અમુલે દૂધ ખરીદ ભાવમાં ત્રીજી વખત વધારો કર્યો છે, આ તારીખથી થશે અમલી
અમુલ ડેરીએ (Amul Dairy) પશુપાલકોને (Cattle Breeder) દિવાળીની ભેટ આપી છે. અમુલે દુધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. અમુલે પ્રતિ કિલો ફેટે રૂ. 20નો ખરીદભાવમાં વધારો કર્યો છે. જૂનો ભાવ પ્રતિ કિલો ફેટે રૂપિયા 760 હતો જે વધીને હવે નવો ભાવ રૂ. 780 કરવામાં આવ્યો છે. અમુલે દૂધ ખરીદ ભાવમાં ત્રીજી વખત વધારો કર્યો છે. અમુલે એપ્રીલથી સપ્ટેમ્બર વચ્ચે રૂ. 60નો વધારો કર્યો હતો.દૂધની (Milk) માંગ અને વપરાશ વચ્ચે અમૂલ ડેરીએ પશુપાલàª
અમુલ ડેરીએ (Amul Dairy) પશુપાલકોને (Cattle Breeder) દિવાળીની ભેટ આપી છે. અમુલે દુધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. અમુલે પ્રતિ કિલો ફેટે રૂ. 20નો ખરીદભાવમાં વધારો કર્યો છે. જૂનો ભાવ પ્રતિ કિલો ફેટે રૂપિયા 760 હતો જે વધીને હવે નવો ભાવ રૂ. 780 કરવામાં આવ્યો છે. અમુલે દૂધ ખરીદ ભાવમાં ત્રીજી વખત વધારો કર્યો છે. અમુલે એપ્રીલથી સપ્ટેમ્બર વચ્ચે રૂ. 60નો વધારો કર્યો હતો.
દૂધની (Milk) માંગ અને વપરાશ વચ્ચે અમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. પહેલા દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે રૂ. 760 હતો. હવે તેમા રૂ. 20નો વધારો કરવામાં આવ્યો છે. જેથી નવો ભાવ રૂ. 780 થશે. આ જાહેરાત બાદ પશુપાલકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. જ્યારે અમુલે ગાયના દૂધમાં પણ પ્રતિકીલો ફેટે 5 રૂપિયાનો વધારો કરાયો છે. આ નિર્ણયથી 7 લાખ પશુપાલકોને ફાયદો થશે. આ નવો ભાવ વધારો 1લી નવેમ્બરથી અમલી થવાનો છે.
અમુલ ડેરીના (Amul Dairy) ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે, રજૂઆતોને પગલે બોર્ડમાં ચર્ચા કરી આ નિર્ણય લેવાયો છે. પશુપાલકોને દાણ અને ઘાસચારો મોંઘો પડે છે. લમ્પી બાદ દૂધનું પ્રમાણ ઘટ્યું છે તેથી પશુપાલકોને પોસાતું નથી તેથી બોર્ડના નિર્ણય પ્રમાણે રૂ. 20નો વધારો કરાયો છે. ભેંસના દૂધમાં 20નો વધારો થયો. ગાયાના દુધમાં રૂ. 5નો વધારો કરાયો છે.
Advertisement