Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોરબી દુર્ઘટનાથી વ્યથિત રાજમાતા તત્કાળ દોડી આવ્યા, 1 લાખની સહાયની જાહેરાત

મોરબી દુર્ઘટના (Morbi Tragedy)માં 135 નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે. વિશ્વભરમાં મોરબીની ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા છે. આ ઘટનામાં જવાબદારોને કડક સજા થાય તેવું પણ લોકો ઇચ્છી રહ્યા છે. જો કે આજે ભલે રાજાશાહી રહી નથી પણ આ દુઃખની ઘડીમાં પ્રજા માટે આજે પણ રાજવી પરિવાર (Royal Family) સંવેદનશીલ રહ્યું છે.  મોરબીના રાજમાતાએ આ દુ:ખદ ઘટના બાદ પીડિતોને 1 લાખની સહાય જાહેર કરી દીધી હતી.મોરબીમાં ઝુલતો પુલ ધરાશાયી થàª
09:19 AM Nov 05, 2022 IST | Vipul Pandya
મોરબી દુર્ઘટના (Morbi Tragedy)માં 135 નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે. વિશ્વભરમાં મોરબીની ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા છે. આ ઘટનામાં જવાબદારોને કડક સજા થાય તેવું પણ લોકો ઇચ્છી રહ્યા છે. જો કે આજે ભલે રાજાશાહી રહી નથી પણ આ દુઃખની ઘડીમાં પ્રજા માટે આજે પણ રાજવી પરિવાર (Royal Family) સંવેદનશીલ રહ્યું છે.  મોરબીના રાજમાતાએ આ દુ:ખદ ઘટના બાદ પીડિતોને 1 લાખની સહાય જાહેર કરી દીધી હતી.

મોરબીમાં ઝુલતો પુલ ધરાશાયી થયો હતો.
મોરબીમાં ગત રવિવારે સાંજે ઝુલતો પુલ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં 135 લોકોના મોત થયા હતા જ્યારે અનેક ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ પણ સ્થળ પર ધસી ગયા હતા અને તત્કાળ બચાવ અને રાહત કાર્ય શરુ કર્યું હતું. રાજ્ય અને કેન્દ્ર સરકારે પણ સહાય જાહેર કરી હતી.

રાજમાતા તત્કાળ મોરબી દોડી આવ્યા
જો કે આજે રાજાશાહી ભલે નથી રહી પણ દુઃખની આ ઘડીમાં પ્રજા માટે આજે પણ રાજવીઓ સંવેદનશીલ રહ્યા છે.  મોરબીમાં દુર્ઘટના સર્જાતા રાજવી પરિવારનાં રાજકુંવરીબા તાત્કાલિક મોરબી દોડી આવ્યા હતા અને રાજમાતા વિજયકુંવરબા સાહેબે મોરબી બ્રીજ હોનારતના હતભાગી પરિવારોને એક-એક લાખની સહાય જાહેર કરી દીધી હતી. તેટલુંજ નહી પણ બીજી કોઇ પણ મદદ જોઈએ તો પણ જણાવશો તેવી જાહેરાત કરી. રાજપાટ આપ્યા પછી પણ પ્રજા માટે એટલો જ પ્રેમ એટલું જ વાત્સલ્ય જોવા મળ્યું હતું. ભલે રાજાશાહી આજે નથી પણ આજના રાજકારણીઓની જેમ તેમણે મગરનાં આંસુ વહાવ્યા ન હતા. 
શું કહ્યું રાજમાતાએ
રાજમાતાએ જણાવ્યું કે જ્યારથી આ દુર્ઘટના થઇ છે તેનાથી રાજ પરિવાર દુ:ખી છે. આશ્વાસન આપવાના શબ્દો નથી. અમે જે રીતે મદદરુપ થઇ શકીએ તેની કોશિશ કરવા પ્રયાસ કરીએ છીએ. ભોગ બનેલાને લાખ-લાખ રુપિયા આપવામાં આવશે. અને બીજી રીતે મદદરુપ થઇ શકીએ, અમે આપના છીએ આપ અમારા છો, જરુર જણાવશો. સર્વેની આત્માને શાંતિ મળે એ જ અમારા બધાની પ્રાર્થના છે. રાજવી પરિવાર વતી સૌને શાંતિ મળે તેની પ્રાર્થના છે. 
આ પણ વાંચો--મોરબીમાં કેબલ બ્રિજ દુર્ઘટનાને લઈને પગલા લેવાનું થયું શરૂ
Tags :
GujaratFirstMorbiRoyalFamilyMorbiTragedyroyalfamily
Next Article