Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

26 જાન્યુઆરીના દિવસે અંબાજી મંદિરમાં અન્નકૂટ યોજાયો

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો આ ધામ અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે. અંબાજી મંદિર પર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે,એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરમાં કેટલાય દિવસોમાં અન્નકૂટ (Annakoot) ધરાવવામાં આવે છે.માતાજીને આજે 26 જાન્
09:59 AM Jan 26, 2023 IST | Vipul Pandya
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો આ ધામ અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે. અંબાજી મંદિર પર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે,એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરમાં કેટલાય દિવસોમાં અન્નકૂટ (Annakoot) ધરાવવામાં આવે છે.માતાજીને આજે 26 જાન્યુઆરીના રોજ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં માતાજીને 56 ભોગનો અન્નકૂટ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. 

અન્નકૂટ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
અંબાજી મંદિરમાં દેશમાંથી અને વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. ત્યારે આજે ઘણા ભક્તોએ અન્નકૂટના દર્શન કર્યા હતા બપોરે 12:00 વાગે માતાજીને રાજભોગ ધરાવ્યા બાદ ભટ્ટજી મહારાજ દ્વારા અન્નકૂટ આરતી કરવામાં આવી હતી. અન્નકૂટ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

આજે ગુરુવારે ગરુડ સવારી પર માતાજી સવાર હોય છે
 અંબાજી મંદિર ખાતે માતાજીને સવારે મંગળા આરતી કરવામાં આવે છે અને સવારે બાલભોગ ધરાવવામાં આવે છે. બપોરે માતાજીને રાજભોગ ધરાવવામાં આવે છે. અંબાજી મંદિરમાં સાંજે સાયમ આરતી કરવામાં આવે છે અને સાંજે માતાજીને સાયં ભોગ ધરાવવામાં આવે છે. અંબાજી મંદિરમાં માતાજીના મૂર્તિના દર્શન થતા નથી પરંતુ વીસાયંત્રને એ રીતે શણગાર કરવામાં આવે છે એટલે ભક્તોને માતાજીનું સ્વરૂપ જોવા મળે છે. અંબાજી મંદિરમાં માતાજીની સાત દિવસની અલગ અલગ સવારી હોય છે. આજે ગુરુવારે ગરુડ સવારી પર માતાજી સવાર હોય છે.

અંબાજી મંદિરમાં માતાજીના ત્રણ સ્વરૂપના દિવસમાં રૂપ ભક્તોને જોવા મળે છે
અંબાજી મંદિરમાં માતાજીના ત્રણ સ્વરૂપના દિવસમાં રૂપ ભક્તોને જોવા મળે છે. સવારે માતાજી બાળ સ્વરૂપમાં બપોરે યૌવન સ્વરૂપમાં અને સાંજે વૃદ્ધ સ્વરૂપમાં હોય છે. સવારે બપોરે અને સાંજે દર્શન કરવા આવતા ભક્તોને જોવા મળે છે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા માતાજીના ગર્ભગૃહમા શણગાર કરવામાં આવે છે. અંબાજી મંદિરનો સમય વર્ષ દરમિયાન સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય પ્રમાણે બદલાતો હોય છે. 
દરેક પર્વમાં લાઇટીંગ કરાય છે
અંબાજી મંદિરમાં નવરાત્રી પર્વમાં, દીવાળી પર્વમાં અને ભાદરવી મહા મેળામાં રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવે છે. અંબાજી આવતા ભક્તો વર્ષ દરમિયાન ચાલતા પગપાળા સંઘમાં આવતા હોય છે,તો ઘણાં ભક્તો પોતાના ગામથી ધજા લઈને પણ આવતા હોય છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી માઈ ભક્તો માટે રહેવા માટે ટ્રસ્ટ તરફથી અંબિકા વિશ્રામ ગૃહ અને હોલીડે હોમ ધર્મશાળા બનાવવામાં આવી છે જેમા ભક્તો ઓછી કિંમતમાં રોકાતા હોય છે. અંબાજી મંદિરમાં અન્નકૂટ મહોત્સવ વર્ષ દરમિયાન ઘણી વખત યોજાતો હોય છે ત્યારે આજે 26 જાન્યુઆરીના રોજ અન્નકૂટ યોજાયો હતો.
આ પણ વાંચો--'પતિ મુઝે હેરાન-પરેશાન કરતા હૈ, મૈં તંગ આ ગઈ હું' લખી મહિલાનો આપઘાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AmbajiAmbajitempleAnnakootGujaratFirstRepublicDay
Next Article