Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

128 ટાયરવાળો ટ્રક પસાર થતા બ્રિટિશ કાળનો પૂલ ધરાશયી, NH69 પરનો વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ

ભોપાલ-નાગપુર નેશનલ હાઈવે પર પર એક પુલ તૂટી ગયો છે મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લામાં સુખતવા નદી પર અંગ્રેજોના જમાનામાં બનેલો પુલ તૂટી ગયો છે. જેના કારણે NH69 પરનો વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે. ઈટારસી બેતુલ રૂટ પર આ બ્રિજ સિવાયનો અન્ય કોઈ વિકલ્પ નથી.જેના કારણે ઈટારસી-બેતુલ વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો છે. વહીવટીતંત્ર હવે રૂટ ડાયવર્ટ કરવાની તૈયારી કરી રહ્યું છે.આ ઘટના ત્યારે બની à
128 ટાયરવાળો ટ્રક પસાર થતા બ્રિટિશ કાળનો પૂલ ધરાશયી  nh69 પરનો વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ
ભોપાલ-નાગપુર નેશનલ હાઈવે પર પર એક પુલ તૂટી ગયો છે મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લામાં સુખતવા નદી પર અંગ્રેજોના જમાનામાં બનેલો પુલ તૂટી ગયો છે. જેના કારણે NH69 પરનો વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે. ઈટારસી બેતુલ રૂટ પર આ બ્રિજ સિવાયનો અન્ય કોઈ વિકલ્પ નથી.જેના કારણે ઈટારસી-બેતુલ વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો છે. વહીવટીતંત્ર હવે રૂટ ડાયવર્ટ કરવાની તૈયારી કરી રહ્યું છે.
આ ઘટના ત્યારે બની જ્યારે 128 પૈડાં વાળી એક ટ્રક તેના પરથી પસાર થઇ રહી હતી. બ્રિટિશ કાળનો આ પુલ આટલો મોટો વજન ના ખમી શક્યો અને તૂટી ગયો.  પુલનો મોટો ભાગ ધરાશાયી થઈને સંપૂર્ણપણે નીચે પડી ગયો છે, અકસ્માત દરમિયાન પસાર થઈ રહેલું એક મોટું ટ્રોલી વાહન પણ પૂલની સાથે નીચે પડી ગયું છે.
Advertisement

ચાર લોકોને ઇજા
ઘટના સમયે ટ્રોલીમાં ડ્રાઈવર સહિત કુલ 4 લોકો હતા. આ ચારેયને ઇજા પહોંચી છે. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું કહેવાય છે. બીજી તરફ, નર્મદાપુરમના કલેક્ટર નીરજ સિંહ અને બેતુલ કલેક્ટર અમનવીર સિંહ બૈસ વાહનો માટે વૈકલ્પિક માર્ગો શોધી રહ્યા છે.
બ્રિટિશ યુગનો પુલ
લગભગ 25 ફૂટ ઉંચો આ પુલ બ્રિટિશ શાસન દરમિયાન નર્મદાપુરમના સુખતવા શહેરમાં બનાવવામાં આવ્યો હતો. પુલ પરથી એક મોટી ટ્રોલી પસાર થઈ રહી હતી, ત્યારે પુલનો એક ભાગ નદીમાં પડી ગયો. આ 128 પૈડાવાળી તોશિબા કંપનીની ટ્રોલી હેવી મશીન લઈને ઈટારસી પાવર ગ્રીડ જઈ રહી હતી. આ ટ્રોલીને એક એક્સેલમાં 8 ટાયર લગાવવામાં આવ્યા છે. 16 એક્સેલમાં 128 ટાયર ફીટ કરવામાં આવ્યા છે. ટ્રોલી ખેંચતી ટ્રકમાં 10 ટાયર છે.
જણાવવામાં આવ્યું હતું કે આ 138 પૈડાવાળી ટ્રોલી 6 માર્ચે હૈદરાબાદથી ઇટારસી માટે રવાના થઈ હતી. ખરાબ થવાના કારણે તે 4 દિવસ સુધી બેતુલના સાતમાઉ સ્ટોપ પાસે હાઈવેની બાજુમાં ઉભી રહી હતી. તેના સમારકામ માટે એન્જિનિયરોને બોલાવવામાં આવ્યા હતા. જ્યાંથી રવિવારે ફરીથી બેતુલથી ઈટારસી જવા રવાના થઈ હતી.
Tags :
Advertisement

.