Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

75% સંરક્ષણ ખરીદી ઘરેલું ઉદ્યોગો પાસેથી થશે, સંરક્ષણ પ્રધાન રાજનાથે એરો ઇન્ડિયા-2023માં કહી આ મોટી વાત

સંરક્ષણ (Defense) પ્રાપ્તિ માટે નિર્ધારિત કુલ બજેટના 75 ટકા માત્ર સ્થાનિક ઉદ્યોગો પર ખર્ચવામાં આવશે. આ નિર્ણય બાદ હવે લગભગ 1,00,000 કરોડ રૂપિયા અલગ રાખવામાં આવશે. આ રકમમાંથી સૈન્ય પ્લેટફોર્મ અને સાધનો ખરીદવામાં આવશે. આત્મનિર્ભર ભારતનો મજબૂત પાયો નાખવાના નિર્ણયની જાહેરાતસંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Rajnath Singh) બુધવારે એરો ઈન્ડિયા-2023માં દેશનું ભાગ્ય તૈયાર કરવાનો મંત્ર આપતાં આત્મનિર્ભર ભારતનો à
75  સંરક્ષણ ખરીદી ઘરેલું ઉદ્યોગો પાસેથી થશે  સંરક્ષણ પ્રધાન રાજનાથે એરો ઇન્ડિયા 2023માં કહી આ મોટી વાત
સંરક્ષણ (Defense) પ્રાપ્તિ માટે નિર્ધારિત કુલ બજેટના 75 ટકા માત્ર સ્થાનિક ઉદ્યોગો પર ખર્ચવામાં આવશે. આ નિર્ણય બાદ હવે લગભગ 1,00,000 કરોડ રૂપિયા અલગ રાખવામાં આવશે. આ રકમમાંથી સૈન્ય પ્લેટફોર્મ અને સાધનો ખરીદવામાં આવશે.

 આત્મનિર્ભર ભારતનો મજબૂત પાયો નાખવાના નિર્ણયની જાહેરાત
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Rajnath Singh) બુધવારે એરો ઈન્ડિયા-2023માં દેશનું ભાગ્ય તૈયાર કરવાનો મંત્ર આપતાં આત્મનિર્ભર ભારતનો મજબૂત પાયો નાખવાના નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત ટૂંક સમયમાં નવીનતાના ક્ષેત્રમાં અગ્રણી દેશોમાં સામેલ થશે અને સમગ્ર વિશ્વ માટે દીવાદાંડી તરીકે ઉભરી આવશે. વાર્ષિક સંરક્ષણ ઈનોવેશન ઈવેન્ટ 'મંથન'નું ઉદ્ઘાટન કર્યા બાદ રાજનાથ સિંહે કહ્યું, "જો આપણે આગામી પેઢીની ઔદ્યોગિક ક્રાંતિ લાવવી હોય, તો આપણે કાં તો નવી વસ્તુઓ કરવી જોઈએ અથવા વર્તમાન વસ્તુઓને નવી રીતે કરવાનો પ્રયાસ કરવો જોઈએ." આમાં આત્મનિર્ભરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત આઝાદ થયું ત્યારે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના 'ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની'ના ભાષણ તરફ ઈશારો કરતા સિંહે કહ્યું કે, આઝાદીના 75 વર્ષ બાદ આજે આપણને 'આપણી પોતાની નિયતિ બનાવો'ના માર્ગ પર આગળ વધવાની તક મળી છે. હવેથી આપણો મંત્ર 'ડિઝાઇન અવર ડેસ્ટિની' હોવો જોઈએ, એટલે કે આપણે આપણા પ્રયત્નો, ક્ષમતા અને નિશ્ચયથી આપણું પોતાનું ભાગ્ય બનાવીએ.

1,00,000 કરોડની જોગવાઈ રહેશે
ભારત આગામી 25 વર્ષમાં વિશ્વની ટોચની અર્થવ્યવસ્થા બનવાનું છે. આપણે વિશ્વની વિજ્ઞાન અને ટેક્નોલોજી મહાસત્તા તરીકે ઉભરવું છે. આ માટે અમૃત કાલ શ્રેષ્ઠ સમય છે અને યુવાનો દેશના ભાગ્યના શ્રેષ્ઠ નિર્માતા છે તેવું રાજનાથ સિંહ, સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું.

સરકાર દર વર્ષે સ્કેલ વધારી રહી છે
કેન્દ્ર સરકારે 2020-21માં સંરક્ષણ મૂડી ખર્ચના 58 ટકા ભારતીય સંરક્ષણ ઉદ્યોગ પાસેથી પ્રાપ્તિ માટે અલગ રાખ્યા હતા. 2021-22માં તે વધારીને 64 ટકા કરવામાં આવી હતી. 2022-23માં ફાળવણી વધારીને 68 ટકા કરવામાં આવી હતી.

80 હજાર કરોડના બિઝનેસની શક્યતાઓ
એરો ઈન્ડિયાએ સંરક્ષણ ઉત્પાદનો, ટેક્નોલોજી ટ્રાન્સફર, સહકાર અને જાળવણી સંબંધિત 266 જાહેરાતો કરી હતી. જેમાં 201 એમઓયુ, 53 મોટી જાહેરાતો અને 9 પ્રોડક્ટ લોન્ચનો સમાવેશ થાય છે. આના દ્વારા લગભગ 80 હજાર કરોડ રૂપિયાના બિઝનેસની શક્યતાઓ જોવામાં આવી રહી છે.

IHH માટે 200 કરોડ એકત્ર કર્યા
રક્ષા મંત્રી રાજનાથ સિંહે 'IDEX ઈન્વેસ્ટર હબ' (IHH) લોન્ચ કર્યું. અગ્રણી ભારતીય રોકાણકારોએ પહેલા જ દિવસે 200 કરોડ રૂપિયાથી વધુ જમા કરાવ્યા છે. રાજનાથે 'સાયબર સિક્યોરિટી' પર 'ડિફેન્સ ઈન્ડિયા સ્ટાર્ટઅપ ચેલેન્જ (ડિસ્ક 9)'ની નવમી આવૃત્તિ પણ લોન્ચ કરી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.