Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝની દિલ્હી પોલીસે પૂછપરછ શરુ કરી

ફિલ્મ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝની આજે દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં જેક્લીનને  આજે દિલ્હી પોલીસ સમક્ષ હાજર થવા જણાવાયું છે. જેક્લીન ફર્નાન્ડીઝ દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં પહોંચી ચુકી છે જ્યાં તેની પૂછપરછ શરુ કરાઇ છે. 200 કરોડથી વધુની છેતરપિંડીના માસ્ટરમાઈન્ડ સુકેશ ચંદ્રશેખ
05:20 AM Sep 14, 2022 IST | Vipul Pandya
ફિલ્મ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝની આજે દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં જેક્લીનને  આજે દિલ્હી પોલીસ સમક્ષ હાજર થવા જણાવાયું છે. જેક્લીન ફર્નાન્ડીઝ દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં પહોંચી ચુકી છે જ્યાં તેની પૂછપરછ શરુ કરાઇ છે. 
200 કરોડથી વધુની છેતરપિંડીના માસ્ટરમાઈન્ડ સુકેશ ચંદ્રશેખર કેસમાં જેક્લીનની પૂછપરછ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે જેક્લીન ફર્નાન્ડીઝ માટે લાંબા પ્રશ્નોની લાંબી યાદી પણ તૈયાર કરી છે. 
ઉલ્લેખનિય છે કે  પોલીસે જેક્લીનને પૂછપરછ માટે અગાઉ બે વખત 12 સપ્ટેમ્બર અને 29 ઓગસ્ટે પણ સમન્સ મોકલ્યા હતા. પરંતુ જેકલીન પોલીસ સમક્ષ હાજર થઈ ન હતી. હવે ત્રીજુ સમન્સ મોકલીને દિલ્હી પોલીસે અભિનેત્રીને પોલીસ સમક્ષ હાજર થવા કડક સૂચના આપી છે,જેથી હવે જેકલીને કોઈપણ સંજોગોમાં પોલીસ સમક્ષ હાજર થવું પડશે.
માનવામાં આવી રહ્યું છે કે સમગ્ર મની લોન્ડરીંગ કેસમાં  દિલ્હી પોલીસ જેકલીનની સુકેશ ચંદ્ર શેખર સાથેના સંબંધો વિશે પૂછપરછ કરશે. આ સિવાય જેકલીનને સુકેશે અભિનેત્રીને આપેલી મોંઘી અને કીમતી ભેટો અંગે પણ પૂછપરછ કરવામાં આવશે. જેકલીનને પૂછવામાં આવશે કે તે સુકેશને કેટલી વાર મળી છે અને કેટલી વાર તેણે સુકેશ સાથે ફોન પર વાત કરી છે.
જેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું છે. જેકલીન અને પિંકીને સામસામે બેસીને પણ પૂછપરછ કરવામાં આવશે. જેકલીન પહેલા દિલ્હી પોલીસે આ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીની 6 કલાક સુધી પૂછપરછ કરી છે.
મળતી માહિતી મુજબ, સુકેશે જેકલીનને 10 કરોડ રૂપિયાની કિંમતી ભેટ આપી હતી.  સુકેશે જેકલીનના પરિવારના સભ્યોને મોંઘી ભેટ પણ આપી હતી. 

Tags :
GujaratFirstJacquelineFernandezMoneyLaunderingCase
Next Article