PM MODIની અનોખી ભેટ, આંદામાન નિકોબારના 21 ટાપુ પરમવીર ચક્ર વિજેતાના નામે ઓળખાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ (Netaji Subhashandra Bose)ની જન્મજયંતિ પર વિડિયો કોન્ફરન્સ દ્વારા આંદામાન અને નિકોબાર (Andaman and Nicobar) ટાપુઓના 21 સૌથી મોટા અનામી ટાપુઓના નામ બદલવાના સમારોહમાં પરમવીર ચક્ર (Paramvir Chakra) વિજેતાઓના નામ આપશે. 23મી જાન્યુઆરીના દિવસને 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ સંબંધમાં જારી કરાયેલા નિવેદન અનુસાર વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં નેતાજીના નામ પર àª
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ (Netaji Subhashandra Bose)ની જન્મજયંતિ પર વિડિયો કોન્ફરન્સ દ્વારા આંદામાન અને નિકોબાર (Andaman and Nicobar) ટાપુઓના 21 સૌથી મોટા અનામી ટાપુઓના નામ બદલવાના સમારોહમાં પરમવીર ચક્ર (Paramvir Chakra) વિજેતાઓના નામ આપશે. 23મી જાન્યુઆરીના દિવસને 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ સંબંધમાં જારી કરાયેલા નિવેદન અનુસાર વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં નેતાજીના નામ પર બનેલા ટાપુ પર સુભાષ ચંદ્ર બોઝને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકના મોડલનું પણ અનાવરણ કરશે.
રોસ આઇલેન્ડનું નામ બદલીને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ રખાયુ હતું
આંદામાન અને નિકોબાર ટાપુઓના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને અને નેતાજીની સ્મૃતિને માન આપવા માટે, 2018 માં ટાપુની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી દ્વારા રોસ આઇલેન્ડનું નામ બદલીને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આઇલેન્ડ રાખવામાં આવ્યું હતું. નીલ દ્વીપ અને હેવલોક દ્વીપનું નામ અનુક્રમે શહીદ દ્વીપ અને સ્વરાજ દ્વીપ રાખવામાં આવ્યું.
આ સૈનિકોના નામથી ટાપુ ઓળખાશે
મેજર સોમનાથ શર્મા, સુબેદાર અને માનદ કેપ્ટન કરમ સિંહ, સેકન્ડ લેફ્ટનન્ટ રામા રાઘોબા રાણે, નાઈક જદુનાથ સિંહ, કંપની હવાલદાર મેજર પીરુ સિંહ, કેપ્ટન જીએસ સલારિયા, લેફ્ટનન્ટ કર્નલ ધન સિંહ થાપાના નામ પરથી અનામી ટાપુઓનું નામ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.. સુબેદાર જોગીન્દર સિંઘ, મેજર શૈતાન સિંઘ, કંપની ક્વાર્ટરમાસ્ટર હવાલદાર અબ્દુલ હમીદ અને લેફ્ટનન્ટ કર્નલ અરદેશિર બુર્જોરજી તારાપોર ના નામ પરથી પણ ટાપુ ઓળખાશે.
આ અન્ય પરમવીર વિજેતાના નામ પરથી ઓળખાશે
અન્ય પરમવીર ચક્ર પુરસ્કાર મેળવનારાઓમાં લાન્સ નાઈક આલ્બર્ટ એક્કા, મેજર હોશિયાર સિંઘ, સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ, ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોન, મેજર રામાસ્વામી પરમેશ્વરન, નાયબ સુબેદાર બાના સિંહ, કેપ્ટન વિક્રમ બત્રા, લેફ્ટનન્ટ મનોજ કુમાર અને દ્વીપોનો સમાવેશ થાય છે. સુબેદાર મેજર સંજય કુમાર અને સુબેદાર મેજર (નિવૃત્ત) ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવનો પણ સમાવેશ થાય છે.
આ 21 ટાપુઓના નામકરણ
વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે દેશના વાસ્તવિક જીવનના નાયકોને યોગ્ય સન્માન આપવું એ હંમેશા વડા પ્રધાનની ટોચની પ્રાથમિકતા રહી છે. આ ભાવનામાં આગળ વધીને, દ્વીપસમૂહના 21 સૌથી મોટા અનામી ટાપુઓનું નામ 21 પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ પીએમઓએ જણાવ્યું હતું. સૌથી મોટા અનામી ટાપુનું નામ પ્રથમ પરમ વીર ચક્ર વિજેતાના નામ પર રાખવામાં આવશે, બીજા સૌથી મોટા અનામી ટાપુનું નામ બીજા પરમ વીર ચક્ર વિજેતાના નામ પર રાખવામાં આવશે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે આ પહેલ રાષ્ટ્રના નાયકોને શાશ્વત શ્રદ્ધાંજલિ હશે, જેમાંથી ઘણાએ દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતાના રક્ષણ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement