Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે ઉજવવામાં આવી રહ્યો છે એન્જીનિયર્સ ડે,જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

સામાન્ય રીતે એન્જિનિયર્સ ડે દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.આ દિવસે ભારતના મહાન એન્જિનિયર અને ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયનો જન્મદિવસ છે.તેઓ ભારતના મહાન એન્જિનિયરોમાંના એક હતા.તેમણે આધુનિક ભારતનું નિર્માણ કર્યું અને દેશને નવો દેખાવ આપ્યો.એન્જિનિયર્સ ડેનો  જાણો શું છે ઈતિહાસ :1968 માં ભારત સરકારે સર એમ વિશ્વેશ્વરાયની જન્મજયંતિને એન્જિનિયર્સ ડે તરીકે જાહેર કરી
આજે ઉજવવામાં આવી રહ્યો છે એન્જીનિયર્સ ડે જાણો તેનો ઈતિહાસ અને મહત્વ
સામાન્ય રીતે એન્જિનિયર્સ ડે દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.આ દિવસે ભારતના મહાન એન્જિનિયર અને ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયનો જન્મદિવસ છે.તેઓ ભારતના મહાન એન્જિનિયરોમાંના એક હતા.તેમણે આધુનિક ભારતનું નિર્માણ કર્યું અને દેશને નવો દેખાવ આપ્યો.

એન્જિનિયર્સ ડેનો  જાણો શું છે ઈતિહાસ :
1968 માં ભારત સરકારે સર એમ વિશ્વેશ્વરાયની જન્મજયંતિને એન્જિનિયર્સ ડે તરીકે જાહેર કરી. ત્યારથી, આધુનિક અને વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે યોગદાન આપનાર અને હજુ પણ પ્રયત્નશીલ છે તેવા તમામ એન્જિનિયરોને સન્માનિત કરવા અને તેમની પ્રશંસા કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.
એન્જિનિયર્સ ડે શા માટે ઉજવવામાં આવે છે?
દર વર્ષે 15 સપ્ટેમ્બરને ભારતમાં એન્જિનિયર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.કારણ કે આ દિવસે ભારતના મહાન એન્જિનિયર અને ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયનો જન્મ થયો હતો.
મોક્ષમુંડમ વિશ્વેશ્વરાયજીએ ભારત માટે વિશેષ યોગદાન આપ્યું છે.એન્જિનિયર્સ ડે મોક્ષમુંડમ વિશ્વેશ્વરાય જીને સમર્પિત છે.મોક્ષમુંડમ વિશ્વેશ્વરાય જીનો જન્મ 15 સપ્ટેમ્બર 1860 ના રોજ થયો હતો અને દર વર્ષે આ દિવસે એન્જિનિયર્સ ડે ઉજવવામાં આવે છે.
એન્જિનિયર્સ ડેનું મહત્વ
ભારતને એન્જિનિયરિંગ અને આઈટી ક્ષેત્રે વિશ્વનો અગ્રણી દેશ માનવામાં આવે છે.ભારતમાં ઘણી એન્જિનિયરિંગ સંસ્થાઓ છે અને ઘણા એન્જિનિયરિંગ અભ્યાસક્રમો પણ છે. કોઈપણ દેશને વિકસિત બનાવવામાં એન્જીનિયરોની મુખ્ય ભૂમિકા હોય છે.એન્જિનિયરોને આધુનિક સમાજની કરોડરજ્જુ માનવામાં આવે છે. કોઈપણ દેશનો વિકાસ એન્જિનિયરો વિના અશક્ય છે.
એન્જિનિયર્સ ડે દર વર્ષે એક વાર વિશ્વને બતાવવા માટે આવે છે કે એન્જિનિયર્સ આપણા માટે કેટલા મહત્વપૂર્ણ છે અને તેઓ આદરને પાત્ર છે. આ સાથે તે તમામ લોકોને આ ક્ષેત્રમાં આવવા અને યોગદાન આપવા માટે પ્રેરિત કરે છે. એન્જીનિયર્સ ડે એ માત્ર મોક્ષમુંડમ વિશ્વેશ્વરાય અને તમામ એન્જિનિયરોને સન્માનિત કરવાનો દિવસ નથી, પરંતુ આ દિવસ તમામ વિદ્યાર્થીઓને એ પણ બતાવે છે કે એન્જિનિયરિંગના ક્ષેત્રમાં કારકિર્દી બનાવીને તમે દેશના વિકાસમાં અન્ય એન્જિનિયરોની જેમ યોગદાન આપી શકો છો.
Advertisement
Tags :
Advertisement

.