કલમ 370, PFI પર પ્રતિબંધ, જાણો અમિત શાહે લીધેલા ઐતિહાસિક નિર્ણયો
ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે તેમનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં હિન્દુ વૈષ્ણવ પરિવારમાં જન્મેલા અમિત શાહને રાજકારણના ચાણક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશના રાજકારણમાં અમિત શાહનો ઉદય વર્ષ 2014માં થયો હતો. આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી રહેલા અમિત શાહે પાર્ટીને ત્યાં 80માંથી 73 બેઠકો મેળવીને સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભà
ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે તેમનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં હિન્દુ વૈષ્ણવ પરિવારમાં જન્મેલા અમિત શાહને રાજકારણના ચાણક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશના રાજકારણમાં અમિત શાહનો ઉદય વર્ષ 2014માં થયો હતો. આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી રહેલા અમિત શાહે પાર્ટીને ત્યાં 80માંથી 73 બેઠકો મેળવીને સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉત્તર પ્રદેશમાં બમ્પર જીતનો કરિશ્મા એ હતો કે તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેમના નેતૃત્વમાં ભાજપે અનેક રાજ્યોમાં પોતાની સરકાર બનાવી. અમિત શાહના નેતૃત્વમાં ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં જંગી જીત મેળવી અને કેન્દ્રમાં ફરી સરકાર બનાવી. આ પછી કેન્દ્રમાં ગૃહમંત્રી બનેલા અમિત શાહે ઘણા મોટા નિર્ણયો લઈને લોકોને ચોંકાવી દીધા હતા.
કલમ 370 નાબૂદ કરવામાં આવી
ગૃહમંત્રી બન્યાના થોડા સમય પછી, અમિત શાહે 5 ઓગસ્ટ 2019ના રોજ રાજ્યસભામાં કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેના કારણે કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો ખતમ થઈ ગયો અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા.
નાગરિકતા સંશોધન બિલ
દેશભરમાં ભારે વિરોધ હોવા છતાં, અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ (CAA) બંને ગૃહો દ્વારા પસાર કરાવ્યું. વિરોધ પક્ષોએ આ બિલને લઇને ભારે હોબાળો કર્યો હતો પણ અમિત શાહ મક્કમ રહ્યા હતા.
UAPA એક્ટમાં સુધારા
અમિત શાહના નેતૃત્વ હેઠળ, સરકારે સફળતાપૂર્વક UAPA એટલે કે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ (સુધારા) બિલ-2019 સંસદમાં પસાર કર્યું. સરકારના આ પગલાનો વિપક્ષ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, સરકારે કહ્યું કે આતંકને કાબૂમાં લેવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.
PFI પર પ્રતિબંધ
આ વર્ષે સપ્ટેમ્બરમાં ગૃહમંત્રી અમિત શાહે કટ્ટરપંથી સંગઠન PFI અને તેના આઠ સંગઠનો પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. ગૃહ મંત્રાલયે આ કાર્યવાહી સંગઠનના આતંકવાદી જોડાણના મજબૂત પુરાવા મળ્યા બાદ કરી હતી.
પુત્ર બીસીસીઆઇના સચિવ
અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ અનિલચંદ્ર શાહ અને માતાનું નામ કુસુમબેન શાહ છે. તેમની પત્નીનું નામ સોનલ શાહ અને પુત્રનું નામ જય શાહ છે, જે બીસીસીઆઈના સચિવ છે.
અમિત શાહના જીવન સાથે જોડાયેલ અજાણી વાતો
અમિત શાહના પરિવારને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. તેમના પિતા મોટા વેપારી હતા. શાહ બાળપણમાં RSS એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. તેમના અભ્યાસ દરમિયાન, તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે પણ કામ કર્યું. શાહ ભાજપમાં જોડાતા પહેલા સ્ટોક બ્રોકર તરીકે કામ કરતા હતા. તેઓ 1995માં ગુજરાત સ્ટેટ ફાયનાન્સ કોર્પોરેશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હતા. પીએમ મોદી સાથે શાહની પહેલી મુલાકાત 1982માં અમદાવાદમાં થઈ હતી. પીએમ મોદી તે સમયે આરએસએસના પ્રચારક હતા. શાહને 1991માં લાલકૃષ્ણ અડવાણી અને 1996માં અટલ બિહારી વાજપેયીના પ્રચારની કમાન સોંપવામાં આવી હતી, જેમાં તેમણે શાનદાર કામ કર્યું હતું. અહીંથી તેઓ એક ઉત્તમ ચૂંટણી પ્રબંધક અને કુશળ વ્યૂહરચનાકાર તરીકે ઉભરી આવ્યા.
1997માં પહેલી વખત ધારાસભ્ય બન્યા
અમિત શાહ 1997માં સરખેજ બેઠકની પેટાચૂંટણી જીતીને ગુજરાતમાં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. તેઓ 1998, 2002 અને 2007માં પણ સતત જીત મેળવીને વિધાનસભા પહોંચ્યા હતા. 2002માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે શાહને તેમની કેબિનેટમાં સ્થાન આપ્યું હતું. તેમને અનેક મોટા મંત્રાલયોની કમાન સોંપવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશમાં શાહનો કરિશ્મા
અમિત શાહના કાર્યક્ષમ સંચાલન અને કુશળ વ્યૂહરચનાનું પરિણામ એ હતું કે ભાજપે 2014માં ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80માંથી 73 બેઠકો જીતી હતી. અત્યારે શાહ-મોદીની જોડીને તોડવાની સત્તા વિરોધ પક્ષોમાંથી કોઈ પાસે નથી.
રાજકારણના ચાણક્ય
અમિત શાહને રાજકારણના ચાણક્ય કહેવામાં આવે છે. તેમણે ભાજપને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બનાવી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી, તેમણે સભ્યપદ અભિયાન શરૂ કર્યું, જેણે એક વર્ષમાં 10 કરોડનો આંકડો પાર કર્યો.
વડાપ્રધાનશ્રી મોદીએ અમિત શાહને જન્મદિનની શુભેચ્છા આપી હતી
ભાજપની જીતનો શ્રેય અમિત શાહને
શાહની રાજકીય કારકિર્દીમાં સૌથી મોટો ફેરફાર ત્યારે આવ્યો જ્યારે 2014ની લોકસભા ચૂંટણી પહેલા તેમને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા અને તેમને યુપીનો હવાલો સોંપવામાં આવ્યો. આ દરમિયાન શાહે કઈ રણનીતિ બનાવી અને કેવી રીતે દરેક સીટની મુલાકાત લીધી તે કોઈનાથી છુપાવી શકાય તેમ નથી. આખા દેશમાં ભાજપને યુપીમાંથી સૌથી વધુ સીટો મળી અને ભાજપની અત્યાર સુધીની સૌથી મોટી જીતમાં યુપીએ મહત્વની ભૂમિકા ભજવી અને તમામ શ્રેય અમિત શાહને જાય છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમિત શાહને જન્મદિનની શુભેચ્છા આપી હતી
Advertisement