દિલ્હીની સ્કુલો જોવાનું 'આપ'નું ગુજરાત સરકારને આમંંત્રણ
વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાવાની છે ત્યારે રાજકિય પક્ષો એડીચોટીનું જોર અજમાવી રહ્યા છે અને અત્યારથી જ સક્રિય થઇ ગયા છે. શનિવારે આમ આદમી પાર્ટીના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું હતું કે 'આપ' ગુજરાતમાં દિલ્હીના શિક્ષણ મોડલ ઉપર ગુજરાતમાં ચૂંટણી લડશે. 'આપ' દ્વારા દિલ્હીની સરકારી સ્કૂલો જોવા માટે ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપને આમંત્રણ આપ્યું હતું. 2 એપ્રિલના રો
વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાવાની છે ત્યારે રાજકિય પક્ષો એડીચોટીનું જોર અજમાવી રહ્યા છે અને અત્યારથી જ સક્રિય થઇ ગયા છે. શનિવારે આમ આદમી પાર્ટીના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું હતું કે 'આપ' ગુજરાતમાં દિલ્હીના શિક્ષણ મોડલ ઉપર ગુજરાતમાં ચૂંટણી લડશે. 'આપ' દ્વારા દિલ્હીની સરકારી સ્કૂલો જોવા માટે ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપને આમંત્રણ આપ્યું હતું. 2 એપ્રિલના રોજ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવશે તેવી પણ જાહેરાત કરાઇ હતી.
દિલ્હીની સ્કુલો જોવા ભાજપ સરકારને આમંત્રણ આપ્યું
'આપ'ના ગોપાલ ઇટાલીયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે 'આપ' અને અરવિંદ કેજરીવાલનો ટ્વીટર પર વિરોધ કરવામાં આવ્યો હતો પણ 'આપ' દ્વારા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને ખુલ્લી ચર્ચા માટે કહ્યું હતું . તેમણે કહ્યું હતું કે એક મંત્રી ચર્ચા કરે ત્યારે તેનું મહત્વ વધી જાય છે પણ ગુજરાતના શિક્ષણ મંત્રીએ ચેલેન્જ સ્વીકારી ન હતી.તેમણે આરોપ લગાવ્યો હતો કે ગુજરાતમાં શિક્ષણ ખાડે ગયું છે અને અમે લોકો સુધી શિક્ષણનો મુદ્દો ઘરે ઘરે પહોંચાડીશું. તેમણે ગુજરાત તમામ પ્રવકતા,તમામ નેતાઓ અને તમામ મંત્રીઓને જાહેર આમંત્રણ આપ્યું હતું.દિલ્હીની સરકારી સ્કૂલો જોવા માટે આપે ભાજપને આમંત્રણ આપ્યું હતું. ભાજપના નેતાઓ, પ્રવક્તાઓ અને ગુજરાતના સરકારના મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 'આપ'ની પ્રદેશ ટીમ 1 વાગે સચિવાલય ખાતે જીતુ વાઘાણીને આમંત્રણ આપવા જશે. તેમણે કહ્યું કે ફિલ્મને કર મુક્ત કરી છે, તો શિક્ષણ, ટોલ નાકા, દવાખાના ફ્રી કરો. તેમણે વધુમાં જાહેરાત કરી હતી કે 2 એપ્રિલના રોજ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવશે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરશે. પોલીસ મંજૂરી મળ્યા બાદ બંને મુખ્યમંત્રીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
છોટુ વસાવા સાથે આપ ગઠબંધન કરશે
ગોપાલ ઇટાલીયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટી BTP સાથે ગઠબંધન કરશે. 'આપ'ના નેતાઓએ છોટુ વસાવા અને મહેશ વસાવા સાથે મુલાકાત કરી છે અને બંનેને 'આપ'માં જોડાવા આમંત્રણ આપ્યું છે. ટૂંક સમયમાં છોટુ વસાવા અને મહેશ વસાવા 'આપ'માં જોડાય તેવી શક્યતા છે પણ જો 'આપ'મા નહીં જોડાય તો બંને પક્ષે વચ્ચે ગઠબંધન થાય તેવી શકયતા છે.
આદિવાસી સમાજની માંગણીઓને આપનો ટેકો
બીજી તરફ પ્રેસ કોન્ફરન્સમાં આપના નેતા ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે અમે આદિવાસ સમાજની સમસ્યા સમજી છે અને તેમને પૂરતું વળતર અને લાભ મળતાં નથી જેથી આદિવાસી સમાજની માંગણીઓને આપનો ટેકો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ખેડૂતોને 8 કલાક વીજળી આપવાનો ભાજપ વર્ષોથી દાવો કરે છે પણ 8 કલાક વીજળી આપવામાં આવતી નથી. તેમણે પ્રશ્ન કર્યો હતો કે વીજળીની ઘટ હોય તો ઉધોગોને કેમ વીજળી પૂરતી મળે છે. ખેડૂતો મુદ્દે સરકાર નિરાકરણ નહીં લાવે આપ આંદોલન કરશે. જીતુ વાઘાણી શિક્ષણ મુદ્દે ચર્ચા કરવાને બદલે હિન્દુ મુસ્લિમ કરી રહ્યા છે, તેમણે પણ કહ્યું હતું કે ગુજરાતના ગામડાઓ સુધી લોકો કાશ્મીર ફાઈલ ફિલ્મ ફ્રી બતાવવા માટે યુ ટ્યુબ પર ચડાવી જોઈએ
Advertisement