Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોડાસામાં ઘર કા ભેદી લંકા ઢાયે જેવો ઘાટ સર્જાયો, જાણો સમગ્ર મામલો

મોડાસા (Modasa) ખાતે ડુગરવાળા ચોકડી પાસે આવેલી એક મોબાઈલની દુકાનમાં (Mobile Shop)થી ગત શુક્રવારે  મોબાઈલ તેમજ અન્ય માલસામાન સહીત કુલ  13.24 લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી. પોલીસે આ ચોરી અંગે ફરિયાદ નોંધી ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકોમાં આ ચોરીનો ભેદ ઉકેલી ચોરી કરનાર ત્રણ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો છે.12.77 લાખની મતાની ચોરીમોડાસા ખાતે ડુગરવાડા ચોકડી પાàª
08:30 AM Feb 12, 2023 IST | Vipul Pandya
મોડાસા (Modasa) ખાતે ડુગરવાળા ચોકડી પાસે આવેલી એક મોબાઈલની દુકાનમાં (Mobile Shop)થી ગત શુક્રવારે  મોબાઈલ તેમજ અન્ય માલસામાન સહીત કુલ  13.24 લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી. પોલીસે આ ચોરી અંગે ફરિયાદ નોંધી ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકોમાં આ ચોરીનો ભેદ ઉકેલી ચોરી કરનાર ત્રણ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો છે.
12.77 લાખની મતાની ચોરી
મોડાસા ખાતે ડુગરવાડા ચોકડી પાસે આવેલી પત્તીવાલા ટ્રેડિંગ કંપની નામની મોબાઈલ દુકાનમાં શુક્રવારે રાત્રી દરમિયાન ચોરીની ઘટના બની હતી જેમાં તસ્કરો દુકાનમાં પ્લાયવુડનું પાટિયું તોડી તેમાંથી સેમસંગ કંપનીના મોબાઈલ નંગ 57 તેમજ સ્માર્ટ વોચ નંગ 5 સહીત કુલ 12.77 લાખની મતાની ચોરી કરી ભાગી છૂટયા હતા. સમગ્ર મામલે વહેલી સવારે  દુકાન માલિકને જાણ થતા મોડાસા ટાઉન પોલીસને જાણ કરાઈ હતી જે આધારે પોલીસે ઘટના અંગે ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. સમગ્ર કેસની તપાસ એલસીબી પોલીસે ચાલુ કરી હતી.

નેત્રમ અને પોકેટ કોપની મદદ લઇ ગુનો શોધાયો 
પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા શહેરમાં લાગેલા નેત્રમ કેમેરા તેમજ પોકેટ કોપની મદદ મેળવી હતી. મળેલ બાતમી આધારે પોલીસે ચોરી થયાના ગણતરીના કલાકોમાં ગુનામાં સામેલ સાબરકાંઠાના બે અને મોડાસાનો એક એમ કુલ ત્રણ ચોરોને ઝડપી પાડયા છે. પોલીસે ચોરો પાસેથી ચોરી કરેલા મોબાઈલ તેમજ અન્ય સમાન સહીત કુલ 13.24 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે 
મોબાઈલ દુકાનમાં નોકરી કરતો યુવક જ ચોર નીકળ્યો 
આ ગુનામાં ઘરકા ભેદી લંકા ઢાયે જેવો ઘાટ જોવા મળ્યો છે. આ ગુનામાં ઝડપાયેલા મોહમ્મદ સાહિલ ઝહીર અબ્બાસ પઠાણ નામનો શખ્સ આજ મોબાઈલની દુકાનમાં નોકરી કરતો હતો અને તેને અન્ય સાબરકાંઠાના ઈરફાન બિલાલભાઈ પઠાણ અને મનીષ અમરતભાઈ પરમાર ને બોલાવી ચોરીનો પ્લાન બનાવ્યો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો--- પતિ બ્રેઇનડેડ થયાની જાણ થતા બીજી જ સેકન્ડે પત્નિએ કહ્યું “અંગદાન કરવું છે."
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstMobileShopmodasapolice
Next Article