ઝુલતા પુલના 22 તાર પહેલાથી જ તૂટેલા હતા, SITનો ચોંકાવનારો રિપોર્ટ
મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં SITનો ચોંકાવનારો રિપોર્ટઝુલતા પુલના 22 તાર પહેલાથી જ તૂટેલા હતાલગભગ અડધા તારને તો કાટ લાગેલો હતોપુલના સમારકામ, જાળવણી અને કામગીરીમાં ઘણી ક્ષતિઓઆ દુર્ઘટનામાં 135 નિર્દોષના મોત થયા હતામોરબી (Morbi)માં 135 નિર્દોષ લોકોનો ભોગ લેનારા ઝુલતા પુલ (Suspension Bridge)દુર્ઘટનામાં તપાસ કરી રહેલી એસઆઇટીને ચોંકાવનારી માહિતી તપાસમાં જાણવા મળી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ
- મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં SITનો ચોંકાવનારો રિપોર્ટ
- ઝુલતા પુલના 22 તાર પહેલાથી જ તૂટેલા હતા
- લગભગ અડધા તારને તો કાટ લાગેલો હતો
- પુલના સમારકામ, જાળવણી અને કામગીરીમાં ઘણી ક્ષતિઓ
- આ દુર્ઘટનામાં 135 નિર્દોષના મોત થયા હતા
મોરબી (Morbi)માં 135 નિર્દોષ લોકોનો ભોગ લેનારા ઝુલતા પુલ (Suspension Bridge)દુર્ઘટનામાં તપાસ કરી રહેલી એસઆઇટીને ચોંકાવનારી માહિતી તપાસમાં જાણવા મળી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટના સંદર્ભે તેનો પ્રાથમિક અહેવાલ દાખલ કર્યો છે. આ રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. આ અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે મોરબીમાં પુલ તૂટ્યો તે દિવસ પહેલા જ પુલ સાથે જોડાયેલા 22 વાયર તૂટી ગયા હતા.
ચોંકાવનારા તારણ
એસઆઈટીને તેની તપાસમાં એ પણ જાણવા મળ્યું કે બ્રિજના નવીનીકરણના કામ દરમિયાન, જૂના સસ્પેન્ડર્સ (સ્ટિલના સળિયા જે કેબલને પ્લેટફોર્મ ડેક સાથે જોડે છે)ને નવા સસ્પેન્ડર્સ સાથે વેલ્ડિંગ કરવામાં આવ્યા હતા. જેની અસર સસ્પેન્ડર્સ પર પડી હતી. આવા પ્રકારના પુલ પર ભાર વહન કરવા માટે સિંગલ રોડ સસ્પેન્ડર્સ હોવા જોઈએ.
અડધા વાયરને કાટ લાગેલો હતો
SIT દ્વારા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કેબલ પર લગભગ અડધા વાયરને કાટ લાગવો અને જૂના સસ્પેન્ડર્સનું નવા સાથે વેલ્ડિંગ એ કેટલીક મોટી ખામીઓ હતી જેના કારણે અકસ્માત થયો હતો. આ ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.
પુલના સમારકામ, જાળવણી અને કામગીરીમાં ઘણી ક્ષતિઓ
અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ (ઓરેવા ગ્રૂપ) મચ્છુ નદી પરના બ્રિટિશ યુગના પુલના સંચાલન અને જાળવણી માટે જવાબદાર હતી. એસઆઈટીએ તેના રિપોર્ટમાં પુલના સમારકામ, જાળવણી અને કામગીરીમાં ઘણી ક્ષતિઓ પણ શોધી કાઢી છે. આઈએએસ અધિકારી રાજકુમાર બેનીવાલ, આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદી, રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવ અને મુખ્ય ઈજનેર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના પ્રોફેસર એસઆઈટીના સભ્યો હતા.
નદીનો મુખ્ય કેબલ તૂટી ગયો હતો
એસઆઈટીને જાણવા મળ્યું કે 1887માં તત્કાલિન શાસકો દ્વારા બાંધવામાં આવેલા મચ્છુ નદી પરના પુલના બે મુખ્ય કેબલમાંથી એકમાં કાટ લાગવાની સમસ્યા હતી અને 30 ઓક્ટોબરે સાંજે તે કેબલ તૂટે તે પહેલા જ તેના લગભગ અડધા વાયર તૂટી ગયા હોઈ શકે છે. એસઆઈટીના જણાવ્યા અનુસાર, નદીનો મુખ્ય કેબલ તૂટી ગયો હતો, જેના કારણે આ દુર્ઘટના બની હતી.
જનરલ બોર્ડની મંજુરી વિના જ ઓરેવા ગ્રુપ (અજંતા મેન્યુફેકચરીંગ લિમિટેડ)ને બ્રિજની જાળવણી અને સંચાલનનો કોન્ટ્રાક્ટ આપ્યો
નોંધનીય છે કે, મોરબી નગરપાલિકાએ જનરલ બોર્ડની મંજુરી વિના જ ઓરેવા ગ્રુપ (અજંતા મેન્યુફેકચરીંગ લિમિટેડ)ને બ્રિજની જાળવણી અને સંચાલનનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તેણે માર્ચ 2022 માં પુલને નવીનીકરણ માટે બંધ કરી દીધો હતો અને 26 ઓક્ટોબરે તેને કોઈપણ નિરીક્ષણ વિના ફરીથી ખોલ્યો હતો. એસઆઈટીના જણાવ્યા અનુસાર, તૂટી પડવાના સમયે પુલ પર લગભગ 300 લોકો હતા, જે સંખ્યા પુલની લોડ વહન ક્ષમતા કરતા 'ઘણી વધારે' હતી. જો કે, તેણે ઉમેર્યું હતું કે બ્રિજની વાસ્તવિક ક્ષમતાની પુષ્ટિ લેબોરેટરી રિપોર્ટ દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો---બનાવટી ભારતીય ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ, 4.81 લાખના મુદ્દામાલ સાથે મુખ્ય સૂત્રધાર ઝડપાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement