Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશભરની તમામ સેવા સહકારી મંડળીઓને સીધા નાબાર્ડ સાથે જોડવાનું કેન્દ્ર સરકારનું આયોજન: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. અમિત શાહ અત્યારે ગોધરાના એક  કાર્યક્રમની અંદર હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પંચામૃત ડેરીના વિવિધ પ્રકલ્પો તેમજ પીડીસી બેંકના નવનિર્મિત મુખ્ય કાર્યાલયનું લોકાર્પણ કર્યુ છે. સાથે જ નવા વિકાસ કામોનો શિલાન્યાસ પણ કર્યો છે. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રà«
દેશભરની તમામ સેવા સહકારી મંડળીઓને સીધા નાબાર્ડ સાથે જોડવાનું કેન્દ્ર સરકારનું આયોજન  અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. અમિત શાહ અત્યારે ગોધરાના એક  કાર્યક્રમની અંદર હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પંચામૃત ડેરીના વિવિધ પ્રકલ્પો તેમજ પીડીસી બેંકના નવનિર્મિત મુખ્ય કાર્યાલયનું લોકાર્પણ કર્યુ છે. સાથે જ નવા વિકાસ કામોનો શિલાન્યાસ પણ કર્યો છે. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલા, સહકારી નેતા દિલીપ સંઘાણી સહિતના રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત છે. સાથે જ દોઢ લાખ જેટલી મોટી સંખ્યામાં લોકો પણ હાજર હતા. ડેરીના સભ્યો વતી અમિત શાહ અને અન્ય મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે લોકોને સંબોધતા કહ્યું કે, પંચમહાલ જિલ્લો ભગવી પાઘડીઓથી ભરેલો દેખાય છે.  હું ભૂતકાળમાં 6 વર્ષ સુધી દાહોદ અને પંચમહાલનો પ્રભારી રહ્યો છું. આ જિલ્લા સાથે માટે જુનો નાતો રહ્યો છે. જો સહકારની અંદર સહકાર હોય તો તેનું પરિણામ કેવું આવે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પી ડી સી બેંક છે. ડેરીનું નામ પંચામૃત ડેરી અને આજે પાંચ કાર્યક્રમોનો સુભગ સમન્વય થયો છે. આજનાં કાર્યક્રમો જિલ્લાનાં સહકારી ક્ષેત્રને મજબુત કરનારા કાર્યક્રમો છે.  દૈનિક 18 લાખ લીટર દૂધનું ઉત્પાદન એ મોટી સિદ્ધિ છે. 
હું 19 વર્ષનો હતો ત્યારથી સહકારી આંદોલન સાથે જોડાયેલો છું. મતદાન કરી ન શકતો પરંતુ ચૂંટણી જોવા જતો હતો. તે વખતે સહકારી ક્ષેત્રનાં વિકાસ માટે જે સહયોગ અને વાતાવરણ જોઈતું હતું તે નહોતું મળતું. તે વખતે કોંગ્રેસની સરકાર હતી. 

Advertisement


કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે, દેશભરની તમામ સેવા સહકારી મંડળીઓને સીધા નાબાર્ડ સાથે જોડવાનું કેન્દ્ર સરકારનું આયોજન છે. આ કાર્ય માટે  સરકાર દ્વારા 6500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 60 હજાર કરોડનું ટર્ન ઓવર સહકાર આંદોલનના માધ્યમથી થયું છે. આગામી પાંચ વર્ષમાં આ સહકાર વિભાગથી બહુ મોટી ક્રાંતિ આવવાની છે. પશુપાલન ક્ષેત્રનું બજેટ 2 હજાર કરોડથી વધારે નરેન્દ્રભાઈએ સીધું 7 હજાર કરોડ કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સહકારી નેતા દિલીપ સંઘાણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દિલીપ સંઘાણી માત્ર દેશનાં નહી પણ દુનિયામાં મોટાં સહકરિતા આગેવાન છે. 
આજે ત્રણેય જિલ્લાનાં ખેડૂત ભાઈઓને મારી અપીલ કે જલ્દીથી આપ તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધો. જેથી પશુઓની સાથે જમીનને પણ મોટો ફાયદો થશે. અમુલ આગામી સમયમાં ઓર્ગેનિક ખેતી માટેની લેબોરેટરી બનાવવા જઇ રહ્યું છે. પંચમહાલ બેંક જે રીતે બચી છે અને પંચામૃત ડેરી નો જે રીતે વિકાસ થયો છે તેની ક્રેડિટ આપ ખેડૂતો અને સભાસદોને જાય છે. પછાત વર્ગને આગળ વધારવાનું કામ જે કોંગ્રેસ આટલાં વર્ષોમાં ન કરી શકી તે કામ નરેન્દ્ર મોદી સરકારે કરી બતાવ્યું છે. તેની માટે આયોગની સ્થાપના કરી એટલું જ નહી 27 મંત્રી કેન્દ્ર સરકારમાં ઓબીસીનાં બનાવ્યાં છે. 
Tags :
Advertisement

.