Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'અસાની' ભયંકર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ રહ્યું છે, આંધ્ર, ઓડિશા અને બંગાળમાં એલર્ટ જાહેર

બંગાળની ખાડીમાં ઉંડા દબાણનો વિસ્તાર ચક્રવાતમાં પરિવર્તિત થયો છે અને તેને 'અસાની' નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે રવિવારે કહ્યું કે આગામી 12 કલાકમાં તે ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. ચક્રવાતી તોફાન અસાની બંગાળની ખાડીમાંથી 13 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના à
05:36 PM May 08, 2022 IST | Vipul Pandya

બંગાળની ખાડીમાં ઉંડા દબાણનો વિસ્તાર ચક્રવાતમાં પરિવર્તિત થયો છે
અને તેને
'સાની' નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે રવિવારે કહ્યું કે આગામી 12 કલાકમાં તે ગંભીર ચક્રવાતી તોફાનમાં
ફેરવાઈ શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ
વધશે. ચક્રવાતી તોફાન અસાની બંગાળની ખાડીમાંથી
13 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તે નિકોબાર ટાપુઓથી 480 કિમી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં અને પોર્ટ બ્લેરથી 400 કિમી પશ્ચિમમાં છે. રવિવારે સવારે 8 વાગ્યાની આસપાસ, ચક્રવાત વિશાખાપટ્ટનમથી 940 કિલોમીટર અને પુરીથી 1000 કિલોમીટરના અંતરે હતું.


આંધ્રપ્રદેશના અમરાવતી હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર ચક્રવાત સાની 10 મેની સાંજ સુધી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને તે
પછી તે બંગાળની ખાડીને અડીને આવેલા આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કિનારે પહોંચશે. એવું
પણ કહેવામાં આવ્યું હતું કે આ વાવાઝોડું ઓડિશા અથવા આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કરે
તેવી અપેક્ષા નથી
, પરંતુ તે દરિયાકિનારાની સમાંતર ચાલશે.
જોકે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં એલર્ટ આપવામાં આવ્યું છે. આંદામાન અને નિકોબાર
ટાપુઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. અહીં
75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગનું
કહેવું છે કે વરસાદ અને પવનની ઝડપ હજુ વધી શકે છે. તો સાથે સાથે
ઓડિશા અને આંધ્ર પ્રદેશના ઉત્તરી કિનારે ભારે વરસાદ અને તેજ પવનની
શક્યતા છે.

Tags :
AndhraPradeshasaniBengalcyclonicGujaratFirstHighAlertOdishastorm
Next Article