Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'કોઈ આલૂ તો કોઈ મેડ-હેટર', ફિલ્મ સ્ટાર્સ તેમના પાર્ટનરને આ નામથી બોલાવે છે

પ્રેમમાં હોવું એ પોતાનામાં એક લાગણી છે. જ્યારે તમે પ્રેમમાં હો ત્યારે તમે ઘણી એવી વસ્તુઓ કરો છો જેનાથી તમારા પાર્ટનરને સારું લાગે છે. જેના કારણે તેમનો પ્રેમ ગાઢ બને છે. યુગલો વચ્ચે એકબીજાને હુલામણા નામથી બોલાવવા પાછળનું આ જ કારણ છે. બંને ઘણીવાર કેટલાક નામોથી બોલાવે છે જે લોકો માટે નથી. કોઈ ખાસ જ તેને બોલાવી શકે છે. બોલિવૂડ સ્ટાર્સમાં પણ આ ઘણીવાર જોવા મળે છે. પ્રેમ પછી લગ્નના બંધનમાàª
 કોઈ આલૂ તો કોઈ મેડ હેટર   ફિલ્મ સ્ટાર્સ તેમના પાર્ટનરને આ નામથી બોલાવે છે
પ્રેમમાં હોવું એ પોતાનામાં એક લાગણી છે. જ્યારે તમે પ્રેમમાં હો ત્યારે તમે ઘણી એવી વસ્તુઓ કરો છો જેનાથી તમારા પાર્ટનરને સારું લાગે છે. જેના કારણે તેમનો પ્રેમ ગાઢ બને છે. યુગલો વચ્ચે એકબીજાને હુલામણા નામથી બોલાવવા પાછળનું આ જ કારણ છે. બંને ઘણીવાર કેટલાક નામોથી બોલાવે છે જે લોકો માટે નથી. કોઈ ખાસ જ તેને બોલાવી શકે છે. બોલિવૂડ સ્ટાર્સમાં પણ આ ઘણીવાર જોવા મળે છે. પ્રેમ પછી લગ્નના બંધનમાં બંધાયેલા સ્ટાર્સ ઘણીવાર તેમના પ્રેમીને કેટલાક વિચિત્ર અને સુંદર ઉપનામોથી બોલાવે છે. આજે આ આર્ટીકલમાં અમે તમને આવા જ કેટલાક સેલિબ્રિટી કપલ્સ વિશે જણાવીશું, તેઓ પોતાના પાર્ટનરને કયા નામથી બોલાવે છે…
વિરાટ કોહલી અને અનુષ્કા



બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાંની એક અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પોતાના અંગત જીવનને ખૂબ જ ખાનગી રાખવાનું પસંદ કરે છે. આ કપલ લગ્ન પહેલા અને લગ્ન પછી પણ પોતાની પ્રાઈવસીને લઈને ખૂબ જ સભાન છે. પરંતુ રિપોર્ટ્સનું માનીએ તો વિરાટ તેની પત્ની અનુષ્કાને નુષ્કી કહીને બોલાવે છે.
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા



અરબાઝ ખાન સાથેના છૂટાછેડા પછી મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને લવ બર્ડ ઘણીવાર એકબીજા સાથે જોવા મળે છે. ઈન્ડસ્ટ્રીમાં અને તેની બહાર પણ તેઓની ચર્ચા કરવામાં આવે છે. જણાવી દઈએ કે એકવાર અર્જુન કપૂરે પોતે કહ્યું હતું કે તે મલાઈકાને મલાઈકા કહીને બોલાવે છે. જ્યારે મલાઈકા અરોરા તેને મેડ હેટર કહીને બોલાવે છે.
રણવીર સિંહ અને દીપિકા



આ કપલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી લોકપ્રિય કપલ છે. રણવીર સિંહ અને દીપિકા બંને એકસાથે સુંદર લાગે છે. રણવીર તેની એનર્જી માટે અને દીપિકા તેની સુંદરતા માટે જાણીતી છે. આ કપલ મીડિયા ફ્રેન્ડલી પણ છે. જો આપણે નિક નેમ વિશે વાત કરીએ તો દીપિકા તેના પતિને કેન્ડી કહે છે જ્યારે રણવીર દીપિકાને છપલી અને બેબી કહીને બોલાવે છે.
રણબીર અને આલિયા



બોલિવૂડના ચોકલેટી બોય રણબીર કપૂર અને ક્યૂટ આલિયા ભટ્ટે લાંબા સંબંધો બાદ લગ્ન કર્યાં. હાલમાં જ આ કપલે પોતાની પુત્રીને પણ જન્મ આપ્યો છે. જણાવી દઈએ કે રણબીર કપૂર પોતાની પત્નીને પ્રેમથી આલિયાને આલૂ કહે છે. આલિયાના ચાહકોને પણ આ નામ ખૂબ પસંદ છે. પરંતુ આલિયા રણવીરને કયા નામથી બોલાવે છે તે સ્પષ્ટ નથી.
શાહિદ કપૂર અને મીરા રાજપૂત



શાહિદ કપૂર અને મીરા રાજપૂતના એરેન્જ્ડ મેરેજ છે એ તો બધા જ જાણે છે. બંને બે બાળકોના ગર્વિત માતા-પિતા છે અને અરેન્જ્ડ મેરેજ હોવા છતાં બંને વચ્ચેની કેમેસ્ટ્રી ધૂમ મચાવી રહી છે. મીરાની વાત કરીએ તો તે તેના પતિ શાહિદને 'શાદુ' અને 'ટોમી' કહીને બોલાવે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.