ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આઝાદ માર્કેટમાં 4 માળની નિર્માણાધીન ઇમારત ધરાશાયી, 3 મજૂરના મોત

દિલ્હીના આઝાદ માર્કેટ વિસ્તારમાં એક નિર્માણાધીન ચાર માળની ઈમારત ધરાશાયી થઈ છે. કાટમાળ નીચે દબાઈ જવાથી 3 મજૂરોના મોત થયા છે, જ્યારે 6-7 મજૂરો ફસાયા હોવાની આશંકા છે. શુક્રવારે સવારે 8.50 વાગ્યે બનેલી આ ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.  આઝાદ માર્કેટ વિસ્તારના શીશ મહેલ વિસ્તારમાં બિલ્ડિંગમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. તે મકાન અચાનક ધરાશાયી થઈ ગયું. તેમાં ઘણા મજૂરો દટàª
04:37 AM Sep 09, 2022 IST | Vipul Pandya
દિલ્હીના આઝાદ માર્કેટ વિસ્તારમાં એક નિર્માણાધીન ચાર માળની ઈમારત ધરાશાયી થઈ છે. કાટમાળ નીચે દબાઈ જવાથી 3 મજૂરોના મોત થયા છે, જ્યારે 6-7 મજૂરો ફસાયા હોવાની આશંકા છે. શુક્રવારે સવારે 8.50 વાગ્યે બનેલી આ ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 
 આઝાદ માર્કેટ વિસ્તારના શીશ મહેલ વિસ્તારમાં બિલ્ડિંગમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. તે મકાન અચાનક ધરાશાયી થઈ ગયું. તેમાં ઘણા મજૂરો દટાયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 3 મજૂરોના મોતની પુષ્ટિ થઈ છે. 
બચાવ ટીમની સાથે સ્થાનિક લોકો પણ રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. આ ઈમારત ચાર માળની બની રહી હતી, તેથી કાટમાળ પણ ઘણો  છે. પોલીસ અને સ્થાનિક લોકો તેને હટાવવામાં વ્યસ્ત છે. ત્યાં હાજર લોકોનું કહેવું છે કે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે, પરંતુ ચોક્કસ આંકડો કોઈને ખબર નથી.
અધિકારીઓએ જણાવ્યું કે, શીશ મહેલ વિસ્તારમાં મકાન નંબર 754 પડ્યું છે. જે બાદ ચાર ફાયર ટેન્ડરને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. રિપોર્ટ અનુસાર લગભગ 5 લોકો કાટમાળ નીચે દટાયા છે.
વિસ્તારના ઘણા લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે. તેઓ કહે છે કે જ્યાં આ ઈમારત પડી છે, ત્યાં નજીકમાં એક સ્કૂલ છે અને ત્યાંથી ઘણા બાળકો પસાર થઈ રહ્યા હતા. તે બાળકોના પરિવારજનો પણ ત્યાં પહોંચીને હોબાળો મચાવી રહ્યા છે. 
Tags :
AzadMarketBuildingCollapsesDelhiGujaratFirst
Next Article