Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જામનગર એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટનો ખુણેખુણો સર્ચ કરાયો

જામનગર એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફલાઈટના ઇમરજન્સી લેન્ડિંગનો મામલોસતત આઠ કલાકથી એરપોર્ટ કિલ્લાબંધીમાં તબદીલહજુ પણ ઓપરેશન ચાલુજામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને મોરબી જિલ્લાની પોલીસ એરપોર્ટમાંએરપોર્ટના રનવે પરથી રશિયન વિમાનને એરફોર્સના રનવે પર લઈ જવાયુંસ્થાનિક એજન્સીઓના ચેકીંગ બાદ એનએસજીએ પણ પ્લેનનો ખૂણે ખૂણો સર્ચ કર્યોબૉમ્બ કે કોઈ સંદિગ્ધ પદાર્થ નથી મળ્યો: કલેકટર તમામ ર
12:58 AM Jan 10, 2023 IST | Vipul Pandya
  • જામનગર એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફલાઈટના ઇમરજન્સી લેન્ડિંગનો મામલો
  • સતત આઠ કલાકથી એરપોર્ટ કિલ્લાબંધીમાં તબદીલ
  • હજુ પણ ઓપરેશન ચાલુ
  • જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને મોરબી જિલ્લાની પોલીસ એરપોર્ટમાં
  • એરપોર્ટના રનવે પરથી રશિયન વિમાનને એરફોર્સના રનવે પર લઈ જવાયું
  • સ્થાનિક એજન્સીઓના ચેકીંગ બાદ એનએસજીએ પણ પ્લેનનો ખૂણે ખૂણો સર્ચ કર્યો
  • બૉમ્બ કે કોઈ સંદિગ્ધ પદાર્થ નથી મળ્યો: કલેકટર 
  • તમામ રશિયન 236 મુસાફરો હાલ એરપોર્ટના લોન્જમાં સુરક્ષિત
  • કોરોનાની દહેશતને લઈને વિદેશી પ્રવાસીઓને એરપોર્ટમાં જ રાખવામાં આવ્યા
  • હજુ ત્રણ કલાકનો સમય લાગશે સંપૂર્ણ પ્રક્રિયાને : કલેકટર સૌરભ પારઘી
મોસ્કો (Moscow)થી ગોવા (Goa) જતી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બોમ્બ હોવાની જાણકારી મળ્યા બાદ ફ્લાઇટને જામનગર (Jamnagar) એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. સતત 8 કલાકથી ફ્લાઇટમાં ચેકિંગ (Search) કરાઇ રહ્યું છે. એજન્સીઓએ મુસાફરોના સામાનથી માંડીને ફ્લાઇટનો ખુણેખુણો સર્ચ કર્યો છે પણ કોઇ સંદિગ્ધ ચીજ મળી નથી. સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ થતાં હજું 3 કલાકથી વધુ સમય લાગી શકે છે તેમ જીલ્લા કલેક્ટરે જણાવ્યું છે. 

એનએસજીની ટીમ પહોંચી
એનએસજીની ટીમ પણ જામનગર એરપોર્ટ પર પહોંચી છે અને તપાસ કરી રહી છે.  એનએસજીની વધુ એક ટીમને સ્થળ પર બોલાવાઇ છે. એનએસજીની ટીમ જ્યારે ક્લિયરન્સ આપશે ત્યાર બાદ જ ફ્લાઇટને ગોવા રવાના કરાશે. 
તમામ મુસાફરો સુરક્ષિત
મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. જામનગર એરપોર્ટ ખાતે ડાઈવર્ટ કરવામાં આવી હતી. બધા જ 236 અને 8 ક્રુ મેમ્બર મળી કુલ 244 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. જેઓ એરપોર્ટ લોન્જમાં છે. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલની કામગીરી ચાલી રહી છે. બધા જ પેસેન્જર સુરક્ષિત છે.


રાત્રે ઇમરજન્સી લેન્ડિગ કરાયું હતું
જામનગર એરપોર્ટ પર આજે સાંજે 6 વાગ્યાની આસપાસ અઝુર એર નામની એરલાઇન્સના વિમાનના ઈમર્જન્સી લેન્ડિંગનો કોલ મળ્યો હતો. મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાટમાં બોમ્બ હોવાના ગુજરાત ATSને મળેલા ઇનપુટના આધારે રાત્રીના 9.49 કલાકે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ગુજરાત ATSને ફ્લાઈટમાં બૉમ્બ હોવાના ઇનપુટ મલ્યા હતા. જામનગર એરપોર્ટ પર BDDSની એક ટિમ તથા જામનગર SOG, સ્થાનિક પોલીસ, ગુજરાત ATSના અધિકારીઓ પહોંચ્યા છે.
એજન્સીઓમાં હાઇએલર્ટ
ATCના ઈનપુટ્સ બાદ મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઇટ જામનગર, ગુજરાત તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. વધુ તપાસ ચાલી રહી છે. જામનગર એરપોર્ટને કોર્ડન કરી દેવામાં આવ્યું છે. કલેક્ટર, જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો એરપોર્ટ પર પહોંચી ચુક્યો છે. હાલ ફ્લાઈટમાં કોઈ એક્સ્પોઝિવ પદાર્થ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.
ફ્લાઈટમાં રશિયના મુસાફરો સવાર હતા
વિમાનમાં 236 વિદેશી મુસાફરો સવાર છે જેમને જામનગરની ખાનગી હોટેલમાં લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પણ જામનગર એરપોર્ટને કિલ્લેબંધીમાં ફેરવી દેવાયું છે. હાલ એરપોર્ટ પર અધિકૃત વ્યક્તિઓ સિવાય કોઈને પ્રવેશવા દેવામાં આવતા નથી.
આ પણ વાંચો---મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ, બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલની કામગીરી ચાલી રહી છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GoaGujaratFirstInternationalFlightJamnagarJamnagarAirportSearch
Next Article