પેપરલીકમાં 15 પકડાયા, ગુજરાત બહાર તપાસનો રેલો પહોંચ્યો
જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે રદપેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરાઇપોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડયુવક પાસેથી પ્રશ્રપત્રની મળી હતી નકલવડોદરા અને હૈદરાબાદ સુધી તપાસનો રેલો પહોંચ્યો છે. ગુજરાત એટીએસે સમગ્ર કેસની તપાસની સુકાન સાંભળી...15 વ્યક્તિની કરાઇ ધરપકડ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. પà«
- જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે રદ
- પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરાઇ
- પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ
- યુવક પાસેથી પ્રશ્રપત્રની મળી હતી નકલ
- વડોદરા અને હૈદરાબાદ સુધી તપાસનો રેલો પહોંચ્યો છે.
- ગુજરાત એટીએસે સમગ્ર કેસની તપાસની સુકાન સાંભળી...
- 15 વ્યક્તિની કરાઇ ધરપકડ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે 15 આરોપીની ધરપકડ કરી છે. વડોદરા અને હૈદરાબાદ સુધી તપાસનો રેલો પહોંચ્યો છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા જે આજે લેવાનાર હતી , તે મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાના પ્રશ્ન પત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. મંડળ દ્વારા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર ન જવાનું કહેવામાં આવ્યું છે. રાજ્યના 2,995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાનું આયોજન હતું. પરંતુ આ પરીક્ષાનું અચાનક પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરી દેવાની જાહેરાત કરવામાં આવી. ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા આ મામલે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.
સવારે 11થી 12 દરમિયાન આ પરીક્ષાનું આયોજન હતું.
સવારે 11થી 12 દરમિયાન આ પરીક્ષાનું આયોજન હતું. આ પરીક્ષા માટે 9 લાખ 53 હજાર 723 ઉમેદવારોએ અરજી કરી હતી. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષામાં કોઇ ગેરરીતી ન થાય તે માટે અનેક પગલા લેવામાં આવ્યા હતા. જેમાં હથિયારધારી પોલીસ બંદોબસ્તથી લઇ સીસીટીવી કેમેરા સુધીનું આયોજન શામેલ હતું. જિલ્લાના સ્ટ્રોંગરૂમથી પરીક્ષા કેન્દ્રો સુધી પરીક્ષાલક્ષી સીલબંધ મટીરીયલ પહોંચાડવા માટે કુલ-939 જેટલા રૂટ બનાવવામાં આવ્યા હતા .
ગુજરાત એટીએસે 15 આરોપીની ધરપકડ કરી
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી મુજબ તપાસમાં ગુજરાત એટીએસે 15 આરોપીની ધરપકડ કરી છે અને એક ટ્યુશન ક્લાસ સંચાલક શંકાના ઘેરામાં છે જેથી પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ હૈદરાબાદના પ્રિન્ટીગ પ્રેસમાં પણ પોલીસ તપાસ કરવા રવાના થઇ હોવાનું જાણવા મળે છે.
હૈદરાબાદ, ઓડિસા, તામિલનાડુ સહિતના રાજ્યોમાં ગુજરાત એટીએસની ટિમો રવાના
ગુજરાત એટીએસે સમગ્ર કેસની તપાસની સુકાન સાંભળી છે. ગુજરાત એટીએસની કુલ 05 ટિમો સમગ્ર કેસની તપાસમાં જોડાઇ છે અને એટીએસે અત્યાર સુધીમાં કુલ 15 લોકોની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા લોકોમાંથી 04 થી 05 ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. હૈદરાબાદ, ઓડિસા, તામિલનાડુ સહિતના રાજ્યોમાં ગુજરાત એટીએસની ટિમો રવાના કરાઇ છે.
આ પણ વાંચો---ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક, પરીક્ષા રદ કરવાનો પરિપત્ર જારી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement