Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જુઓ 1959નું આ બિલ અને જુઓ તે વખતનો સોનાનો ભાવ, આંખો ફાટી જશે

અત્યારે બમણા દરે વધી રહેલી મોંઘવારી (Inflation) બધા માટે માથાનો દુખાવો બની ગઈ છે. જેના કારણે કેટલીક આવશ્યક ચીજોની કિંમતો ઝડપથી વધી રહી છે. જેથી સમાજના નબળા વર્ગના ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે ઘણી વસ્તુઓ મેળવવી એક સ્વપ્ન સમાન બની ગયું છે.  હાલ સોશિયલ મીડિયા (Social Media)માં સોના (Gold)ની ખરીદીનું એક બિલ વાયરલ થયું છે જે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 10 ગ્રામ સોનાની કિંમત જોઈને સૌની આંખો ફાટી
જુઓ 1959નું આ બિલ અને જુઓ તે વખતનો સોનાનો ભાવ  આંખો ફાટી જશે
અત્યારે બમણા દરે વધી રહેલી મોંઘવારી (Inflation) બધા માટે માથાનો દુખાવો બની ગઈ છે. જેના કારણે કેટલીક આવશ્યક ચીજોની કિંમતો ઝડપથી વધી રહી છે. જેથી સમાજના નબળા વર્ગના ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે ઘણી વસ્તુઓ મેળવવી એક સ્વપ્ન સમાન બની ગયું છે.  હાલ સોશિયલ મીડિયા (Social Media)માં સોના (Gold)ની ખરીદીનું એક બિલ વાયરલ થયું છે જે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 

10 ગ્રામ સોનાની કિંમત જોઈને સૌની આંખો ફાટી ગઈ 
આવું જ એક બિલ હવે સોશિયલ મીડિયા પર બધાને ચોંકાવી રહ્યું છે. જેમાં લગભગ 64 વર્ષ જૂનું બિલ જોવા મળી રહ્યું છે. જેમાં 10 ગ્રામ સોનાની કિંમત જોઈને સૌની આંખો ફાટી ગઈ હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરમાં વર્ષ 1959ના આ બિલમાં 64 વર્ષ પહેલા 10 ગ્રામ સોનાની કિંમત જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. જેમાં 10 ગ્રામ સોનાની કિંમત હાલમાં 1 લીટર પેટ્રોલની કિંમત કરતા ઓછી જોવા મળી રહી છે.
Advertisement

113 રૂપિયામાં 10 ગ્રામ સોનું
વાયરલ તસવીરમાં દેખાતું સોનાનું બિલ વામન નિંબાજી અષ્ટેકર નામની દુકાનનું છે, જે દુકાન મહારાષ્ટ્રની હોવાનું કહેવાય છે. જેમાં શિવલિંગ આત્મારામ નામના વ્યક્તિએ સોના-ચાંદીના ઘરેણા ખરીદ્યા હતા. જેમાં તેમની કુલ કિંમત 909 રૂપિયા લખેલી જોવા મળે છે. બિલ અનુસાર 10 ગ્રામ સોનાની કિંમત માત્ર 113 રૂપિયા છે. જે હાલમાં 52 થી 55 હજારની વચ્ચે છે. હાલ એક કિલો દાળથી લઈને સરસવના તેલની કિંમત 100 રૂપિયાથી વધુ છે. જણાવી દઈએ કે હાલમાં માત્ર 10 ગ્રામ સોનાની કિંમત 50 હજારથી વધુ છે. બીજી તરફ 64 વર્ષ પહેલા 1959ની વાત કરીએ તો તે દરમિયાન એક કિલો સોનું માત્ર 11 હજાર 300 રૂપિયામાં આવતું હતું.

યુઝર્સે પ્રતિક્રિયા આપી
ભૂતકાળમાં બુલેટના જૂના બિલની સાથે સાથે ઘઉંના ભાવના જૂના બિલ પણ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. હાલમાં સોનાનું  64 વર્ષ જૂનું બિલ જોઈને બધા ચોંકી ગયા છે. સોશિયલ મીડિયા પર સામે આવેલી આ તસવીરમાં સોનાની નીચી કિંમત જોઈને દરેક લોકો જૂના દિવસોને શ્રેષ્ઠ દિવસો ગણાવી રહ્યા છે. બીજી તરફ કેટલાક લોકોનું કહેવું છે કે 64 વર્ષ પહેલાના હિસાબે હાલના સમયના 50 હજારનો ભાવ 100 રૂપિયા જેટલો હોત.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.