પંજાબમાં 23 ખેડૂત સંગઠનોએ ચંદીગઢ તરફ કૂચ શરુ કરી, પોલીસ સાથે ઘર્ષણ, કાયમી ધરણાની જાહેરાત
2020-21ના વર્ષમાં એક વર્ષ કરતા પણ લાંબા સમય સુધી ચાલેલું ખેડૂત આંદોલન હજું તો તાજુ જ છે. તેવામાં ખેડૂતોએ હવે ફરી વખત સરકાર સામે મોરચો માંડ્યો છે. આ વખતે પણ તેની શરુઆત પંજાબ અને હરિયાણાથી જ થઇ છે. જે સમાચાર સામે આવ્યા છે તે પ્રમાણે મંગળવારે 23 ખેડૂત સંગઠનોએ ચંદીગઢ તરફ કૂચ કરી છે. આ દરમિયાન ખેડૂતોએ ચંડીગઢ-મોહાલી બોર્ડર પર બેરિકેડિંગ તોડવાનો પ્રયાસ પણ કર્યો છે. ત્યારબાદ પોલીસ અને ખેડૂતો વચ્
2020-21ના વર્ષમાં એક વર્ષ કરતા પણ લાંબા સમય સુધી ચાલેલું ખેડૂત આંદોલન હજું તો તાજુ જ છે. તેવામાં ખેડૂતોએ હવે ફરી વખત સરકાર સામે મોરચો માંડ્યો છે. આ વખતે પણ તેની શરુઆત પંજાબ અને હરિયાણાથી જ થઇ છે. જે સમાચાર સામે આવ્યા છે તે પ્રમાણે મંગળવારે 23 ખેડૂત સંગઠનોએ ચંદીગઢ તરફ કૂચ કરી છે. આ દરમિયાન ખેડૂતોએ ચંડીગઢ-મોહાલી બોર્ડર પર બેરિકેડિંગ તોડવાનો પ્રયાસ પણ કર્યો છે. ત્યારબાદ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ થયું છે. ખેડૂત સંઘનો આરોપ છે કે રાજ્ય સરકારે તેમના વચનનું ઉલ્લંઘન કર્યું છે.
Advertisement
સંયુક્ત કિસાન મોરચાની આગેવાની હેઠળ ખેડૂત સંગઠનોએ આ વખતે પંજાબ સરકાર સામે મોરચો ખોલ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે તેમણે ઘઉં પર 500 રૂપિયાના બોનસની માંગણી કરી હતી. આ અંગે મુખ્યમંત્રી ભગવંત માન સહમત પણ થયા હતા. જો કે હજુ સુધી સરકાર દ્વારા કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી.
પ્રીપેડ વીજળી મીટરનો વિરોધ
ખેડૂતોએ કહ્યું કે અમે સરકાર પાસે બાસમતી અને મગ માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ના નોટિફિકેશન જાહેર કરવાની માગ કરી રહ્યા છીએ. સાથે જ ખેડૂતો સરકારના પ્રીપેડ વીજ મીટર પ્લાનનો પણ વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ચંદીગઢ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે. સાથે જ દિલ્હીની જેમ ત્યાં પણ મોરચો ખોલીશું.
ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
દિલ્હીના ખેડૂત આંદોલનની જેમ જ પંજાબમાં સરકાર સામે વિરોધ કરી રહેલા ખેડૂતો ચંદીગઢ તરફ આગળ વધી રહ્યા છે. મોહાલી પોલીસે તેમને બોર્ડર પર રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ખેડૂતોએ પોલીસની બેરિકેડિંગ તોડી નાખી હતી અને ત્યારબાદ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
અથડામણ વચ્ચે પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે. આ મામલે ખેડૂતોએ કાયમી ધરણાની જાહેરાત કરી છે. ખેડૂત આગેવાનોએ પણ ખેડૂતોને જ્યાં છે ત્યાં બેસી જવા અપીલ કરી હતી. ખેડૂત નેતાઓનું કહેવું છે કે તેઓ અહીં બેસીને રાજ્ય સરકાર સામે વિરોધ કરશે.
Advertisement