અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનમાં 6.8નો ભૂકંપ, ચીન સુધી વરતાઇ અસર
ગુરુવારે અફઘાનિસ્તાન (Afghanistan) અને તાજિકિસ્તાન (Tajikistan)માં ભૂકંપ (Earthquake)ના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.8 હતી. એટલું જ નહીં ચીનની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં પણ ભૂકંપની અસર જોવા મળી હતી. આ આંચકા એવા સમયે આવ્યા છે જ્યારે તુર્કી અને સીરિયામાં તાજેતરમાં આવેલા ભૂકંપોએ ભારે તબાહી મચાવી છે.ફૈઝાબાદ પાસે ભૂકંપનું કેન્દ્રઅફઘાનિસ્તાનમાં ગુરુવારે સવારે 06.07 મિનિટà
02:13 AM Feb 23, 2023 IST
|
Vipul Pandya
ગુરુવારે અફઘાનિસ્તાન (Afghanistan) અને તાજિકિસ્તાન (Tajikistan)માં ભૂકંપ (Earthquake)ના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.8 હતી. એટલું જ નહીં ચીનની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં પણ ભૂકંપની અસર જોવા મળી હતી. આ આંચકા એવા સમયે આવ્યા છે જ્યારે તુર્કી અને સીરિયામાં તાજેતરમાં આવેલા ભૂકંપોએ ભારે તબાહી મચાવી છે.
ફૈઝાબાદ પાસે ભૂકંપનું કેન્દ્ર
અફઘાનિસ્તાનમાં ગુરુવારે સવારે 06.07 મિનિટે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદથી 265 કિમી દૂર છે. USGS અનુસાર, તાજિકિસ્તાનમાં સવારે 6:07 વાગ્યે 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ચીનની સરહદ નજીક ભૂકંપની અસર જોવા મળી છે.
તુર્કીમાં પણ ભૂકંપ
તુર્કીના એન્ટિઓકમાં સ્થાનિક સમય અનુસાર સવારે 04.42 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.2 હતી
તાજિકિસ્તાનમાં અનુભવાયો જોરદાર આંચકો
તાજિકિસ્તાનમાં જોરદાર ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ કેટલો શક્તિશાળી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.8 આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાનના મુર્ગોબથી 67 કિમી પશ્ચિમમાં હતું. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર આ ભૂકંપ અત્યંત શક્તિશાળી હતો. તાજિકિસ્તાન અને ચીનની પશ્ચિમી સરહદ પર આવેલા શિનજિયાંગ પ્રાંતની નજીક ગુરુવારે સવારે પૃથ્વી ધ્રૂજી ઉઠી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ 20 કિમી ઊંડે હતું. મળતી માહિતી મુજબ આ વિસ્તાર બહુ વસ્તીવાળો નથી.
મોટાપાયે નુકશાનની આંશંકા
અફઘાનિસ્તાનમાં ગુરુવારે સવારે 6.07 મિનિટે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદથી 265 કિમી દૂર છે. USGS અનુસાર, તાજિકિસ્તાનમાં સવારે 6.07 વાગ્યે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ચીનની સરહદ નજીક ભૂકંપની અસર જોવા મળી છે. બીજી તરફ ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટરે જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 7.2 હતી અને તેની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હતી. જો કે, વિવિધ સિસ્મોલોજીકલ એજન્સીઓ દ્વારા પ્રારંભિક ધરતીકંપના માપો ઘણીવાર અલગ પડે છે. ભૂકંપ અંગે હજુ વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી. ભૂકંપ ખૂબ જોરદાર હોવા છતાં મોટા પાયે જાનમાલનું નુકસાન થવાની આશંકા છે.
આ પણ વાંચો--જાતિના આધારે ભેદભાવ પર પ્રતિબંધ મૂકનાર સિએટલ અમેરિકાનું પ્રથમ શહેર, સિટી કાઉન્સિલમાં ઠરાવ પસાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article