ ખાસ છે. આ કર્ણાટક જેવા રાજ્યમાં થઈ રહ્યું છે જે ટેક્નોલોજીની દુનિયામાં વિશેષ નિપુણતા ધરાવે છે. આ ઇવેન્ટ એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રે નવી તકો ઊભી કરશે. કર્ણાટકના યુવાનો માટે નવી સંભાવનાઓ ઉભી થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એરો ઈન્ડિયાનો 2023નો શો ભારતની વિકાસ ગાથાનું ઉદાહરણ છે. આ વર્ષના એરો ઈન્ડિયા શોમાં 100 થી વધુ દેશોની ભાગીદારી ન્યુ ઈન્ડિયામાં વિશ્વનો વિશ્વાસ દર્શાવે છે.

Advertisement

આ શોમાં ભારતની સ્વદેશી તાકાત જોવા મળશે
બેંગલુરુમાં આજથી શરૂ થઈ રહેલા 'એરો ઈન્ડિયા શો' દરમિયાન લોકોને એર ડિસ્પ્લે અને ઘણા સ્ટંટ જોવા મળશે.  જે 17 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ શોમાં ભારતની સ્વદેશી તાકાત જોવા મળશે અને ઘણા ફાઈટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર પરફોર્મ કરશે. 'એરો ઈન્ડિયા'ની સત્તાવાર વેબસાઈટ અનુસાર, 109 વિદેશીઓ સહિત 807 પ્રદર્શકોએ યેલાહંકાના એરફોર્સ સ્ટેશન પર યોજાનાર 'એરો ઈન્ડિયા શો'માં તેમની ભાગીદારીની પુષ્ટિ કરી છે.
Advertisement


98 દેશોના પ્રતિભાગીઓ, 32 દેશોના સંરક્ષણ પ્રધાનો અને 29 દેશોના વાયુસેનાના વડાઓ ભાગ લેશે
અહેવાલ છે કે 98 દેશોના પ્રતિભાગીઓ, 32 દેશોના સંરક્ષણ પ્રધાનો અને 29 દેશોના વાયુસેનાના વડાઓ અને વૈશ્વિક અને ભારતીય મૂળના સાધન ઉત્પાદકોના 73 CEO આ સૌથી મોટી ઇવેન્ટમાં ભાગ લે તેવી અપેક્ષા છે. આશરે 800 સંરક્ષણ કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ ઉડ્ડયન અને સંરક્ષણ ક્ષેત્રોમાં તકનીકી પ્રગતિ અને વિકાસનું પ્રદર્શન કરશે.
 શો દરમિયાન એરિયલ સ્ટંટ ઉપરાંત મિટિંગ અને સેમિનારનું પણ આયોજન 
સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યેલાહંકા એરપોર્ટ પર પાંચ દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું, જેની થીમ છે - એક આરબ સંભવના કી રાહ (એક અબજ તકોનો રનવે). આ એર શોમાં ઉડ્ડયન ક્ષેત્રે ભારતનો વિકાસ અને તેની સંરક્ષણ ક્ષમતાઓ બતાવવામાં આવશે. આ શો દરમિયાન ઘણા ફાઈટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર પરફોર્મ કરશે. 'એરો ઈન્ડિયા શો'માં ભારતીય પેવેલિયન હશે, જે આ ક્ષેત્રમાં ભારતના વિકાસને દર્શાવશે. ભારતીય પેવેલિયનમાં ભારતનું લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ આકર્ષણનું કેન્દ્ર બનશે. શો દરમિયાન એરિયલ સ્ટંટ ઉપરાંત મિટિંગ અને સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે.
ભારતના સંરક્ષણ મંત્રાલયનું આયોજન
કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ શોને કારણે આંશિક રીતે બંધ કરી દેવામાં આવ્યું છે. આ એર શોમાં દુનિયાભરની ડિફેન્સ કંપનીઓના ઉપકરણો પ્રદર્શિત કરવામાં આવશે. ભારતનું સંરક્ષણ મંત્રાલય બેંગલુરુના યેલાહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઈન્ડિયા શો-2023નું આયોજન કરી રહ્યું છે. આ એર શોની ચૌદમી આવૃત્તિમાં ભાગ લેનાર વિમાનોના નામ નીચે મુજબ છે-
  • F-21 ફાઈટર પ્લેન
  • C- 130J ટ્રાન્સપોર્ટ પ્લેન
  • MH-60R રોમિયો, મલ્ટી મિશન હેલિકોપ્ટર
  • જેવલિન વેપન સિસ્ટમ
  • S-92 મલ્ટી રોલ હેલિકોપ્ટર
  • 737, 787 ડ્રીમલાઇનર અને 777X
  • તેજસ માર્ક 1A 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×