AMUL ડેરીના ચેરમેન તરીકે વિપુલ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કાંતિ સોઢા પરમાર ચૂંટાયા
AMUL ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીવિપુલ પટેલની ચેરમેન તરીકે વરણીકાંતિ સોઢા પરમાર વાઇસ ચેરમેન નિમાયા ખેડા જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ-અમૂલ ડેરી (AMUL Dairy)ના ચેરમેન તરીકે વિપુલ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કાંતિ સોઢા પરમાર બિનહરીફ ચૂંટાયા છે. વિપુલ પટેલ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ હોવાની સાથે અમૂલ ડેરી અને ગુજકોમાસોલના ડિરેક્ટર પણ છે.અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસચેરમેનની ચૂંટણીમંગળવાર
AMUL ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી
વિપુલ પટેલની ચેરમેન તરીકે વરણી
કાંતિ સોઢા પરમાર વાઇસ ચેરમેન નિમાયા
ખેડા જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ-અમૂલ ડેરી (AMUL Dairy)ના ચેરમેન તરીકે વિપુલ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કાંતિ સોઢા પરમાર બિનહરીફ ચૂંટાયા છે. વિપુલ પટેલ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ હોવાની સાથે અમૂલ ડેરી અને ગુજકોમાસોલના ડિરેક્ટર પણ છે.
અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસચેરમેનની ચૂંટણી
મંગળવારે અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી. અમૂલ ડેરીમાં ચેરમેન તરીકે વિપુલ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કાંતિ સોઢા પરમારની આજે બિનહરીફ વરણી કરાઇ છે. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અને અમૂલના ડિરેક્ટર વિપુલ પટેલ(ડુમરાલ) અમૂલ ડેરી આણંદના નવા ચેરમેન બન્યા છે. વિપુલ પટેલ છેલ્લી 2 ટર્મથી નડિયાદ એપીએમસીના ચેરમેન પણ છે અને 2 ટર્મ સભ્ય રહ્યા છે. તેઓ આરકો ગુલના પણ 2 ટર્મથી ચેરમેન છે અને ગુજકોમાસોલના ડિરેક્ટર પણ છે.
હાલમાં જ ભાજપમાં જોડાયેલા વાઇસ ચેરમેન
બીજી તરફ હાલમાં જ ભાજપમાં જોડાયેલા આણંદ ના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર વાઇસ ચેરમેન બન્યા છે.
રામસિંહ પરમારનું અમૂલ ડેરીમાં વર્ષોથી એકચક્રી શાસન
અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાયેલી ચૂંટણીમાં રામસિંહ પરમાર અને વિપુલ પટેલ તેમજ રાજેશ પાઠકે(પપ્પુભાઈ) ચેરમેન પદ માટેની દાવેદારી કરી હતી. રામસિંહ પરમાર વર્ષોથી ચેરમેન તરીકે અમૂલના વહીવટ સાથે સંકળાયેલા છે અને રામસિંહ પરમારનું અમૂલ ડેરીમાં વર્ષોથી એકચક્રી શાસન રહ્યું છે. રામસિંહ પરમાર અગાઉ કોંગ્રેસમાં હતા અને ત્યારબાદ ભાજપમાં જોડાયા છે. અગાઉ તેઓએ ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવી છે
ભાજપને સહકારી ક્ષેત્રમાં ઘણો ફાયદો
વિપુલ પટેલ ખેડા જીલ્લા ભાજપના પ્રમુખ અને બેન્ક તેમજ સહકારી માળખાઓ સાથે સંકળાયેલા હોવાથી ભાજપને સહકારી ક્ષેત્રમાં ઘણો ફાયદો છે. તેઓ ખેડા કો ઓપરેટિવ બેન્ક સાથે પણ સંકળાયેલા છે. કાંતિ સોઢા પરમાર અને અન્ય 4 ડિરેક્ટરો ભાજપમાં જોડાઈ જતા અમૂલમાં ભાજપની પકડ મજબૂત બની હતી.
અમૂલ ડેરીમાં 1200થી વધુ દૂધ મંડળીઓ જોડાયેલી
અમૂલ ડેરીમાં 1200થી વધુ દૂધ મંડળીઓ જોડાયેલી છે જેમાં સૌથી વધુ ખેડા જીલ્લાની 650 દૂધ મંડળી છે. ચેરમેન-વાઇસ ચેરમેન માટે બાકી રહેલા અઢી વર્ષ માટે આજે ચૂંટણી યોજાઇ હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement